Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બજેટ 2016-17 પર પ્રધાનમંત્રીનું નિવેદન


આ બજેટ માટે આપણા નાણા મંત્રી શ્રીમાન અરૂણ જેટલીજીને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ગામ, ગરીબ, ખેડૂત, મહિલાઓ અને યુવા આ બજેટનું અમારું સૌથી મોટું ફોકસ છે. તેમના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે આ બજેટમાં ઘણી યોજનાઓ મૂકવામાં આવી છે.

આ બજેટ ગરીબીથી મુક્તિ અપાવવા માટે સમયબદ્ધ અને વ્યાપક રૂપરેખા પ્રસ્તુત કરે છે. ખેડૂતોની આવકને બમણી કરવાની દિશામાં આ બજેટમાં ઘણાં મહત્વના પગલાં લેવાયા છે. તેમાંથી એક મહત્વપૂર્ણ પગલું છે – પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેના અંતર્ગત રોકાણમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે અને દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાની દિશામાં એક ખૂબ મોટો પ્રયાસ છે.

ગામડાંના વિકાસમાં વિજળી અને માર્ગ… આ મહત્વને હું અને તમે આપણે સૌ જાણીએ છીએ. આ બજેટમાં 2019 સુધીમાં દેશના દરેક ગામને માર્ગથી જોડવાનો એક ખૂબ મોટો મહત્વનો સંકલ્પ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં અત્યાર સુધીની સૌથી મોટી ધનરાશિની ફાળવણી કરવામાં આવી છે. સાથો સાથ 2018 સુધીમાં દરેક ગામમાં વિજળીની સુવિધા આપવાની વ્યવસ્થા પણ આ બજેટમાં સ્પષ્ટ રૂપથી છે.

આનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ઉર્જા મળશે, ગતિ મળશે અને સામાન્ય માનવીય જીવનમાં ખૂબ મોટો બદલાવ આવશે. આપણે એ સ્પષ્ટ રીતે જાણીએ છીએ, ગરીબમાં ગરીબને બૂછો, સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પૂછો, તેમનું એક સપનું હોય છે પોતાનું ઘર, દરેક ગરીબનું સપનું છે પોતાનું ઘર, મિડલ ક્લાસ હોય, નીઓ મિડલ ક્લાસ હોય તેમનું સપનું કેવી રીતે પૂર્ણ કરીશું. સરકારની મદદ વિના આ સંભવ નથી. અને આથી આ બજેટમાં એ બધી જોગવાઈઓ કરવામાં આવી છે જેને કારણે હાઉસિંગ સેક્ટરને બળ મળશે અને સામાન્યમાં સામાન્ય માનવીને ઘર મળશે.
આ ઉપરાંત ભાડાના મકાનમાં રહેતા લોકોને ભાડાની રકમ ઉપર આવક કરમાં છૂટમાં વધારો કરવામાં આવ્યો છે. 5 લાખ સુધીની આવકવાળી વ્યક્તિઓ માટે આવક કરમાં ઘટાડો થયો છે.

આપણાં દેશમાં ગરીબોના નામે રાજનીતિ ખૂબ થઈ. તમે એ જાણીને ચોંકી ઉઠશો કે એક ગરીબ મા પોતાના બાળકોનું ખાવાનું બનાવવા માટે જે ચૂલો સળગાવે છે તેના કારણે તેના અને તેના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. જે આ વિષયના નિષ્ણાંત છે, જાણકાર લોકો છે, તેમનું કહેવું છે કે ચૂલાના કારણે, એ ધૂમાડાના કારણે, ગરીબ મહિલાના શરીરમાં એક દિવસમાં 400 સિગારેટનો જે ધૂમાડો છે એટલો ધૂમાડો તેના શરીરમાં જાય છે. આવા ગરીબીની રેખા નીચે જીવતા કરોડો પરિવારોને આનાથી મુક્તિ અપાવવી છે અને આથી આવા ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન આપવાનો એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય અમે લીધો છે.

5 કરોડ ગરીબ પરિવાર જ્યાં જે ચૂલો સળગાવે છે તેમને ધૂમાડાથી મુક્તિ મળશે. ગરીબના સ્વાસ્થ્યને લાભ થશે અને પર્યાવરણની પણ સુરક્ષા થશે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અમારી સરકાર ઘણાં મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે.

