Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બંધારણ દિવસે રાજ્યસભામાં પ્રધાનમંત્રીશ્રીનું વક્તવ્ય


ગૃહનું આદરપૂર્વક અભિવાદન કરું છું. લગભગ 50 માનનીય સદસ્યોએ વિસ્તારપૂર્વકથી આ મહત્વપૂર્ણ વિષય અંગે પોતાના વિચાર રજૂ કર્યાં છે. બાબા સાહેબ આંબેડકરજીની 125મી જન્મજયંતી વર્ષ અંગે એક સારો ઉપક્રમ અને જ્યારે દરેક પક્ષના વડાઓની સાથે ગૃહ શરૂ થતાં અગાઉથી બેસેલા હતા, દરેકે તેનું એક અવાજમાં સ્વાગત કર્યું છે, તેનું સમર્થન કર્યું હતું. જોકે અમે એવો દાવો નથી કરતાં કે આ મૂળ વિચાર અમારો હતો, થઇ શકે છે કે મારી જાણકારી સિવાયનું પણ હોઇ શકે તેમ છે, પરંતુ 2008માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકારે, આ 26 નવેમ્બરની ઉજવણી બંધારણ દિવસના રૂપમાં શરૂ કરી હતી. એક સારું કામ તેમણે શરૂ કર્યું હતું કે શાળાઓમાં પ્રસ્તાવનાનું વાંચન બાળકો પાસે કરાવવામાં આવતું હતું. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને આ પ્રયોગ સારો લાગ્યો હતો કારણ કે આપણે 15 ઓગસ્ટ ઉજવીએ છીએ, 26 જાન્યુઆરી ઉજવીએ છીએ. થોડોક ઘણો તો 15 ઓગસ્ટને આઝાદીનાં આંદોલનકારીઓને, આઝાદીનાં દિવાનાઓને આપણે પણ યાદ કરીએ છીએ, ટીવી વગેરે પર ચર્ચાઓ ચાલે છે, છાપાંઓમાં પણ થતી રહે છે. 26 જાન્યુઆરીએ આટલું નથી થતું કારણ કે મોટાભાગનું ધ્યાન પરેડ પર કેન્દ્રિત રહેલું હોય છે. અને ભારત જેવા લોકતાંત્રિક દેશમાં એક વાત નિશ્ચિત છે કે હવે આપણા માટે હરવા-ફરવાના માર્ગદર્શન માટેની કોઇ જગ્યા હોય તો તે બંધારણ છે. આગળ વધવા માટેનો કોઇ માર્ગ હોય તો તે બંધારણ છે. મુશ્કેલીઓની સાથે આગળ વધવા માટે, ચાલવા માટે અને જોડાવા માટે પણ બંધારણ છે.

આપણી આવનારી પેઢીઓને આપણે બંધારણથી પરિચિત કરાવીએ અને એટલું જ નહીં પણ આ બંધારણની ધારાઓ શું છે કેવી પશ્ચાદ ભૂમિમાં સંવિધાનનું નિર્માણ થયું, કયા કયા મહાપુરુષોએ કેવી કેવી રીતે કેવા પ્રકારે યોગદાન આપ્યું અને તેઓ દૂર દૂરનું કેવી રીતે નિહાળી શકતા હતા, આટલા વિવિધતાથી ભરેલા દેશને અને એ પણ ગુલામીના કાળખંડમાં આવેલી અનેક સમસ્યાઓ છતાં તેમાંથી બહાર આવવાનો પ્રયાસ થયો હતો. એ સહુને એક તરફ રાખીને ભારતની જે મૂળ આત્મા છે, ભારતની જે મૂળ ચિંતનધારા, તેના પ્રકાશમાં ભારતની સામે જે પડકારો છે એ પડકારોને પાર કરવા માટેની કોઇ વ્યવસ્થા વિકસિત કરવાની હતી. આ કામ કેટલું મહાન હતું, એ સંભવ નથી કે ગૃહના દરેક મહાપુરુષોનું નામ અપાય, ત્યારે આપણે તેમને આદર આપીએ છીએ. આ કાર્યક્રમ પોતાની રીતે એ દરેક ઋષિઓનો કે જેઓ બંધારણ સભામાં બેઠેલા હતા તેમને નમન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેમનો આદર કરવા માટે બનાવવામાં આવ્યો છે અને અગાઉ કોઇએ આ નથી બનાવ્યું હતું તો કોઇ ગુન્હો નથી કર્યો તેમ મારું માનવું છે.

અમને વિચાર આવ્યો અમે કર્યું છે પરંતુ કરવા માટેનો હેતુ એ છે કે આ રાષ્ટ્રને આવનારા શતકો સુધી દિશા આપવા માટે જે મહાપુરુષોએ કામ કર્યું છે આપણી આવનારી પેઢી જાણે, સમજે અને એટલા માટે એમાં મારી પાર્ટીનું કોઇ સદસ્ય હોત ત્યારે હું યાદ કરું આવી રીતે દેશ નથી ચાલતો. કેવી વિચારના હતા, કયા પક્ષના હતા, એના આધારે આપણે નિર્ણય ના કરી શકીએ. આ દેશ દરેક કોઇએ કોઇકને કોઇક રીતે સકારાત્મક યોગદાનનું પરિણામ હોય છે અને દરેકે સકારાત્મક યોગદાનને જ આપણે જોડતા ચાલતા જઇએ છીએ ત્યારે તો રાષ્ટ્ર સમ્પ્રભુત્વ હોય છે અને એટલા માટે 26 નવેમ્બરની પાછળ એક મનમાં એક કલ્પના છે કે ફકત ધારાઓમાં દેશ સિમિત ના રહી જાય, એની લાગણી સાથે પણ દેશ જોડાય જે સંવિધાન સભામાં બેસનારા લોકો હતા. અને અમને એમાં કોઇ શક નથી કે એમાં બેસનારા લોકોની વિચારધારા, કોંગ્રેસ સાથે સંકળાયેલા અનેક લોકો હતા તેમાં પરંતુ આપણામાં હિમ્મત છે એમના અંગે ગર્વ કરવાની. અમારામાં હિમ્મત છે, અમારા સંસ્કાર છે કે એમનું આદર કરી શકીએ છીએ, અભિનંદન કરી શકીએ છીએ, એ આપણા સંસ્કાર છે.

