Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બંદર અને ગોદી કર્મચારી માટેના હાલના ઉત્પાદકતા સાથે સંકળાયેલી પારિતોષિક યોજનાની ચૂકવણી માટે તેને વર્ષ 2014-15થી 2015-16 સુધી લંબાવવામાં આવી


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે બંદર અને ગોદી કર્મચારીઓ માટે હાલની ઉત્પાદકતા સાથે સંકળાયેલી પારિતોષિક (પીએલઆર) યોજનાને ઉત્પાદકતા સાથે સંકળાયેલ પારિતોષિકની ચૂકવણી માટે વર્ષ 2014-15થી 2015-16 સુધી લંબાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2014-15 માટે અગાઉથી કરવામાં આવેલી ચૂકવણીના અનૌપચારિક ભંડોળનું સમાયોજન કરીને પીએલઆરની ચૂકવણી કરવામાં આવશે.

સરકાર પાસેથી કોઇ અંદાજપત્રકની સહાય વગર પીએલઆર ખાતાનો ખર્ચ મુખ્ય પોર્ટ ટ્રસ્ટ અને ગોદી શ્રમિક બોર્ડ દ્વારા પોતાના સંસાધનોથી કરવામાં આવશે.

તેનાથી અંદાજે 44000 મુખ્ય બંદર અને ગોદી કર્મી- કર્મચારીઓ-અધિકારીઓને લાભ મળશે અને વધારે ઉત્પાદકતા વધારવાની સાથે બંદર ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઔદ્યોગિક સંબંધ અને કાર્ય સ્થળ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણ તૈયાર કરવામાં મદદ મળશે. વર્ષ 2014-15 અને 2015-16 માટે દરેક કર્મચારીઓ-કર્મીઓ- અધિકારીઓને હાલની યોજના અનુસાર પીએલઆરની ચૂકવણી માટેની અંતિમ તારીખ અંગે મુખ્ય બંદર ટ્રસ્ટ- ગોદી શ્રમિક બોર્ડને ટૂંકમાં જાણ કરવામાં આવશે.

AP/J.Khunt/GP