પીએમઇન્ડિયા
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગના એક પ્રતિનિધિમંડળે આજે મુંબઈ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં મનોરંજન ઉદ્યોગની કંપનીઓના સીઈઓ અને નિર્માતાઓનો સામેલ હતા.
પ્રતિનિધિમંડળે ભવિષ્યમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પ્રધાનમંત્રીની દુરંદેશીતાને મજબૂત ટેકો આપ્યો હતો. તેમણે ભારતમાં મીડિયા અને મનોરંજનના બહોળી વિકાસ ક્ષમતાની રૂપરેખા આપી હતી અને કહ્યું હતું કે આ ક્ષેત્ર લક્ષ્યને હાંસલ કરવા માટે મહત્વનું યોગદાન આપવા કટિબદ્ધ છે.
પ્રતિનિધિમંડળે ભારતમાં મનોરંજન ઉદ્યોગ માટે હળવા અને અનુકુળ જીએસટી દર લાગુ કરવા વિનંતી કરી હતી.
પ્રતિનિધિમંડળના સભ્યોએ મજબૂત રીતે વિવિધ પહેલો અને સક્રિય પગલાઓના માધ્યમથી મુંબઈને વૈશ્વિક મનોરંજનના કેન્દ્ર તરીકે વિકસિત કરવાની હાકલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતીય મનોરંજન ઉદ્યોગ એ સમગ્ર વિશ્વમાં ખુબ જ ખ્યાતી પામેલ છે. તેમણે ઉમેર્યું કે તે વૈશ્વિક સ્તરે ભારતના ઉભરી રહેલા સોફ્ટ પાવર સ્ટેટસના મુખ્ય ઘટકોમાનું એક છે. તેમણે પ્રતિનિધિમંડળને બાહેંધરી આપી કે કેન્દ્ર સરકાર એ મીડિયા અને મનોરંજન ઉદ્યોગ માટે સહાયક છે અને તેમના સૂચનોને સકારાત્મક રીતે લેવામાં આવશે.
શ્રી અક્ષય કુમાર, શ્રી અજય દેવગણ, શ્રી રાકેશ રોશન, શ્રી પ્રસૂન જોશી, શ્રી કરણ જોહર અને શ્રી સિદ્ધાર્થ રોય કપૂર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
RP
Had an extensive and fruitful interaction with a delegation from the film and entertainment industry.
— Narendra Modi (@narendramodi) December 18, 2018
The delegation spoke about the strides being made by the film and entertainment industry, and gave valuable inputs relating to GST for their sector. https://t.co/ulQMtxTJQj pic.twitter.com/n4Dn38EJLr
Happy to see the passion among members of the film and entertainment industry towards the development of India.
— Narendra Modi (@narendramodi) December 18, 2018
They talked at length about ways to further Mumbai’s development, particularly with regard to making it a global hub for entertainment.