તેને આપણે સકારાત્મક રૂપથી લેવું જોઇએ અને સૂચન એ પણ હોવું જોઇએ કે ભલે આ ચર્ચામાં કોઇ વધારે નથી આવ્યા પરંતુ અલગથી પણ કારણ કે આ ગૃહ છે અને તેમની પાસેથી વધારે અપેક્ષાઓ છે કે અહીં આપણે પક્ષ અને વિપક્ષ, પક્ષ અને વિપક્ષ, તેનાથી ઉપર પણ ક્યારેક ક્યારેક નિષ્પક્ષ પણ હોવું જોઇએ. અને આપણે આપણી આવનારી પેઢીને આપણા સંવિધાનની મૂળ ભાવનાઓથી કેવી રીતે પરિચિત કરાવીએ છીએ, સંવિધાન પ્રત્યે તેમની આસ્થાને કેવી રીતે વધારે દૃઢ થતી રહે, નિરાશાના દિવસોમાં પણ તેમને લાગવું જોઇએ કે હા ભાઈ કેટલાક લોકો એવા આવ્યા છે, ગડબડ થઇ રહી છે પરંતુ આ પણ એક જગ્યા છે જેનાથી ક્યારેકને ક્યારેક તો સૂર્ય ચમકશે. આ લાગણી આપણી આવનારી પેઢીઓમાં ભરવું નિરંતર આવશ્યક છે અને એટલા માટે, એટલા માટે આ સંવાદ કરવાનો પ્રયાસ થયો છે.

સરકારમાં બેસનારા લોકોનો એ ઇરાદો નથી કે દરેક વાતે આ પ્રકારની ડિબેટ થતી રહે, ન તો અમે આવું કહ્યું છે. 125 વર્ષ, બાબા સાહેબ આમ્બેડકર અને તેમનું યોગદાન આપણે ઓછું આંકી શકીએ તેમ નથી. આપણે એમની ઉપેક્ષા પણ ખૂબ જોઇ છે, આપણે તેમનો ઉપહાસ પણ ખૂબ જોયો છે અને મજબૂરીથી તેમની સ્વીકૃતિને પણ આપણે જોઇ છે. અને હું અહીં શબ્દોમાં આપણે વાપરું છું, આપ અને હું ની ભાષા નથી બોલતો. નીચેથી દબાણ આવ્યું છે કે આજે આ દેશ બાબા સાહેબ આમ્બેડકરના મહાન કાર્યોને નકારી શકે તેમ નથી. આ સચ્ચાઈને આપણે સ્વીકાર કરવાની રહેશે અને એટલા માટે 125મી જયંતી બંધારણની ચર્ચા થાય, બાબા સાહેબ આમ્બેડકરની ચર્ચા થાય, પરંતુ સાથે સાથે બંધારણ સભાના એ દરેક મહાપુરુષો પ્રત્યે આપણે આદર કરીએ છીએ, બાબા સાહેબ આમ્બેડકર સહિત દરેકને નમન કરીએ છીએ, દરેકનો આદર કરીએ છીએ અને આ જ ભૂમિકાને આગળ વધારવા ઇચ્છીએ છીએ.

એક વાત બરોબર છે કે આપણે અહીં પરિવારોમાં પણ એ વાત બતાવવામાં આવે છે, સમાજજીવનમાં પણ બતાવવામાં આવે છે, લોકકથાઓમાં પણ કહેવામાં આવે છે, સારી બાબતોનું વારંવાર સ્મરણ કરવું જોઇએ. સારી સ્થિતિમાં પણ કરવું જોઇએ અને ખરાબ સ્થિતિમાં પણ કરવું જોઇએ. સમાજજીવન માટે અનિવાર્ય હોય છે. દીકરો કેટલો પણ મોટો કેમ ના થઇ ગયો હોય પરંતુ જ્યારે પોતાના ગામ કે શહેર જાય છે, દસ વખત જતો હશે તો પણ માતા કહેશે કે બેટા ચાલતી ગાડીએ ના ચઢતો, બારીથી બહાર ધ્યાન રાખજે. દીકરો મોટો થયો છે, દસ વખત અગાઉ ગયો હશે ત્યારે પણ સાંભળી ચૂક્યો છે પરંતુ માતાનું મન કરે છે કે દીકરાને જરાક યાદ કરાવી દઉં કે દીકરા આટલું સંભાળજે. એ આપણી પરંપરા રહેલી છે અને એટલા માટે ડૉક્ટર કર્ણસિંહજી અહીં બેઠેલા છે ઘણા બધા સંસ્કૃતના શ્લોક આપણી સામે લાવીને મૂકી દેશે કારણ કે આપણે ત્યાં કેવા પ્રકારથી કહેવામાં આવ્યું છે. પરંતુ આપણે ત્યાં કહેવામાં આવતું હતું

करत-करत अभ्यास के जड़मति होत सुजान ।

रसरी आवत जात ते सिल पर पड़त निसान ।।

દોરડું બાંધીને કૂવામાંથી જે પાણી કાઢીએ છીએ, દોરડાંમાં એટલી તો શક્તિ હોતી નથી કે તે પથ્થરની સામે લડી શકે પરંતુ નિરંતર અભ્યાસનું પરિણામ હોય છે કે એ પત્થરમાં પણ એક નવો આકાર રચાઈ જાય છે અને એટલા માટે આપણા માટે બંધારણ એક ઉજવણી હોવી જોઇએ, બંધારણ એક ઉત્સવ હોવો જોઇએ, બંધારણની દરેક ભાવનાની પ્રત્યે આપણા આદર-સત્કાર પેઢીઓ સુધી ચાલતા રહેવા જોઇએ. આ સંસ્કાર વારસો, એ આપણા લોકોની ફરજ હોય છે. એ ફક્ત તૂંતૂં મેંમેં કરવાથી આ દેશ નથી ચાલતો, દેશ ક્યારેક ક્યારેક સાથે મળીને ચાલવાથી પણ ચાલે છે અને એટલા માટે બંધારણ એક એવી શક્તિ છે કે જે આપણને તૂં અને હું ની ભાષામાંથી બહાર કાઢી શકે તેમ છે. બંધારણ એક લાગણી છે જે આપણને એકબીજા સાથે જોડાવાની તાકત આપે છે આ એ ગૃહ છે કે જ્યાં પક્ષ અને વિપક્ષથી ઉપર નિષ્પક્ષનો પણ એક સંદેશો હિન્દુસ્તાનને જવાની તાકત રાખે છે અને એટલા માટે આ ગૃહનો હું અતિશય આદર કરું છું.

