પીએમઇન્ડિયા
આ વર્ષે બાબા બંદાસિંહ બહાદુરનો 300મો શહિદ દિવસ ફક્ત પંજાબની ધરતી પર જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં જ્યાં જ્યાં હિન્દુસ્તાની વસે છે, ત્યાં ખૂબ જ ઉત્સાહની સાથે મનાવવામાં આવી રહ્યો છે. આપણે તમામ તેમની શહીદીને યાદ કરીને નતમસ્તક થયા છીએ, હું તમને આ મહાન યોદ્ધા વિશેની અમુક બાબતોનું સ્મરણ કરાવા જઇ રહ્યો છું.
આજે આપણે કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચવામાં આવેલી બાબા બંદાસિંહની ત્યાગ તથા બલિદાનની ગાથા એક ખૂબ જ સારી કવિતાના માધ્યમથી આપણે સાંભળી અને જેમ કે માનો તે સમય આપણી સામે જીવીત થઇ ગયો હોય. આ કવિતાથી એ બાબત સ્પષ્ટ છે કે બંદા બહાદુર તે વ્યક્તિત્વનું નામ હતું, જ્યાં ત્યાગ અને બલિદાનની ધરોહર પર, સમાજ પ્રત્યે સંવેદના, સમાજના સુખ – દુઃખ માટે મરવાની કામના, ફક્ત વિરતા જ નહીં, ફક્ત બલિદાન જ નહીં, પરંતુ સમાજ સુધાર, સામાન્ય માનવીનો આધાર, એવો મજબૂત પાયો જે મહાપુરુષે, જે વિર યોદ્ધાએ નાખ્યો, તેમના 300મા શહિદ દિવસ પર આજે આપણે તેમની પાસેથી પ્રેરણા લેવા માટે, તેમની પાસેથી કંઇક શીખવા માટે અને તેમની શીખને આપણા કાર્યકલાપમાં લાવવા માટે આજે આપણે તેમનું પૂણ્ય સ્મરણ કરી રહ્યા છીએ.
બાબા બંદાસિંહની વાત પંજાબ કે ઉત્તર ભારત સુધી જ સિમિત નહોતી. તેમનું જીવન એક આદર્શ છે જે 300 વર્ષથી ભારતના લોકોને પ્રેરણા આપતું રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે બંદા બહાદુરજી એક મહાન યોદ્ધા હોવાની સાથે સાથે સામાન્ય માનવી પ્રત્યે અત્યંત સંવેદનશીલ પ્રશાસકના રૂપમાં ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરીને ગયા છે પરંતુ જ્યારે ગુરુદેવ ટાગોરે તેમના વિશે લખ્યું તો તે માનવીય ગુણ આપણી સામે પ્રસ્તુત કર્યા, જે બીજા માટે એક ઉદાહરણ હોય છે. બે બીજાને જીવનભર પ્રેરણા આપે છે. યુદ્ધ દરમિયાન મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બંદાસિંહ બહાદુરને ક્યારેય પણ સમગ્ર કાર્યકાળમાં એક ક્ષણ પણ પોતાના માર્ગ પરથી વિચલીત થયા હોય એવું બહાદુર બંદાસિંહને ઇતિહાસમાં ક્યાંય પણ શોધવાથી પણ નજરે આવતું નથી. આ નાની વાત નથી.
બંદાસિંહ સમગ્ર કાર્યકાળ સુધી ફક્ત હાથમાં તલવાર રાખતા હતા, એવું નથી. તે તલવારની ધાર પર જીવન જીવી લેતા હતા અને તેના કારણે જીવનના આવા સંઘર્ષમય કાળ, શાસકીય કાળમાં પણ ક્યારેય માર્ગથી વિચલીત નહીં થવાનું, લક્ષ્યથી દૂર નહીં થવાનું, હું સમજું છું કે ઇતિહાસમાં આવું વ્યક્તિત્વ ખૂબ જ ઓછું નજરે પડે છે.
બંદાસિંહ બહાદુરજીનું સાહસ, તેમનું કર્તવ્ય હતું. રવીન્દ્ર ટાગોરની પ્રેરણા બન્યા. તે પોતાનામાં જ એક સિદ્ધિ છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ સાહસની સાથે, સ્વાભિમાનની સાથે, જીવનમાં મુકાબલો કરવામાં આવે છે, આ જો કોઇ પાસેથી શીખવાનું છે તો બંદા બહાદુરજી વિષે ગુરુ રવિન્દ્રનાથજીએ જે કવિતા લખી છે, તે કવિતાના એક – એક શબ્દથી આપણને તે જીવન જીવવાની પ્રેરણા મળે છે, આપણો રસ્તો વિશાળ કરે છે.
