Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બાબા બંદા સિંઘ બહાદુરજીની 300મી શહીદ જયંતિના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે નવી દિલ્હીમાં બાબા બંદા સિંઘ બહાદુરજીની 300મી શહીદ જયંતિના ઉજવણીના ઉપક્રમે આયોજિત એક સ્મારક કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શહીદ જયંતિના અવસર પર બાબા બંદા સિંઘ બહાદુરજી પર એક પુસ્તક અને સ્મૃતિચિહ્નનું લોકાપર્ણ કરશે.

આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંહ બાદલ ઉપસ્થિત રહેશે. તેમાં બાબા બંદા સિંઘ બહાદુરજીની યાદમાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલો સ્મારક સિક્કો પ્રધાનમંત્રી અને પંજાબના મુખ્યમંત્રીને ભેટ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધશે. ઉપરાંત આ કાર્યક્રમમાં બાબા બંદા સિંઘ બહાદુરજીને કાવ્યાત્મક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.

J.Khunt