આપણે મૂલ્યોનું સન્માન કરવાનું હોય છે, પ્રયત્ન કરવાનો હોય છે. આપણા સંવિધાનની ઉંચાઈ એ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અને બંધારણ સભા જ્યારે ચાલતી હતી ત્યારે એ સમયના અખબારો આજે પણ આપણે જોઇ શકીએ તેમ છીએ. ખૂબ આશંકાઓ રહેલી હતી કે આ ગાડી ચાલશે કે કેમ, આ લોકો કરી શકશે કે કેમ અને અંગ્રેજોને તો સૌથી વધારે રસ હતો તેમાં તે બાબતને આગળ વધારવામાં. અને એટલા માટે લોકોને નહોતું લાગતું પરંતુ આપણે અનેક બાધાઓની વચ્ચે પણ આટલા વર્ષ જે વિતાવ્યા છે કે આપણા એ મહાપુરુષોએ કેટલું ઉત્તમ આપણને એક માર્ગદર્શકપૂર્ણ બંધારણ આપ્યું છે, જે આપણને તાકત આપે છે, નિરંતર તાકત આપતું રહે છે. અને એટલા માટે આપણે એનું ગૌરવ ગાન કરીએ છીએ.

અમેરિકાના પ્રસિદ્ધ લેખક હતા, ભારતના સંવિધાન સંદર્ભે કહ્યું હતું, ગ્રેનવિલે ઓસ્ટીન…ગ્રેનવિલે ઓસ્ટીને જે વાત કરી હતી, તેમણે કહ્યું હતું – “Perhaps the greatest political venture since that which originated at Philadelphia in 1787.”

1787માં ફિલાડેલ્ફિયામાં જે પોલિટિકલ વેન્ચર ઉત્પતિ થઇ હતી, સંભવતઃ એના પછીનો મહાન પોલિટિકલ વેન્ચર થયો છે તો ભારતનું સંવિધાન છે, આ વાત એ સમયે કહેવામાં આવી હતી. એટલે કે આપણે કહી શકીએ તેમ છીએ કે આપણી પાસે પણ ક્યારેક ક્યારેક આપણે ત્યાં, આપણું મુખ્ય કાર્ય છે કાયદો બનાવવો. એટલા માટે જ લોકોએ આપણને મોકલ્યા છે અને અમે લોકો અનુભવી છીએ, જાણકાર છીએ પરંતુ આપણે જોઇએ છીએ કે કેટલી મોટી ખામી છે આપણી વચ્ચે અને આત્મલોકન કરવું પડશે. અને બંધારણ સભાના લોકોની દીર્ઘદ્રષ્ટિ અને સામર્થ્ય કેટલું હશે, એમને યાદ કરી કરીને આપણે જોઇએ તો આપણને કેટલું ઉપર ઉઠવાની જરૂર છે એ બાબતનો અહેસાસ થશે આપણને.

બંધારણ સભામાં બેસનારા લોકોએ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ પછી પણ ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય તો શું થઇ શકે એમાં, તેના સેફગાર્ડની ચિંતા કરેલી છે. આજે આપણે કાયદો બનાવીએ છીએ અને આપણે જોયું હશે કે એમાં એમનો દોષ અને આમનો દોષ એ મુદ્દો નથી. આપણી કુલ મિલાવીને એવી સ્થિતિ છે તે આપણે કાયદો બનાવીએ છીએ અને બીજા જ સત્રમાં આવવું પડે છે કે ભાઈ પાછલી વખત બનાવ્યું હતું પરંતુ આ બે શબ્દ રહી ગયા હતા, જરા ફરી વખત સંશોધન કરવું પડશે. કેટલી મર્યાદા છે આપણી અને આ મર્યાદાઓનું મૂળ કારણ એ નથી કે ઇશ્વરે આપણને વિદ્યા નથી આપી પરંતુ મૂળ કારણ એ છે કે આપણે સતત સંવિધાનના પ્રકાશમાં બાબતોને વિચારતા નથી.

ક્યારેક રાજકીય સ્થિતિઓ આપણી પર એટલી હદે સવાર થઇ થઇ જાય છે, ક્યારેક ક્યારેક તત્કાલિન લાભ લેવાના ઇરાદે પ્રભાવી થઇ જાય છે અને એના કારણે આપણે સમસ્યાઓને રાજનીતિકરણ કરીને જોડીએ છીએ અને ત્યારે જઇને આપણે મૂળ વ્યવસ્થાઓને નજીક લાવી શકતા નથી, શતાબ્દીઓ સુધી કામમાં આવે અને એટલા માટે સંવિધાન સભામાં બેસનારા લોકોની ઉંચાઈ આપણે વિચારીએ, આપણે એમની પાસેથી પ્રેરણા લઇએ કે તેમણે કેટલું વિચાર્યું હશે. શું તેમની પર દબાણ નહીં આવ્યું હોય, શું આગ્રહ નહીં થયા હોય, શું બિલકુલ વિપરિત વિચાર નહીં મુકવામાં આવ્યા હોય બધુ થયું જ હશે. પરંતુ સહમતિથી એક દસ્તાવેજ બન્યો જે આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે છે. અને એમાં પણ હું રાજ્યસભાનું એમાં વિશેષ મહત્વ આપું છું, આ ઉપલા ગૃહનો એને વિશેષ મહત્વ આપું છું કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે

न सा सभा यत्र न सन्ति वृद्धा,

वृद्धा न ते यो न वदन्ति धर्मम्।

धर्मः स नो यत्र न सत्य मस्ति,

सत्यं न तद् यत् छलम भ्युपैति।

સંવિધાન સભામાં આપણે આ જ્યારે એટલે કે આવી કોઇ ચર્ચા નહીં થઇ શકતી કે જેમાં વૃદ્ધજન ના હોય, વૃદ્ધજનોમાં ધર્મ ના હોય, ધર્મ એ ના હોય જેમાં સત્ય ના હોય, આ એ સભા છે. અને એટલા માટે હું સમજું છું કે રાજ્યસભાનું પોતાનું એક મહત્વ છે. તેની એક વિશેષ ભૂમિકા છે અને સંવિધાન સભાની ચર્ચામાં ગોપાલસ્વામી આયંગરે જે વાત કરી હતી તેને હું અહીં રજૂ કરવા ઇચ્છું છું. ‘દુનિયાભરમાં જ્યાં ક્યાંક પણ કોઇ પણ મહત્વપૂર્ણ સંઘીય વ્યવસ્થા છે, ત્યાં બીજા ગૃહની વ્યવહારિક આવશ્યકતા અનુભવવામાં આવી છે’. બધુ મળીને આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે દરેક કોઇ ઉપયોગી કાર્યકર્તા છે કે નહીં. બીજા ગૃહથી આપણી અપેક્ષા સંભવતઃ માત્ર એટલી જ છે કે મહત્વપૂર્ણ વિષયો અંગે ગરિમાપૂર્ણ ચર્ચા કરાવીએ અને સંભવતઃ ક્ષણિક ભાવાવેશના પરિણામ સ્વરૂપ સામે આવવાવાળા એ કાયદાને ત્યાં સુધી મોકૂફ રાખીએ કે જ્યાં સુધી એ ભાવાવેશ શાંત ના થઇ જાય અને વિધાયિકાની સમક્ષ આવનારા ઉપાયો અંગે શાંતિપૂર્વક વિચાર ના કરી લેવામાં આવે, સંવિધાનમાં આ જોગવાઈ કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે પણ કોઇ મહત્વપૂર્ણ વિષય અંગે ખાસ કરીને નાણાં સંબંધિત બાબતો અંગે લોકસભા તથા રાજ્યસભાની વચ્ચે કોઇ વિવાદ થાય તો લોકસભાનો મત જ માન્ય રહેશે.

એટલા માટે આ બીજા ગૃહની હાજરીમાં આપણને કેવળ એ સાધન પ્રાપ્ત થાય છે કે જેમાંથી આપણે એ કાર્યવાહીને વિલંબમાં કરીએ છીએ જે સંભવતઃ ઉતાવળમાં શરૂ કરવામાં આવી હોય અને કદાચ આપણે એ અનુભવી વ્યક્તિને એક અવસર આપવી માગીએ છીએ કે જે સંભવતઃ ગહન રાજકીય વિવાદમાં ના રહેતી હોય પરંતુ એ જ્ઞાન અને મહત્વ સાથે એ ચર્ચા-મંત્રણા દલીલમાં ભાગ લેવા ઇચ્છતી હોય. મને લાગે છે કે બધુ મળીને વિચાર કર્યા પછી મોટાભાગના લોકો આવું ગૃહ બનાવવા અને આ સાવધાની રાખવાની તરફેણમાં છે કે એ કાયદો અથવા પ્રશાસનના માર્ગમાં અવરોધ ના બને, આ ગોપાલસ્વામી આયંગરે સંવિધાન સભામાં કહ્યું હતું. હું સમજું છું કે આપણે આ ગૃહના લોકો માટે એ બાબત આનાથી મોટી કોઇ માર્ગદર્શક સિદ્ધાંત ના હોઇ શકે.

અને પંડિત નેહરુએ પોતાનો વિચાર રજૂ કરતી વખતે એક અતિ મહત્વપૂર્ણ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આપણા સંવિધાનનો સફળ અમલ કોઈપણ લોકતાંત્રિક સંરચનાની જેમ બન્ને ગૃહોની વચ્ચે પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે કે આપણે કેવી રીતે હળી-મળીને આ વાતને આગળ વધારીએ અને જેવું કે મેં અગાઉ જ શાસ્ત્રોમાં કહ્યું હતું કે એ કોઇ સભા નથી કે જેમાં અનુભવી લોકો સામેલ ના હોય અને તેઓ વરિષ્ઠ નથી કે જેઓ ધર્મની વાતો ના કરતા હોય અને અને એ ધર્મ નથી કે જેમાં સત્ય ના કહેવામાં આવતું હોય અને એ સત્ય નથી હોતું કે જેમાં કોઇ છળકપટ અને દગો નથી હોતો. હું સમજું છું કે આપણા માટે તે અત્યંત આવશ્યક બની જાય છે.

એ જ પ્રકારથી દેશ આપણી તરફ જોતો હોય છે. એ ઠીક છે કે કાળક્રમમાં આપણા લોકોની શું હાલત છે, આપણા સમુદાયની શું સ્થિતિ છે, એને આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ એ જ યોગ્ય છે કે હજુ પણ આપણા માટે કેટલીક જવાબદારીઓ છે અને એ જવાબદારીઓને નિભાવવી એ એક સદસ્યના રૂપમાં પણ, આપણા સંવિધાનમાં આપણને ઘણુ બધુ કહેવામાં આવ્યું છે પરંતુ આપણા શાસ્ત્રોએ જે કહ્યું છે એ પણ આપણા માટે એટલું જ મહત્વપૂર્ણ છે,

यद् यद् आचरति श्रेष्ठः तत्त देवतरो जनाः

स यत् प्रमाणम कुरूते लोकस तत अनुवर्तते।

શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે છે અન્ય બધા એને અનુસરે છે. તેઓ જે પણ માપદંડ નિર્ધારિત કરે છે, લોકો એમના જ માપદંડોનું અનુસરણ કરે છે.

આમ્બેડકરજીએ 1946માં એડમુન્ડ બર્કને ટાંકીને કહ્યું હતું કે “It is easy to give power, it is difficult to give wisdom. અને આખો અનુવાદ હું વાચી દઉં છું. શક્તિ હાથમા લેવી જેટલી સરળ છે, બુદ્ધિ, વિવેક, ધરોહરમાં પામવું એટલું જ કઠીન છે. આવો આપણે આપણા આચરણથી પ્રમાણિત કરીએ કે જો આ સભાએ પોતાની જાતને કેટલીક સાર્વભૌમિક શક્તિઓ આપી છે તો એ શક્તિઓનો ઉચિત પ્રયોગ પણ બુદ્ધિ, વિવેકથી જ થઇ શકશે. આપણે કેવળ એ જ માર્ગથી દરેકને સાથે લઇને આગળ વધી શકીશું. એકતાની દિશામાં ચાલવા માટે આ એક જ માર્ગ છે.