18 મી શતાબ્દીના જે સમયમાં બંદા બહાદુર સિંહજીનો જન્મ થયો, તે સમયે દેશ સામાજિક, આર્થિક અને રાજકીય ઉથલ પાથલમાંથી પસાર થઇ રહ્યો હતો. તમે કેટલી પણ ઉંમરના હોવ, દેશના કોઇ પણ ભાગમાં હોવ પરંતુ આ પરિવર્તનોની અસર સીધે સીધી સમાજના દરેક તબક્કા પર પડે છે. બંદા બહાદુરજીનું બાળપણ પણ એ બાબતોથી અળગું રહ્યું નહોતું. તે આસપાસનો માહોલ જોઇ રહ્યા છે, સમજી રહ્યા છે. પરંતુ કહે છે કે માણસની જિંદગીમાં ઘણી વખત ફક્ત એક ઘટના તેની આવનારી જિંદગીની દિશા નક્કી કરી દે છે. બંદાસિંહ બહાદુરજીની સાથે પણ એવું જ થયું હતું. કિશોર અવસ્થામાં એક જાનવરને માર્યા બાદ તે એટલા પરેશાન થઇ ગયા, તેમને એટલી આત્મગ્લાની થઇ, તે વૈરાગી બની ગયા હતા.
આપણે ભગવાન બુદ્ધની કથા સાંભળીએ છીએ. બે ભાઇ જંગલમાં જાય છે આપણે તે મારનારાની બચાવનારાનું અને જે બચાવનારાનો પક્ષ લેતો હતો, તે સિદ્ધાર્થ બુદ્ધ બની જાય છે. બંદા બહાદુર સિંહને એક ઘટના તેમના મનને આંદોલિત કરી ગઇ અને તે વૈરાગી બની ગયા. આ વૈરાગ તેમને ગુરુ ગોવિન્દ સિંહના ચરણોમાં લઇ ગયું. નાંદેડમાં ગુરુ ગોવિન્દ સિંહજીની મુલાકાત બાદ જ તેમના જૂના જીવનની ઓળખ પાછળ રહી ગઇ હતી. સંસારનો એ હાથ છોડી દીધો હતો. ક્યારેક માધવ દાસના નામથી ઓળખાતા હતા, તે વાત ઇતિહાસના ઘરમાં ડૂબી ગઇ અને તે બંદાસિંહનું નામ ધારણ કરીને આ મુલાકાત બાદ તે વૈરાગી કિશોર ગુરુ ગોવિન્દ સિંહજીની પ્રેરણાથી એક મહાન સૈનિક બનવાની રાહ પર નીકળી ગયા. બાબા બંદાસિંહ બહાદુરજીએ ગુરુ ગોવિન્દ સિંહના વચનોને પોતાના મન તથા ક્રમમાં વસાવી લીધાં. કદાચ ગુરુ પ્રત્યે એવું સમર્પણ જે બંદા બહાદુરે દર્શાવ્યું હતું તે ગુરુ – શિષ્ય પરંપરાની એક ઉજ્જવલ મિસાલમાં કહી શકું છું અને ઇતિહાસ સાક્ષી છે કે ત્યાર બાદ ગુરુ ગોવિન્દ સિંહજીના આ બંદાએ કેવી રીતે પોતાની સાથે હજારો લોકોને જોડ્યા, વ્યવસ્થા પરિવર્તનની એક નવી શરૂઆત કરી. એક મહાન સંગઠનના રૂપમાં તેમણે સમાજના દરેક તબક્કાના લોકોને પોતાની સાથે જોડ્યા. જેમ કે છત્રપતિ શિવાજી મહારાજે નાના નાના માલવાઓને પોતાની સાથે જોડીને એક મહાન સૈન્યશક્તિનું નિર્માણ કર્યું હતું. બંદાસિંહ બહાદુરજીએ પણ સમાજના દરેક તબક્કાના લોકોને પોતાની સાથે જોડીને એક મહાન સૈન્ય શક્તિનું પોતાના સંગઠન કૌશલ્યનું, એક મહાન વ્યવસ્થાપકનો પરિચય કરાવ્યો હતો. અને સંગઠનની શક્તિથી મોટા મોટા લક્ષ્યને પણ હાંસલ કરી શકાય છે. તેમની પાસે કોઇ સાધનો ન હતા, રૂપિયા – પૈસા ન હતા, ન રાજ હતું. સંગઠનનું કૌશલ્ય હતું, આત્મવિશ્વાસ બુલંદ હતો અને