ઘણી વખત એક બિમારી પણ મધ્યમવર્ગીય પરિવાર, નવ મધ્યમવર્ગીય પરિવાર અને ગરીબની જીંદગી બરબાદ કરી દે છે અને આથી બિમારીના સમયે એ પરિવાર સાથે ઉભા રહેવાનો આ સરકારે નિર્ણય કર્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન, વરિષ્ઠ નાગરિક જેમને આની સૌથી વધુ જરૂરીયાત છે તેમના માટે પણ અમે યોજનાઓ પ્રસ્તુત કરી છે. આપણો દેશ સુરક્ષિત રહે, દરેક દેશવાસી સુરક્ષાનો અહેસાસ કરે, આ વાતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા ક્ષેત્રમાં આપણી સેના સક્ષમ બને, સૈનિક સબળ બને અને આધુનિક સુરક્ષા સંસાધનો ધરાવતો હોય, નિવૃત્તિ બાદ વન રેન્ક વન પેન્શન મળે. ભારતની અંદર ડિફેન્સ મેન્યુફેક્ચરીંગને વધુ બળ મળે અને સેનાને આધુનિક બનાવવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ કાર્ય થાય તે આ બજેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ બજેટમાં તમે જોયું હશે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું પ્રાવધાન કરાયું છે. તેનો ફાયદો જે સિમાવર્તી ક્ષેત્રો છે જ્યાં આપણી સેનાઓ તૈનાત છે, તેમને જરૂર મળશે. ભારતના યૂવાઓ આગળ વધી રહ્યા છે. તેમના રોજગારના અવસર વધારવા માટે બે નવી પહેલ ફોર્મલાઈઝીંગ ધ ઈન્ફોર્મલ અને એમ્પ્લોઈંગ ધ અન એમ્પ્લોઈડ અમે આને શરૂ કરવા જઈ રહ્યા છીએ. સાથો સાથ સ્ટાર્ટ અપ કેમકે મારો તો મંત્ર છે ’સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ સ્ટાર્ટ અપ માટે એક અનુકૂળ ઈકો સિસ્ટમ તૈયાર કરવા માટે ટેક્સમાં પ્રાવધાન રાખવામાં આવ્યા છે. આપણા દેશના દલિત, આદિવાસી હવે ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે. તેના સપના છે કે તે નોકરી ઈચ્છુક નહીં પરંતુ નોકરી દાતા બનવા માંગે છે. એ સપનાને સાકાર કરવા માટે સરકારે એક વિશેષ આંત્રપ્રેન્યોર હબ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. દેશો યુવાન વૈશ્વિક પડકારોને સામનો કરે અને તેને શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરની તકો મળે, આ માટે જૂના કાયદાના નિયમો અને બંધનોથી આપણું શિક્ષણ દબાઈ ગયું છે, તેને ઉપર ઉઠાવીને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10-10 સંસ્થાઓને વૈશ્વિક સ્તર પર લાવવા માટે એક ‘ચેલેન્જ રૂટ’ દ્વારા પસંદ કરાશે. શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ખૂબ મહત્વનો સુધારો છે. તેમને આર્થિક મદદ પણ અપાશે અને ઉચ્ચ શિક્ષા સંસ્થાનનો સ્પર્ધાત્મક માહોલ બનશે, તમે કલ્પના કરી શકો છો કેટલું મોટું પરિવર્તન આવશે.

પરંતુ સાથો સાથે પ્રાથમિક શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે. આટલા વર્ષો સુધી મોટે ભાગે સરકારનું પ્રાથમિક શિક્ષણના પ્રસારનું ધ્યાન રહ્યું, જે આવશ્યક પણ હતું, પરંતુ આજના પડકારોનો સામનો કરવો હોય તો શિક્ષણના પ્રસારની સાથો સાથે શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની આવશ્યકતા છે. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે, દૂર-સુદૂર ગામમાં રહેનારા બાળકોને પણ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે, તેના પર અમે ભાર આપી રહ્યા છીએ અને તેના માટે આ બજેટમાં ગુણવત્તા પર ભાર આપનારા વિષયોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમારી સરકાર હંમેશા દેશની જનતા પર ભરોસો રાખવાના પક્ષમાં રહી છે. અમારે દેશના નાગરિકો પર આશંકાઓ ન કરવી જોઈએ. આવકવેરા વિભાગના લોકોએ તેમના પ્રત્યે સન્માનનો ભાવ રાખવો જોઈએ અને આથી આવકવેરા વિભાગની જટીલ પ્રક્રિયાઓમાંથી સામાન્ય નાગરિકને પસાર થવું પડે છે, તેમાંથી તેને મુક્તિ મળવી જોઈએ. વેપારીઓ અને ધંધાદારીઓને જે તકલીફ પડી રહી છે, તેમાંથી અમારે મુક્તિ અપાવવી છે. આ બજેટમાં સામાન્ય આવકવાળા આ વર્ગના ટર્ન ઓવર પર સંભવિત કર ભરવાથી આ પ્રક્રિયાઓથી મુક્તિ મળી જશે. આ એક ખૂબ મોટું સરળીકરણ છે, જે આ બજેટમાં કરવામાં આવ્યું છે.

હું ફરી એક વખત શ્રીમાન અરૂણ જેટલીજીને શુભેચ્છા પાઠવું છું અને દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે આ બજેટ તમારા સપનાઓની નજીક છે, તમારા સપનાઓને સાકાર કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પૂરી તાકાતની સાથે, યોજનાની સાથે પ્રસ્તુત કરી છે.

ખૂબ ખૂબ ધન્યવાદ.

J.Khunt/GP