આદરણીય સભાપતિજી, આપણા સંવિધાન ઘડનારાઓએ આટલું બધું વિચાર્યું, પરંતુ એક વાત તેમને વિચારવાની જરૂરત ના લાગી અને એવું તે શું થયું કે આપણને એ માર્ગે ચાલવું પડ્યું. દોષ તેમનો નહોતો. એમને આપણા બધા પર ભરોસો હતો અને એટલા માટે તેમણે એ દિશામાં વિચાર્યું નહીં અને ત્યારે જઇને આ ગૃહને ભલે પછી તે ઉપલો ગૃહ હોય, લોકસભા હોય આપણા લોકોને એથિક્સ કમિટીની રચના કરવી પડી. આ ગૃહને એથિક્સ કમિટીની રચના કરવી પડી. અને આ એથિક્સ કમિટીની પાછળ હું માનું છું કે હું કોઇની આલોચના નથી કરી રહ્યો કોઇપણ રીતે. આપણે રાજનીતિમાં જે લોકો છીએ આપણી એક જવાબદારીનો સંદેશ પણ આપીએ છીએ. જ્યારે આપણા ત્યાં કેટલાક સદસ્યો દ્વારા કેટલીક નાની-મોટી હરકત કરવામાં આવી તો આ જ ગૃહની હિમ્મત છે કે તેમણે ગૃહની મર્યાદા પરંતુ એ આવશ્યક છે. સભાપતિજી, હું આગ્રહ કરીશ, આ આવશ્યક છે કે આપણા બધા સદસ્યોને અવારનવાર એથિક્સ કમિટીનાં જે નિયમો છે, જે નિર્માણ થયું છે એને વારંવાર એમને કહેતા રહેવું પડશે, તેમને બતાવતા રહેવું પડશે. કારણ કે આપણે બધા કોઇ ભૂલ ના કરી બેસીએ અને એ તો આપણી ફરજ બને છે. પરંતુ આ સંદર્ભે હું કહેવા માગીશ.

14 ઓગસ્ટ, 1947, ડૉ.રાધાકૃષ્ણનજી એ જે કહ્યું હતું. તેમણે જે કહ્યું છે એને હું સમજું છું કે તે આપણા લોકોની જવાબદારી છે. ડૉ.રાધાકૃષ્ણનજીએ કહ્યું, 14 ઓગસ્ટના રોજ, ‘આવતીકાલની સવારથી આજની રાત પછી આપણે બ્રિટિશરોને દોષ નહીં આપી શકીએ, આપણે જે કંઇપણ કરીશું તેના માટે આપણે સ્વયં જવાબદાર હોઇશું. સ્વતંત્ર ભારતને એ રીતે આંકવામાં આવશે જે પ્રકારથી ભોજન, કપડાં અને ઘર તથા સામાજીક સેવાઓ સાથે સંકળાયેલા મુદ્દા અંગે સામાન્ય માનવીના હિત પૂરા કરવામાં આવશે.’

જ્યાં સુધી આપણે ઉચ્ચ પદ પર રહેલા હાલના ભ્રષ્ટાચારને દૂર નહીં કરી શકીએ, ભાઈ-ભતીજાવાદ, સત્તાની લાલસા, નફાખોરી, કાળાબજારને જડમૂળથી નહીં ઉખેડીએ, જેણે હારના સમયમાં આ મહાન દેશની છબિને ખરાબ કરી હતી ત્યાં સુધી આપણે પ્રશાસન, ઉત્પાદન અને જીવન સાથે સંકળાયેલી વસ્તુઓના વિતરણમાં કાર્યકુશળતાને નહીં વધારી શકીએ.’ આ 2015, 01 ડિસેમ્બરનું ભાષણ નથી, આ 1947, 14 ઓગસ્ટના રોજ ડૉ. રાધાકૃષ્ણનજી જોઇ રહ્યાં હતા કે આપણને કેવા કેવા પ્રકારના સંકટ વચ્ચેથી પસાર થવાનું છે અને એટલા માટે એ મહાપુરુષોનું સ્મરણ કરવાનું આપણા બધા માટે આવશ્યક થઇ જાય છે કે શું થયું આ વાત તો રહી ગઇ. ફરીથી આપણે પુનઃસ્મરણ કરીએ, ફરી સંકલ્પ કરીએ, ફરી ચાલી નીકળીએ, હજુ મોડું નથી થયું. સવાસો કરોડનો દેશ, 800 મિલિયન 65થી ઓછી ઉંમરવાળી જનસંખ્યા હોય, એ દેશની પાસે નિરાશ થવાનું કોઇ કારણ નથી. આપણી પાસે એવા મહાન પુરુષોનો વારસો પણ છે અને આપણી પાસે એ નવયુવાનોના સામર્થ્યના અવસર પણ છે. એ બન્નેને સાથે મિલાવીને આપણે કેવી રીતે કરીએ તેની તરફ આપણે આગળ જોવાનું છે.

ક્યારેક ક્યારેક આપણે ડૉ.બાબા સાહેબ આમ્બેડકરને જ્યારે યાદ કરીએ છીએ તો હું કેટલીક વાતો કહેવા માગુ છું સંવિધાનના દ્વારા, અને એ વાત યોગ્ય છે કે આપણું સંવિધાન ફક્ત એક કાયદાકીય માર્ગદર્શનની વ્યવસ્થા સુધી જ સીમિત નથી. તે એક સામાજીક દસ્તાવેજ પણ છે અને આપણે જેટલી પણ એના કાયદાકીય સામર્થ્યની પ્રશંસા કરીએ છીએ એટલી જ તેની સામાજીક દસ્તાવેજ તરીકેની તાકતની પણ પ્રશંસા કરવી અને તેને જીવી બતાવવું એ પણ આપણા લોકોની ફરજ બને છે.

બાબા સાહેબે આપણને જે બંધારણ આપ્યું એ બંધારણમાં કાયદાકીય વ્યવસ્થા તો છે જ, પરંતુ સમતાના જે સિદ્ધાંતનું પાલન કરાવે છે, સામાજીક ન્યાયની વકીલાત કરે છે, સામાજીક ન્યાયની ચર્ચા કરે છે. પરંતુ જો આપણે બંધારણના વિસ્તાર-ફેલાવામાં અટકી જઇશું તો હોઇ શકે છે કે સમતા તો આવી જશે પરંતુ જો સમાજ પોતાને બદલવા માટે તૈયાર નહીં હોય, સેંકડો વર્ષોથી બુરાઈઓથી મુક્તિ મેળવવા માટે જો સમાજ સંકલ્પ નથી કરતો. જે પાપ આપણા પૂર્વજો દ્વારા થયા છે, આ પાપોનું પ્રક્ષાલન કરવા માટે આપણે તથા આપણી આવનારી પેઢીઓ તૈયારી નથી કરતી તો બાબા સાહેબ આમ્બેડકરની સોશ્યલ જસ્ટીસની તાકત હોય, સમતાની તાકત હોય, એ પૂરી કરવા માટેની ફરજ એક સમાજના નાતે પણ આપણે ઉપાડવી પડશે.