જે નક્કી કરી લેતા હતા તેને કરવા માટે જીવનભરને ન્યોછાવર કરવા માટે દમ – ખમની સાથે પોતાને આહૂત કરવા માટે તે દરેક પળે તૈયાર રહેતા હતા. બંદાસિંહ બહાદુરના શાસનમાં પહેલી વખત પંજાબની ધરતી પર ગરીબ ખેડૂત જમીન માલિક બન્યો હતો. જે ઉગાડે તે જ ખાયના સિદ્ધાંતે બંદાસિંહ બહાદુરે ખેડૂતોને તેમનો અધિકાર પરત અપાવ્યો હતો. બંદાસિંહ જાણતા હતા કે જો ગરીબનો વિકાસ કરવો છે તો તેમને અધિકાર આપવો જ પડશે. તેઓ ખેડૂતોની આર્થિક આઝાદીના પક્ષમાં હતા. જે આજે સમાજવાદી વિચારધારાની ચર્ચા કરે છે તે બંદાસિંહના શાસનકાળના એક – એક નિર્ણયને જોશે. તો સમાજના સામાન્ય માનવીને શસક્ત કેવી રીતે કરવો છે, તેની અંદર વિકાસની અલખ કેવી રીતે જગાડવી છે અને સામાન્ય માનવની શક્તિઓનો ભરોસો સમગ્ર દેશને આઝાદી તરફ કેવી રીતે લઇ જવો છે એ બંદાસિંહજીના સમગ્ર શાસનકાળના દરેક નિર્ણયની અંદર આપણે અનુભવતા હતા. તેઓ જાણતા હતા કે આ દેશમાં ગરીબી ત્યારે જ દૂર થશે, જ્યારે સમાજનો દરેક તબક્કે વિકાસ થશે. અસમતુલિત વિકાસની દરેક અડચણને તેમણે દૂર કરી હતી. તેમના સાધનમાં ગરીબો અને પાછળ રહી ગયેલી જાતિઓના હિત સમગ્ર રીતે સુરક્ષિત હતા અને તેમને કોઇ પણ ભેદભાવ વગર ન્યાય મળતો હતો. એક મહાન યોદ્ધા હોવા છતાં એ સમયગાળામાં લોકતંત્ર પ્રત્યે બંદાસિંહ બહાદુરનું સમર્પણ આજે પણ એક મિસાલ છે, પ્રેરણાદાયક છે. તેમણે શાસનની તમામ શક્તિઓ પોતાના હાથમાં જ નહોતી રાખી. તે પોતાને શાસનનો એક ભાગીદાર માનતા હતા. એટલે સુધી કે સિક્કા અને છાપ પણ તેમણે પોતાના નહીં, ગુરુ નાનક દેવજીના અને ગુરુ ગોવિન્દ સિંહજીના નામથી ચલાવ્યા હતા. પોતાનું નામ ક્યારેય પણ આગળ રાખ્યું નહોતું. આજના યુગના રાજકારણને જુઓ, જાણવા મળશે કે તેઓ તો તલવારની ધાર પર જીવન આહુત કરીને શાસન વ્યવસ્થા પર બિરાજ્યા હતા. તેમનો હક બનતો હતો પરંતુ તેમણે પોતાના માટે ક્યારેય આ હકનો ઉપયોગ કર્યો નહોતો. અંતર્ભૂત મનમાં લોકતાંત્રિક મૂલ્યોનું કેવું જતન થયું હશે, તેને આપણે અનુભવી શકતા હતા. અનુભવ કરી શકતા હતા.
તે આ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાઓને સન્માન આપતા હતા, એમ તો શિખ, ઇતિહાસના દરેક પત્તા પર… અને હું એક ખૂબ જ જવાબદારી સાથે કહું છું. શિખ ઇતિહાસના દરેક પત્તા પર શહિદોની કથાઓ નોંધાયેલી છે. પરંતુ બાબાસિંહ બહાદુરજીની શહાદતનું કદાચ જ, કોઇ બીજું ઉદાહરણ આપણને મળી શકે છે. જે ક્યારેક વૈરાગી હતા, તેમને રાષ્ટ્રભક્તિએ એટલો આત્મવિશ્વાસ આપી દીધો હતો કે તેઓ યાતનાઓથી નહીં, અને મોતથી પણ ડર્યા નહીં.
