પીએમઇન્ડિયા
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી શેખ હસીનાએ 19 ઓગસ્ટ, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી સુશ્રી હસીનાએ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના પત્ની શ્રીમતી શુભ્રા મુખરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી શુભ્રા મુખરજીના અંતિમ સંસ્કારમાં સમ્મિલિત થવા માટે પ્રધાનમંત્રી સુશ્રી હસીનાના ભારત આગમન પર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ વર્ષે જુનમાં પોતાની બાંગ્લાદેશ યાત્રાને યાદ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાનો આભાર વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વમાં બંને દેશો વચ્ચે સીમા વિવાદ સમજૂતી શાંતિપૂર્ણ રીતે અને સમય પર ક્રિયાન્વિત થઇ ગઈ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીબીઆઈએન મોટર વાહન સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે પ્રધાનમંત્રી સુશ્રી હસીનાનું સ્વાગત કર્યું અને એ વાત પર સહમતી વ્યક્ત કરી કે ક્ષેત્રીય સંપર્કતાને વધારવા માટેના ઉપાયોને મજબુત કરાશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જેમ બને તેમ ઝડપથી ભારતની સતાવાર યાત્રા પર આવવા માટે પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાને આમંત્રિત કર્યા હતા. પ્રધાનમંત્રી સુશ્રી હસીનાએ આ આમંત્રણ સ્વીકાર કરી લીધું છે.
J.Khunt/PIB Ahmedabad
Had a good meeting with PM Sheikh Hasina. pic.twitter.com/WHKDmgjU0v
— Narendra Modi (@narendramodi) August 19, 2015