અને એટલા માટે બંધારણ આપણેને જો સમતાની તાકત આપે છે તો સમાજની સંસ્કાર સરિતા આપણને મમતાની તાકત આપે છે. જો સમતા આપણને બંધારણની નિહિત તાકતોથી મળી રહે છે તો સમાજને પણ તૈયાર કરવો પડશે કે જેવી રીતે સમભાવ જરૂરી છે એવી જ રીતે સમાજમાં મમભાવ પણ જરૂરી છે અને દેશ ત્ચારે ચાલશે જ્યારે સમતા પણ હોય, મમતા પણ હોય, સમભાવ પણ હોય, મમભાવ પણ હોય. આ સવા સો કરોડ દેશવાસી દલિત માતાની કોખથી પેદા થયેલો દીકરો પણ મારો ભાઈ છે. ઇશ્વરે મને જેટલી શક્તિ આપી છે, પરમાત્માએ એને પણ એટલી જ શક્તિ આપી છે. મને તો અવસર મળ્યો છે પરંતુ તેને અવસર મળી શક્યો નથી. એને અવસર મળે તે પણ આપણી જવાબદારી બને છે અને એટલા માટે ફક્ત બંધારણની સીમાઓમાં નથી પરંતુ સમાજ જાગરુકતા પણ એટલી જ અનિવાર્ય છે. ન હિન્દુ પતિતો ભવેત, આ સંકલ્પને લઇને આગળ વધવાની આવશ્યકતા છે અને આ વાત આ ગૃહમાં પણ ઉઠવી જોઇએ, એ વાત ગૃહથી પહોંચવી જોઇએ. આજે પણ સમાજમાં કોઇની સાથે આ પ્રકારના અત્યાચાર થાય છે તો તે આપણા માટે કલંક છે, એક સમાજના નાતે કલંક છે, એક દેશના નાતે કલંક છે. આ દુઃખનો આપણે અનુભવ કરવો જોઇએ અને આ દુઃખને આપણે નીચે સુધી સમાજની સંવેદના જગાડવા માટે પ્રયાસ કરતા રહેવું જોઇએ.

બાબા સાહેબ આમ્બેડકર, એ વાત યોગ્ય છે કે જ્યારે આપણે સરદાર પટેલને યાદ કરીએ છીએ તો ભારતની એકતા સાથે સંકળાયેલા છે. પરંતુ આપણને સરદાર સાહેબે દેશ એક કર્યું, સરદાર સાહેબે દેશ એક કર્યો.. એ વાત પર આવીને અટકી જઇશું તો વાત બનશે નહીં. એકતાનો મંત્ર ભારત જેવા દેશમાં કેન્દ્રસ્થાને હોવો જોઇએ. વેરવિખેર થવા માટે તો અનેક બહાના મળી શકે તેમ છે, પરંતુ જોડાવા માટેના અવસર શોધવા એ આપણી ફરજ હોય છે અને એટલા માટે વેરવિખેર થવાના બહાના તો મળી જશે, સવા સો કરોડનો દેશ છે ક્યાંક કોઇક ખૂણેથી મળી શકે તેમ છે. પરંતુ કેટલાક લોકો છે જેમની ફરજ હોય છે કે વેરવિખેર થવાના બહાના વચ્ચે પણ જોડાવા માટેના અવસર શોધતા રહે, લોકોને પ્રેરિત કરે અને જોડાવા માટેની તાકત આપે, એ આપણા લોકોની ફરજ બને છે. દેશની એકતા અને અખંડતતા માટે અને એ જ તો આપણા પૂર્વજોએ કહ્યું છે કે રાષ્ટ્રીયમ જાગરીયમ વ્યમ. ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધી પ્રાઇઝ ઓફ લિબર્ટી. એ વાતો આપણી નસોમાં ભરેલી પડેલી છે અને એટલા માટે દેશની એકતા અને અખંડતાના મંત્રને આપણે નિરંતર મંત્રને આગળ વધારવાનો રહેશે.

મારા મનમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. હું આશા કરીશ કે આપમાં જે વિચાર આકાર લે છે, સમય છે કે તેઓ પણ કંઇક નવા આઇડિયા આપશે અને તેને વધારે સારું બનાવવા માટેનો પ્રયાસ કરીશું. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, કલ્પના મારા મનમાં ચાલી રહી છે. હું આમ જ વિચાર છોડી રહ્યો છું હજુ તો કોઇ ડિઝાઇન પણ બનાવી નથી. આપણા દેશમાં આપણે ખૂબ લડી લીધુ છે. દક્ષિણના લોકોને લાગે છે કે હિન્દી અમારા પર ઠપકારી દેવામાં આવે છે તમારા દ્વારા, અને મેં જોયું છે કે અહીં ભાષણમાં ક્યાંક ક્યાંક આવે છે. પરંતુ એક અન્ય રીત પણ છે દેશને સમજવા માટેની, જાણવા માટેની, આગળ વધવા માટેની અને મેં 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જન્મ જયંતીના દિવસે એ અંગે થોડોક ઉલ્લેખ પણ કર્યો હતો.

શું આપણે રાજ્યોને પ્રેરણા આપી શકીએ છીએ કે નહીં, જેમાં આગ્રહ કરવામાં આવે કે ભાઈ માની લો કે છત્તીસગઢ રાજ્ય છે. એ નક્કી કરે કે 2016માં અમે કેરળ મહોત્સવ ઉજવીશું અને છત્તીસગઢ રાજ્યમાં મલયાલમ ભાષાની આલ્ફાબેટ્સથી બાળકોને પરિચિત કરાવવામાં આવે. 100 વાક્ય વધારે પણ નહીં 100 વાક્ય. શાળાઓમાં બાળકોને કેવી રીતે સહજ બને, ચી પીતો રહે…એ મસ્તી મસ્તીમાં ચાલતું રહેશે તેઓ શીખી જશે. ક્યારેક મલયાલમ ફિલ્મ ફેસ્ટીવલ છત્તીસગઢમાં કેમ ના યોજવામાં આવે, કેમ નહીં ત્યાંનું ખાનપાન, ત્યાં ના લોકો, ત્યાંની નાટકો અહીં આવે લોકો જુએ. એ જ પ્રકારથી અન્ય કોઇ રાજ્ય કોઇ બીજા રાજ્યમાં એક વર્ષ માટે બીજા રાજ્યની સાથે પોતાને જોડે.

