પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં ભારત અને સ્પેનની વચ્ચે બંદરગાહો સાથે જોડાયેલ બાબતો પર સહયોગ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવાને અનુમતિ અપાઈ ગઈ છે.
બંદરગાહોની બાબતોમાં બંને દેશોની વચ્ચે સહયોગથી થનારા લાભોને જોતા આ સમજૂતી પર હસ્તાક્ષરનો નિર્ણય કરાયો છે. સમજૂતીનો ઉદ્દેશ બંદરગાહો અને સમુદ્ર સાથે જોડાયેલ બાબતોમાં બંને દેશોની વચ્ચે સહયોગને મજબૂત કરવા અને એક બીજા પ્રત્યેથી પરસ્પર મદદ અને વિચાર-વિમર્શને પ્રોત્સાહન આપવાનો છે.
સમજૂતી પત્ર પર હસ્તાક્ષરથી બંને દેશોમાં બંદરગાહોને પ્રોત્સાહન આપવા અને તેને વિકસિત કરવામાં મદદ મળશે. આનાથી સમુદ્રી પરિવહનને પ્રોત્સાહન મળશે. અલગ – અલગ સમુદ્રી સંસ્થાનોના કર્મચારીઓ અને છાત્ર-છાત્રાઓની વચ્ચે પ્રશિક્ષણ અને જાણકારીઓનું આદાન-પ્રદાન થઈ શકશે. આનાથી બંદરગાહોથી વાણિજ્ય વસ્તુઓના પરિવહનમાં ઝડપ આવશે. બંને દેશોના સંયુક્ત ઉપક્રમોના લીધે બંદરગાહ આધારિત વિકાસને પ્રોત્સાહન મળશે. તેમની ક્ષમતા વધશે. સાથે જ વર્તમાન બંદરગાહોનું આધુનિકીકરણ થશે. આનાથી બંદરગાહોથી લાગેલ સમુદ્રમાં ડ્રેજિંગને પ્રોત્સાહન મળશે. પર્યાવરણ અનુકૂળ બંદરગાહોનો વિકાસ, બંદરગાહ એન્જીનીયરિંગ, સમુદ્રી પ્રશિક્ષણ, સૂચના પ્રૌદ્યોગિકી અને બંદરગાહ સાથે જોડાયેલ અન્ય ગતિવિધિઓને પણ પ્રોત્સાહન મળશે.
J.Khunt/GP