પીએમઇન્ડિયા
ફિઝીના પ્રધાનમંત્રી રિયર એડમિરલ (સેવા નિવૃત) જોસૈયા વોરેક બેનિમારામાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ 20 ફેબ્રુઆરી,2016ના રોજ ફિઝીમાં તબાહી મચાવનારા શ્રેણી-5 ના ચક્રવાત ‘વિસ્ટન’ને કારણે અહીં જાનમાલને થયેલા ભારે નુકસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમેત્રીએ જણાવ્યું હતું કે ભારત ફિઝીમાં પુનર્વસન અને પુનર્નિર્માણના પ્રયત્નોમાં પોતાના તરફથી શક્ય તમામ મદદ પુરી પાડવા તૈયાર છે.
પ્રધાનમંત્રી બેનિમારામાએ ચક્રવાત પછી તુરંત જ ભારત દ્વારા અપાયેલ એક મિલિયન અમેરિકન ડોલરની મદદ અને 45 ટનની રાહત સામગ્રી પહોંચાડવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ પ્રશાંત દ્વિપના તમામ દરિયા કાંઠાના દેશો સાથે આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગને મજબૂત બનાવવા માટે ઓગસ્ટ,2015માં જયપુર ખાતે આયોજિત દ્વિતીય એફઆઈપીઆઈસી શિખર સંમેલનમાં પોતે વ્યક્ત કરેલી કટિબદ્ધતાની ફરીથી પુષ્ટિ કરી હતી. આ ક્ષેત્રમાં અંતરિક્ષ ટેકનોલોજી અનુપ્રયોગ કેન્દ્રની સ્થાપના દ્વારા પરસ્પર સહયોગ વધારવાનું પણ આમાં સામેલ કરવામાં આવેલ છે.
બંને નેતાઓએ સૌર અને પુન:પ્રાપ્ય ઉર્જા, કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવાની તકો પર પણ ચર્ચા કરી હતી.
AP/J.Khunt
Glad to meet PM Bainimarama & discuss India-Fiji ties. Fiji is a vital friend & we want our ties to grow further. https://t.co/Kr4TtnfGuP
— Narendra Modi (@narendramodi) May 19, 2016