આપણે એ વર્ષે જેટલા પણ બાળકો પ્રવાસી તરીકે જશે તો એ જ રાજ્યમાં જશે. આપણે ધીરે ધીરે કરીને જો હિન્દુસ્તાનના દરેક રાજ્ય દર વર્ષે એક રાજ્ય ઉજવવું શરૂ કરી દે તો વધારે નહીં એક – પાંચ ગીત. અને જુઓ આપણે બધા લોકો તો વૈષ્ણવ જનથી પરિચિત છીએ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ..થી બધા પરિચિત છે. આપણે વૈષ્ણવ જન તો તેને રે કહીએ… જ્યારે સાંભળીએ છીએ ત્યારે પારકું લાગતું નથી. ક્યારેય યાદ નથી આવતું કે કઇ ભાષામાં લખવામાં આવ્યું છે. એ એટલું બધુ આપણી સાથે જોડાઈ ગયેલું છે. કેમ નહીં આપણા દેશની દરેક ભાષાના ચાર-પાંચ સારા ગીત આપણા દેશની નવી પેઢીને ગાવાની આદત નાખવામાં આવે. આપણે સંસ્કારો વધારવા પડશે અને મને લાગે છે કે સંવિધાનની જે ભાવના છે એ ભાવનાનો આદર કરવાની સાથે મારે આ વાતને કરવી જોઇએ.

બાબા સાહેબ આંબેડકરજીનું જે આર્થિક ચિંતન હતું. પોતાના આર્થિક ચિંતનની તેમની વિશેષતા રહેલી હતી અને તેઓ ઔદ્યોગિકરણની તરફેણમાં હતા અને સૌથી મોટી વાત તો તેઓ કહેતા હતા કે હું ઇચ્છીશ કે ગૃહ, હું લાંબું નહીં કહું પરંતુ મારો ભાવ ગૃહ સમજી શકશે. બાબા સાહેબ આમ્બેડકર કહેતા રહેતા હતા કે હિન્દુસ્તાનમાં ઔદ્યોગિકરણ હોવું જરૂરી છે અને તેઓ કહેતા હતા કે દલિતો પાસે જમીન નથી, તેઓ જમીનના માલિક નથી. જો તેમને રોજગાર આપવો હશે તો જેમની પાસે જમીન નથી તેઓ ક્યાં જશે. ઔદ્યોગિકરણ એટલા માટે પણ હોવું જોઇએ કે સમાજના દલિત, પીડિત, શોષિત, વંચિતો માટે રોજગારના અવસર પેદા થાય અને એટલા માટે બાબા સાહેબ આમ્બેડકરના વિચાર, આજે કેટલાક લોકોને ખૂબ નવાઈ લાગશે કે એવું શું કહ્યું હતું તેમણે. તેમણે આર્થિક ચિંતન કરીને અને હું માનું છું કે આજે આપણે જે વિવાદ કરીએ છીએ એ સમયે શું વિચાર રહ્યો હશે બાબા સાહેબનો કે જે આપણા માટે એક દિશા દર્શક બનશે. ડૉ.બાબા સાહેબ આમ્બેડકરે કહ્યું હતું કે રાજ્યની ફરજ છે કે તે લોકોના આર્થિક જીવન માટેની એવી યોજનાઓ બનાવે જે ઉચ્ચ ઉત્પાદકતાની તરફ લઇ જાય, પરંતુ આવું કરતી વખતે બીજા અન્ય અવસર બંધ ના થવા જોઇએ. તે ઉપરાંત, એવા ઉદ્યમ ઉપલબ્ધ કરાવવામાં આવે તથા જે કંઇ પણ લાભ મળે તેનું સહુને સરખા ભાગે વિતરણ કરવામાં આવે.

ડૉ. બાબા સાહેબે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારી શકાય તેમ છે પરંતુ તે માટે મૂડી અને મશીનરીમાં વધારો કરવાની સાથે સાથે કૃષિના ક્ષેત્રમાં શ્રમમાં કમી કરવી પડશે, જેથી ભૂમિ અને શ્રમની ઉત્પાદકતામાં વધારો કરી શકાય. વધારાના શ્રમિકોને બિન-ખેતી ઉત્પાદન ક્ષેત્રોમાં લગાવવાથી કૃષિ ક્ષેત્ર પર પડનારૂ દબાણ એકદમથી ઓછું થઇ જશે અને ભારતમાં ઉપલબ્ધ જમીન પર અત્યાધિક દબાણ પણ ખતમ થઇ જશે. આ ઉપરાંત, જ્યારે આ શ્રમિકોને કૃષિ તથા ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદક કાર્યોમાં લગાવી દેવામાં આવશે તો તેઓ ફક્ત પોતાની આજીવિકા જ નહીં કમાઈ શકશે પરંતુ ઉત્પાદન પણ વધારે કરશે અને અધિક ઉત્પાદનનો અર્થ છે અધિક પૂંજી. સંક્ષેપમાં, ભલે તે ગમે તેટલું વિચિત્ર લાગે પરંતુ ભારતનું ઔદ્યોગિકરણ જ ભારતની કૃષિ સમસ્યાઓનો સોથી મોટો કારગર ઉપાય છે.

