પીએમઇન્ડિયા
બર્લિનમાં યોજાનારી ઈન્ડિયા-જર્મની ઇન્ટર ગવર્મેન્ટલ કન્સલ્ટેશન મીટના સહાધ્યક્ષપદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ રહેશે.
આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના યુરોપ માટેના તથા વિશ્વ માટેના વિઝનની સરાહના કરી હતી.
તેમણે કહ્યું હતું કે બે દેશો વચ્ચેના સંબંધો પરિણામલક્ષી દિશામાં ગતિ કરી રહ્યા છે તે સમજી – કળી શકાય તેવું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે જર્મનીથી ભારતમાં આવનારા વિદેશી રોકાણમાં વધારો થઈ રહ્યો છે. તેમાંય ખાસ કરીને મેક ઈન ઇન્ડિયા માટે ભારત સરકારે કરેલી પહેલના ક્ષેત્રમાં રોકાણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્કીલ ઇન્ડિયા મિશનને સાકાર કરવા માટે જર્મનીની ભાગીદારી અતિશય મહત્વની છે. કાર્યકુશળતાની બાબતમાં જર્મનીએ નક્કી કરેલા પેરામીટર્સ વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ગણાય છે. આ બાબત ભારત માટે પણ એટલી જ મહત્વની છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રમતગમતના ક્ષેત્રમાં અને તેમાંય ખાસ કરીને ફૂટબોલના ક્ષેત્રમાં જર્મનીના સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જર્મનીના ચાન્સેલર સાથેની વાતચીતમાં તેમણે ખાસ કરીને સ્માર્ટ સિટી અને ક્લાઈમેટ પ્રોટેક્શન (વાતાવરણના રક્ષણના) મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જર્મનીના ઇન્નોવેશન – નવસંસ્કરણ અને ભારતીય યુવાનના સાથ-સહકાર સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં નવું જોમ પૂરી શકશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક બીજા સાથે સંકળાયેલા અને એક બીજા પર નભતા જગતમાં લોકતાંત્રિક પદ્ધતિ આધારિત વિશ્વમાં વ્યવસ્થા સ્થપાય તે વર્તમાન વિશ્વની તાતી જરૂરિયાત છે.
એક સવાલનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ભારત અને જર્મની એક બીજા માટે સર્જાયેલા દેશો છે એમ કહ્યું હતું. ભારતની જરૂરિયાતો અને જર્મનીની ક્ષમતાઓ વચ્ચેની મોટી એક સમાનતાની સમજણ આપી હતી. તેમણે એન્જિનિયરિંગ, માળખાકીય સુવિધાઓ વિકસાવવાના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને તે માટેની કાર્યકુશળતા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોનો પ્રધાનમંત્રીએ અંદાજ આપ્યો હતો. આ સાથે જ નવસંસ્કરણ અને લોકશાહીના મૂલ્યની સમજણ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બંને બાબતો માનવ જાત માટે આશીર્વાદ સમાન છે અને ભારત તથા જર્મની આ મૂલ્યોને વરેલા છે.
ક્લાઈમેટ ચેન્જ અંગે થયેલી વાતો અંગે પ્રતિભાવ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કુદરતી પરિબળોને પોષવા અને તેનું સંરક્ષણ કરવાની પ્રવૃત્તિ ભારત ઘણાં જ લાંબા સમયથી કરતું આવ્યું છે. આ તબક્કે પ્રધાનમંત્રીએ 2022ની સાલ સુધીમાં રિન્યુએબલ સ્ત્રોતમાંથી 175 ગિગાવોટ્સ વીજળી પેદા કરવાના ભારત સરકારના લક્ષ્યાંકનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રકૃતિનું રક્ષણ અને જાળવણી કરવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ” ભાવિ પેઢીના કલ્યાણ સાથે ચેડા કરવા તે અનૈતિક અને ગુનાઈત કાર્ય છે. ”
આ અગાઉ ઇન્ટર ગવર્મેન્ટલ કન્સલ્ટેશન મીટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં અને તેને પોષવામાં યુરોપિયન સંઘના દેશોએ મોટી ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે ત્રાસવાદના વૈશ્વિક દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ ત્રાસવાદનો સામનો કરવા માટે બંને દેશો દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓ માટે પરસ્પરને સહકાર આપવાનો નિર્ણય કર્યો હતો.
એક્સપોર્ટ કંટ્રોલ રિજિમ (રાષ્ટ્રીય સ્તરે નિકાસ માટેની અંકુશિત વ્યવસ્થા ઊભી કરવામાં સહકાર ને માર્ગદર્શન આપતી સંસ્થા)માટેના ભારતીય સભ્યપદને ટેકો આપવા બદલ પ્રધાનમંત્રીએ જર્મનીનો ખાસ આભાર માન્યો હતો. આ સાથે જ ક્લિન કોલ (કોલસો), ઇલેક્ટ્રિક મોબિલિટી, સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહકાર, સાયબર સિક્યોરીટી અને હવાઈ ઉડ્ડયનના ક્ષેત્રમાં સલામતી વધારવાના મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચા દરમિયાન અફઘાનિસ્થાન અને વિશ્વના અન્ય દેશને લગતા મુદ્દાઓ પણ છેડવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ વચ્ચેની બેઠક દરમિયાન 12 જટલા કરારો પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ જ રીતે દરેક વૈશ્વિક મુદ્દાઓને આવરી લેતું સંયુક્ત નિવેદન પણ આપવામાં આવ્યું હતું. તેમ જ ચર્ચાવિચારણામાં આવેલા જુદા જુદા મુદ્દાઓને પણ તેમાં આવરી લેવામાં આવ્યા હતા.
TR
The deliberations at the IGC Plenary Meeting were fruitful. Various facets of India-Germany cooperation were discussed. pic.twitter.com/0rINSmoaZv
— Narendra Modi (@narendramodi) May 30, 2017