આ 300 વર્ષ શહીદી સમાગમના અવસર પર બંદાસિંહજીની વિલક્ષણ પ્રતિભા, તેમના સાહસ અને તેમની શહાદતને શત શત નમન કરું છું. શ્રી ગુરુ ગ્રંથ સાહેબમાં અંકિત ભક્ત કબીરજીના શબ્દોમાં જ કહું તો-
સૂરા સો પહચાનિયે, જો લડે દિન કે હેત
પૂર્જા – પૂર્જા કર મરે, કબહુ ના છોડે ખેત
મને ખુશી છે કે આદરણીય પ્રકાશ સિંહજી બાદલના નેતૃત્વમાં પંજાબ સરકારે 2010માં ચપ્પડ ચિડીના ઐતિહાસિક મેદાનમાં ફતહ બુર્જ બનાવીને, બાબા બંદાસિંહ બહાદુર અને તેમના સાથીઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપી, એક ખૂબ જ ઐતિહાસિક સન્માન આપ્યું. આ ફતહ બુર્જ ફક્ત પંજાબ જ નહીં પરંતુ બીજા દેશના ભાગો માટે પણ, યુવાન માટે પણ, આગામી પેઢીઓ માટે પણ એક પ્રેરણાનો સ્ત્રોત છે.
છેલ્લા એક વર્ષમાં પંજાબ સરકાર સહિત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમીટી અને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ, બાબા બંદાસિંહ બહાદુરજીના 300 વર્ષ શહિદી સમાગમ મનાવવા માટે ઘણા આયોજન કરી ચૂકી છે અને આગળ પણ ઘણા આયોજન થવાના છે. મારી આ મહાપુરુષોને નમન કરવાની સાથે સાથે, આ કાર્યક્રમો માટે પણ અનેક અનેક શુભકામનાઓ.
આ વર્ષે વધુ એક સૌભાગ્ય, દેશને કોટિ કોટિ જનોને મળવાનું છે અને તે સૌભાગ્ય છે ગુરુ ગોવિન્દ સિંહજીના જન્મની 350મી વર્ષગાંઠ ખૂબ જ સન્માનની સાથે ભારત સરકાર મનાવવા જઇ રહી છે અને દેશના દરેક ખૂણામાં મનાવશે. દુનિયાભરમાં જ્યાં હિન્દુસ્તાની ફેલાયેલા છે તે તમામ જગ્યાએ મનાવવામાં આવશે. આ પ્રયોજન હેતૂ ભારત સરકારે 100 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. સમારંભના આયોજન માટે એક ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી છે.
મને વિશ્વાસ છે કે ઇતિહાસની આ ઘટનાઓ આપણી આવનારી પેઢીને, આપણા મૂળ સાથે જોડશે. જે ઇતિહાસને ભૂલાવી દે છે તે ક્યારેય ઇતિહાસ રચી શકતા નથી. ઇતિહાસ તે જ રચી શકે છે જે ઇતિહાસના મૂળ સાથે જોડાયેલા રહે છે. એટલા માટે કદાચ આપણે 300 વર્ષ મનાવીએ, આપણે 350 વર્ષ મનાવીએ, આપણે શતાબ્દી મનાવીએ, આ તમામ અવસર આપણને તે મહાન પરંપરાઓની સાથે જોડે છે, ઐતિહાસિક ધરોહરની સાથે જોડે છે અને તેનાથી ભવિષ્યની રાહ નક્કી કરવા માટે આપણને એક નવી ઉર્જા આપે છે, નવી પ્રેરણા આપે છે, એક નવચેતના આપે છે.
મને વિશ્વાસ છે કે બાબા બંદાસિંહ બહાદુરજીનું જે સ્મરણ કરી રહ્યા છે તે વિરતાની સાથે સાથે, ત્યાગ અને બલિદાનની સાથે સાથે એક પ્રશાસકના રૂપમાં, સમાજ સુધારકના રૂપમાં પણ સમાજની પાસે પહોંચશે. હું તેમના શ્રી ચરણોમાં પ્રણામ કરું છું અને તેમના જીવનથી પ્રેરણા લઇને આપણે સમાજની સેવા કરી શકીએ, દેશની સેવા કરી શકીએ, આ કામના કરું છું અને આ સમારંભમાં આવવા માટેની મને તક મળી, મને જે સન્માન મળ્યું, એ માટે હું તમામનો ખૂબ – ખૂબ આભારી છું. વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ.
AP/J.Khunt/GP
Paid tributes to the great Baba Banda Singh Bahadur Ji at the programme to mark 300th anniversary of his martyrdom. pic.twitter.com/AveitXi7BY
— Narendra Modi (@narendramodi) July 3, 2016
Spoke about how compassion towards poor & welfare of farmers was at the core of Baba Banda Singh Bahadur Ji’s ideals https://t.co/ozWDKRp3nP
— Narendra Modi (@narendramodi) July 3, 2016