બાબા સાહેબ આમ્બેડકરે વધુ એક જગ્યાએ કહ્યું હતું કે ભારત ચિપિયાના બે ભાગની વચ્ચે ફસાયેલું છે. જેનો એક ભાગ વધી રહેલી આબાદીનું દબાણ અને બીજો ભાગ તેની જરૂરિયાતની સરખામણીમાં જમીનની સીમિત ઉપલબ્ધતા છે. આનું પરિણામ એ આવે છે કે દરેક દશકના અંતમાં આપણી સામે આબાદી અને ઉત્પાદનનું નકારાત્મક સંતુલન પેદા થઇ જાય છે અને જીવનસ્તર ગબડી પડે છે અને ગરીબી વધતી જાય છે. વધી રહેલી જનસંખ્યાને કારણે જમીનવિહોણા અને વિખરાયેલા પરિવારોની સંખ્યા પણ વિશાળ થતી જઇ રહી છે. ઔદ્યોગિકરણની તરફેણમાં એક ગંભીર અભિયાન ચલાવવાની ઉપરાંત કૃષિને લાભકારી બનાવવા માટેની સંભાવનાઓ નહીંવત બરાબર છે. બાબા સાહેબ આમ્બેડકરે 60 વર્ષ અગાઉ આપણે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, કેવા પડકારો આવશે, આપણું આર્થિક ચિંતન શું હોવું જોઇએ એ સમયે બાબા સાહેબ આમ્બેડકરે આપણી સામે મુક્યું હતું.

એ વાત સાચી છે કે આપણામાંથી કોઇની પણ દેશભક્તિમાં, સવાસો કરોડ દેશવાસીઓની ભક્તિ અંગે કોઇ શક કરી શકે તેમ નથી, અને શક કરવા માટેનું કોઇ કારણ પણ હોઇ શકે તેમ નથી અને નહીં કોઇને કોઇની દેશભક્તિ માટે સવાર સાંજે પોતાના પૂરાવા આપવાની જરૂર પડી શકે છે. સમાજ, આપણે બધા ભારતના સંવિધાનથી બંધાયેલા લોકો છીએ. ભારતના મહાન સંસ્કાર અને પરંપરાઓથી બંધાયેલા લોકો છીએ. દુનિયા આપણને કેવી રીતે જોતી હતી અને દુનિયા ભારતનું કેવી રીતે ગૌરવગાન કરતી હતી આજે જ્યારે આપણે એ મહાપુરુષોએ બંધારણનું નિર્માણ કર્યું એ કેવો માહોલ રહ્યો હશે, જેમને આ પ્રકારથી લેવામાં આવ્યા હશે. હું છેલ્લા કેટલાક શબ્દ કહીને મારી વાતને સમાપ્ત કરવા ઇચ્છીશ.

આદરણીય સભાપતિજી, હું મેક્સ મુલરને આજે ટાંકવા ઇચ્છું છું, તેમણે શું કહ્યું હતું. મેક્સ મુલર કહેતા હતા ‘જો હું એવો દેશ શોધવા માટે આખી દુનિયાને જોઉં, કે જ્યાં પ્રકૃતિએ ધન, શક્તિ અને સૌંદર્યની સૌથી વધારે લ્હાણી કરી હોય તો – પૃથ્વી પર ખરેખર સ્વર્ગ છે – તો હું ભારતની તરફ ઇશારો કરીશે. જો મારા થી પૂછવામાં આવે કે કયા આકાશની નીચે માનવ મસ્તિષ્કે પોતાની પસંદગીના ઉપહારોમાંથી કંઇકને સૌથી વધારે સંપૂર્ણ રીતે વિકસિત કર્યા છે, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ અંગે ગંભીરતાથી વિચાર કર્યો છે અને તેમાંથી કંઇક સમાધાન કાઢ્યું છે તો એમનું પણ ધ્યાન આકર્ષિત કરે છે. જેમણે પ્લુટો અને કાંટને વાચ્યા છે – તો મારો ઇશારો ભારત તરફ રહેશે. જો હું મારી જાતને પૂછું કે આપણે કયા સાહિત્યથી, અહીં યુરોપમાં, જેનું પાલન પોષણ લગભગ સંપૂર્ણ રીતે ગ્રીક અને રોમન્સ તથા યહૂદી જાતિ, જ્યૂઝના વિચારો પર થયેલ છે, સાચાની ઓળખ કરી શકે છે જે પોતાના આંતરિક જીવનને વધુ ઉત્તમ અને વિસ્તૃત તથા અધિક વિશ્વવ્યાપી અને વાસ્તવમાં એક સાચી વ્યક્તિ બનવા માટે જરૂરી છે, કેવળ આ જીવન માટે જ નહીં પરંતુ આ રુપાન્તરિત અને અવિનાશી જીવન માટે – તો મારો ફરીથી ઇશારો ભારતની તરફ રહેશે.’

આ વાતમાં મેક્સ મુલરે કહ્યું છે. આ મહાન વિરાસતમાં આપણે ધનિક છીએ. અને એ જ ધન વારસો સર્વાસવ આપણી સહુની તાકત છે. આવો આપણે સહુ એ ગૌરવગાન કરીએ અને સંકલ્પ કરીએ કે સંવિધાનના પ્રકાશમાં આપણા મહાપુરુષોના ત્યાગ અને તપસ્યાના પ્રકાશમાં જે ઉત્તમ છે, તેને સાથે લઇને આપણે સહુ ચાલીએ. જે કાળ વાહ્ય છે તેને તો કાળ પણ સ્વીકાર કરતું નથી, જે નિત્ય નૂતન હોય છે તેનો જ સ્વીકાર કરવામાં આવે છે. એ નિત્ય નૂતનને લઇને મહાન રાષ્ટ્રના નિર્માણમાં આપણે સહુ સદસ્ય પોતાનું યોગદાન આપીએ..

હું ફરીથી એક વખત આદરણીય સદસ્યોનું દૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સભાપતિજી હંે આપનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંવિધાનની આ ચર્ચા માટે જે ઉત્તમ મુદ્દાઓ નિકળી સામે આવ્યા છે એ ઉત્તમ મુદ્દાઓના પ્રકાશમાં આપણે કાયદાઓનું નિર્માણ કરીએ ત્યારે પણ, સંસદમાં આચરણ કરીએ ત્યારે પણ, સમાજનું નેતૃત્વ કરીએ ત્યારે પણ, સમાજને આગળ લઇ જવાનો પ્રયાસ કરીએ ત્યારે એ જ બધી વાતોને લઇને સાથે ચાલીએ.એ જ વિશ્વાસ સાથે ફરી એક વખત આ ગૃહને ઉત્તમ પ્રવચનોથી લાભાન્વિત કરાવવા વાળા દરેક આદરણીય સદસ્યોનું હૃદયપૂર્વકથી અભિનંદન વ્યક્ત કરું છું. બાબા સાહેબ આમ્બેડકર અને એ મહાપુરુષની સાથે કામ કરવાવાળા એ દરેક મહાનુભાવોને પણ હું નમન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt