Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બમણો કરબોજ નિવારવા અને આવક ઉપર કરની વિત્તીય ચોરી અટકાવવા અંગેના ભારત અને જાપાન વચ્ચેના કન્વેન્શનમાં સુધારા અંગે ભારત અને જાપાનની સરકારો વચ્ચે પ્રોટોકોલ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે, બમણો કરબોજ નિવારવા અને આવક ઉપર કરની વિત્તીય ચોરી અટકાવવા ભારત અને જાપાન વચ્ચે બમણા કરવેરા નિવારવા અંગે થયેલા કન્વેન્શનમાં એક પ્રોટોકલ મારફત સુધારો કરવા ભારત અને જાપાન વચ્ચે એક પ્રોટોકોલ ઉપર સહી સિક્કા કરવાની તથા એની બહાલી આપવાની મંજૂરી આપી છે.

આ પ્રોટોકલ બેંકોને લગતી માહિતી સહિત અને ઘરેલું કરવેરાનાં હિત સિવાયની કરવેરાની બાબતો અંગે સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર માહિતીની આપ-લે કરવાનું સુગમ બનાવશે. આ પ્રોટોકલમાં વધુમાં જાપાન તરફથી જાપાનની અધિકૃત સત્તાધારી અધિકારી તરફથી અને એ જ રીતે ભારતના કોઈ નિવાસી અંગે મળેલી કોઈ પણ માહિતી, કાયદાનો અમલ કરતી અન્ય કોઈ સંસ્થાઓને પૂરી પાડવાની જોગવાઈ પણ છે.

પ્રોટોકલમાં ભારત અને જાપાને એકબીજાને, આવકના (રેવન્યુ)દાવાનાં નાણાં એકત્ર કરવામાં તેમજ સરકાર અથવા સરકારની માલિકીની નાણાકીય સંસ્થાઓ દ્વારા જેનો વીમો ઉતારવામાં આવ્યો હોય એવા નાણાના દાવા સંબંધમાં મૂળ દેશમાં, કરવેરામાંથી વ્યાજની આવકને બાકાતી- મુક્તિ આપવા સંબંધમાં, મદદ કરવા માટેની જોગવાઈ પણ છે.

AP/J.Khunt/DK