Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિર્વસિટી, લખનઉ ખાતે યોજાયેલા છઠ્ઠા દિક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીનું સંબોધન

બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિર્વસિટી, લખનઉ ખાતે યોજાયેલા છઠ્ઠા દિક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીનું સંબોધન


ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવ તથા યુવાન સાથી,

આમ્બેડકર યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં મને આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બાબા સાહેબ આંબેડકરે આ દેશને ઘણું આપ્યું છે. પરંતુ એક વાત જે આ દેશના ભવિષ્ય માટે અનિવાર્ય છે અને જેના માટે બાબા સાહેબ સમર્પિત હતા , એક પ્રકારથી તેના માટે તેઓ જીવ્યા હતા, તેમના માટે જે ઝઝુમતા હતા, તે વાત હતી, શિક્ષા. તે દરેક જણને આ વાત જણાવતા હતા, કે જો જીવનમાં મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાનો કોઇ રસ્તો છે તો એ શિક્ષા છે. જો જીવનમાં સંઘર્ષનો અવસર આવ્યો છે ત સંઘર્ષમાં પણ વિજયી થઇને બહાર નીકળવાનો રસ્તો પણ શિક્ષા જ છે. અને તેમનો મંત્ર હતો – શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આ સંઘર્ષ પોતાની સાથે પણ કરવાનો હોય છે, પોતાની સાથે પણ કરવાનો હોય છે અને પોતાની આસપાસ પણ કરવાનો હોય છે. પરંતુ એ ત્યારે જ સંભવ થાય છે જ્યારે આપણે શિક્ષિત હોઇએ અને તેમણે પોતાના મંત્રના પહેલા શબ્દમાં શિક્ષિત બનો કહ્યું હતું.

બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધની પરંપરાથી પ્રેરિત હતા, ભગવાન બુદ્ધનો આ સંદેશ હતો અપ્પ દીપો ભવ : પોતાની જાતને શિક્ષિત કરો. પર પ્રકાશિત જિંદગી અંધારાનો પડછાયો લઇને આવે છે અને સ્વયંપ્રકાશિત જિંદગી અંધારાને પૂરું કરવાની ગેરન્ટી લઇને આવે છે અને એટલા માટે સ્વયં પ્રકાશિત થવું જોઇએ. અને તેનો માર્ગ પણ શિક્ષા પાસેથી જ પસાર થાય છે. પરંતુ ક્યારેક ક્યારેક બાબા સાહેબને સમજવા માટે આપણે ખૂબ જ નાના પડીએ છીએ. તે એક એવું વિરાટ વ્યક્તિત્વ હતું, તે એવું વૈશ્વિક વ્યક્તિત્વ હતું. તે યુગો યુગાંતરથી સંપર્ક પ્રભાવ પેદા કરનારું વ્યક્તિત્વ હતું જેને સમજવું આપણી ક્ષમતાની બહાર છે. પરંતુ જેટલું આપણે સમજી શકીએ છીએ, તે સંદેશ સાચો છે. આપણે કલ્પના કરીએ કે આપણા જીવનમાં અમુક મુશ્કેલીઓ હોય, અમુક ઉણપ હોય અને અને તેમાંથી નિકળવાનો ઇરાદો હોય તો આપણે કેટલા પ્રયત્નો કરીએ છીએ. સૌથી પહેલા ફરિયાદથી શરૂ કરીએ છીએ અથવા ક્યાંકથી માગવાના ઇંતેજારમાં લાગીએ છીએ. બાબા સાહેબ આંબેડકરનું જીવન જુઓ. દરેક પ્રકારની મુશ્કેલીઓ, દરેક પ્રકારની ઉપેક્ષા, દરેક પ્રકારનું અપમાન. પારિવારિક બેકગ્રાઉન્ડ નહોતું કે જેમાં શિક્ષા સંભવ હોય, સામાજિક રચનાની અવસ્થા હતી કે આ કુખમાંથી જન્મેલા વ્યક્તિને શિક્ષાની તક મળે . સંકટ અપરંપાર હતા, પરંતુ આ મહાપુરુષની અંદર તે જ્યોત હતી, તે તડપ હતી, તો સામર્થ્ય ગુમાવ્યું . રોવાનું પસંદ ન કર્યું, તેમણે રસ્તો અપનાવ્યો, સંકટોનો સામનો કરવાની, તમામ અવરોધો પાર કરવાની, ઉપેક્ષાની વચ્ચે પણ, અપમાનની વચ્ચે પણ પોતાના ભયની અંદર પણ જે સંકલ્પ શક્તિ હતી તેને વિચલિત થવા દીધી નહોતી અને છેલ્લે સુધી તેને કરીને દેખાડ્યું.

બહુ જ ઓછા લોકોને ખબર હશે કે, આપણે વધારે તો જાણીએ છીએ તે સંવિધાનના નિર્માતા હતા, પરંતુ અમેરિકામાં તે પહેલા ભારતીય હતા જેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી પ્રાપ્ત કર્યું હતું અને તેમની સામે દુનિયામાં દરેક જગ્યાએ વ્યક્તિના જીવના સુખ વૈભવ માટે તમામ સંભાવનાઓ ઉપસ્થિત હતી પરંતુ તેમણે ખુદ પોતાના માટે જીવન પસંદ કર્યું નહોતું, નહીં તો તે જીવી શક્યા હોત. દુનિયાના દરેક દેશમાં તેમનું સ્વાગત અને સન્માન હતું. તેમણે તમામ બધુ મેળવ્યા બાદ તે ભારત માતાને સમર્પિત કરી દીધું હતું. પરત આવ્યા અને તેમાં પણ તેમણે નક્કી કર્યું કે હું પોતાના જીવનકાળમાં દલિત , પીડિત, શોષિત, વંચિત તેમના માટે મારી જિંદગી કામમાં આવે, હું ખપાવી દઇશ અને તે જીવનભર એ કરતા રહ્યા હતા.

આપણા આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છીએ. માતા અને પિતા બાળકોને જન્મ આપે છે. તે સમયે તેમને જેટલો આનંદ થાય છે, તેનાથી વધારે આનંદ પોતાનું સંતાન, દિકરો કે દિકરી શિક્ષીત – દિક્ષીત થઇને સમાજ જીવનમાં પ્રવેશ થાય છે. આજની ક્ષણ તે તમારા જન્મના સમયે તમારા માતા તથા પિતાને જેટલો આનંદ થયો હશે, તેનાથી વધારે આનંદની ક્ષણ તેમના માટે એ હશે જ્યારે તમે તમારા જીવનના એક મહત્વપૂર્ણ કાળખંડને પૂર્ણ કરીને એક જીવનના બીજા કાળખંડમાં પ્રવેશ કરી રહ્યા છો.

આપણે અહીં દિક્ષાંત સમારંભની પરંપરાનો પહેલો ઉલ્લેખ તૈતૃક ઉપનિષદમાં નજરે આવે છે. હજારો વર્ષો પહેલા, સૌથી પહેલા દિક્ષાંત સમારંભનો ઉલ્લેખ તૈતૃક ઉપનિષદમાં છે. જ્યારે ગુરુકુલમાં શિષ્યોને દીક્ષા અપાવામા આવતી હતી ત્યારથી લઇને વિશ્વમાં દરેક સમાજમાં દિક્ષાંત સમારંભની એક પરંપરા છે અને અહીંથી જ્યારે જાઓ છો તો પોતાને ઘણા ઉપદેશ આપવામાં આવે છે, વારંવાર અપાવામાં આવે છે. તમને ક્લાસરૂમમાં પણ કહેવામાં આવ્યું છે, આ કરવાનું છે, આ નથી કરવાનું, એવું કરવાનું છે, તેવું નથી કરવાનું. તમને પણ લાગતું હશે, ખૂબ જ થઇ ગયું ભાઇ. અમને અમારા પર છોડી દો અને એટલા માટે તમારે શું કરવાનું, શું નથી કરવાનું, એ મારે તમને સમજાવવું પડે તો, તમારી શિક્ષા અધૂરી છે.

શિક્ષા એ સંભવ અને અસંભવનો ભેદ સિદ્ધ થવો જ જોઇએ અને તે પુસ્તકોથી જ આવે છે, એવું નથી. પુસ્તકોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આજકાલ તો ગુગલ ગુરુના તમામ વિદ્યાર્થીઓ છે. ક્લાસરૂમમાં જે તેમનો શિક્ષક છે. દરેક સવાલનો જવા ગૂગલ ગુરુને પૂછે છે અને તે જવાબ આપે છે. એક પ્રકારથી માહિતીનો યુગ છે. જેની પાસે જેટલી વધારે માહિતીઓ હોય તે વધારે શક્તિશાળા માનવામાં આવશે પરંતુ મુશ્કેલી એ છે કે માહિતીના સ્ત્રોત એટલા વધી ગયા છે, તેમાંથી જુદુ કરવું. મારે કંઇ માહિતીની જરૂર છે અને મારા માટે કંઇ માહિતી ઉપયોગી છે, જેના માધ્યથી હું સમાજના કામમાં આવી શકું કે પોતાના જીવનમાં કંઇક કરી દેખાડું, તે જુદુ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે અને તે જુદુ કરવા માટે, માહિતીમાંથી પોતાને ઉપયોગી ચીજવસ્તુઓ જુદી કરવા માટે, જે વિદ્યા જોઇએ, તે વિદ્યા યુનિવર્સિટીના ક્લાસરૂમમાં પોતાના શિક્ષકો પાસેથી ભણતા – ભણતા મળે છે. તમે એ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનમાં એક નવી દિશાની તરફ જઇ રહ્યા છો.

ક્યારેક આપણને લાગતું હશે મેં ખૂબ જ મહેનત કરી, દિવસ રાત વાંચતો હતો એટલા માટે મને મેડલ મળી રહ્યો છે, એટલા માટે મને ડિગ્રી મળી રહી છે. કોઇને એમ પણ લાગતું હશે કે મારા માતા તથા પિતાએ મારા માટે ઘણું કર્યું છે, મને તક આપી છે. હું આજે ભણી ગણીને એ સ્થાને પહોંચ્યો છું, માતા તથા પિતા પ્રત્યે સારો ભાવ પેદા થતો હતો. કોઇને પણ એમ લાગતું હશે કે આજે મારા ગુરુજનોએ મને ભણાવ્યો તેના કારણે હું અહીં પર પહોંચ્યો, દરેક કોઇ પોતાની વિચારધારાની સીમાથી, તેમને લાગતું હશે કે હું જ્યાં પહોંચી રહ્યો છું, ત્યાં કોઇને કોઇનું યોગદાન છે પરંતુ આપણને જે દેખાય છે, તેનાથી પણ અલગ એક મોટું વિશ્વ છે. જેણે મને આ ડિગ્રી મેળવતા સુધી કોઇને કોઇ સહાયતા કરી છે. બની શકે છે ક્યારેકને ક્યારેક મેં તેને જોયો ન હોય, ક્યારેક મેં તેને સાંભળ્યો પણ નહોય. પરંતુ તેનું પણ કોઇને કોઇ યોગદાન છે. શું ક્યારેક વિચાર્યું છે, હું જે પુસ્તક વાંચતો હતો, હું જે નોટબુકમાં લખતો હતો, તે કાગળ કોઇ કારખાનામાં બન્યો હશે. કોઇ મજૂર હશે જેણે પોતાના બાળકોના અભ્યાસ માટે તો બિચારો પૈસા ખર્ચી શક્યો નહીં હોય, પરંતુ મારા માટે તે કાગળ બનાવતો હતો, તે કાગળ કોઇ ફેક્ટરીમાં બન્યો હશે, કોઇ તો ગરીબ દીકરો હશે કે જે પ્રીન્ટર ને ત્યાં નોકરી કરતો હશે. આપણા માટે તે કોમ્પ્યુટર પર ટાઇપિંગ કરતો હશે. આપણા માટે તે પુસ્તક તૈયાર કરતો હશે, કોઇ ભૂલ ન રહી જાય, તે ગ્રેજ્યુએટ થયો, કે ન થયો પરંતુ ટાઇપિંગમાં કોઇ ભૂલ ન રહી જાય નહીં તો આગામી પેઢીઓ અશિક્ષિત રહી જશે. ભૂલવાળું ભણશે,. આ ચિંતા, આ ચિંતા તે વ્યક્તિએ કરી હશે, જેને ક્યારેક કોઇ કોલેજનો દરવાજો પણ જોવાનો અવસર મળ્યો નહીં હોય ત્યારે જઇને તે પુસ્તક મારા હાથમાં આવ્યું હશે અને ત્યારે જઇને હું ભણી શક્યો. આપણું સમાજ પર કેટલું દેવું છે. અને આજ કેમ્પસમાં જો તમે રહેતો હોય તો, પરીક્ષા હશે, રેકોર્ડ તોડવાનો ઇરાદો હશે, આખી રાત્રી અભ્યાસ હશે ક્યારે રાત્રે બે વાગ્યે મન થાય કે ચા મળી જાય તો સારું હોય અને ફરી રૂમમાંથી બહાર નીકળીને, કોઇ વૃક્ષ નીચે કોઇ ચા વેચનારો ઊંઘ્યો હશે તો તેને જગાવ્યો હશે, આજે સવારે અને કાલે ભણવાનું ખૂબ જ છે એક ચા બનાવી દો. ઠંડી લાગતી હશે, વૃદ્ધતા હશે પરંતુ તેણે જાગીને તમારા માટે ચા બનાવી હશે. તમે ભણીને કેટલા મોટા બાબૂ બની જાઓ, તેના માટે કંઇ કરવાના નહીં હોય, તેને ખબર છે પરંતુ તમારી ઇચ્છા છે કંઇક બનવાની અને તેની રાત ખરાબ થતી હશે અને ચા તમારા કામમાં આવતી હશે તો તેનો આનંદ તેમને થતો હશે.

મારું કહેવાનું તાત્પર્ય છે કે આપણે જ્યાં પણ હોઇએ, જે કંઇ પણ હોય, જે પણ બનવા જઇ રહ્યા છીએ, પોતાના કારણે નથી બનતા, આ આખો સમાજ છે, જેના નાના નાના વ્યક્તિ આપણા માટે કોઇને કોઇ યોગદાન છે ત્યારે જઇને આપણી જિંદગી બને છે. આ દિક્ષાંત સમારંભથી હું જઇ રહ્યો છું ત્યારે આ યુનિર્વસિટીની દિવાલો, આ ક્લાસરૂમની દિવાલો, આ શિક્ષક, આ પુસ્તક, આ લેસન, આ પરીક્ષા, આ પરિણામ, આ ગોલ્ડ મેડલ , શું મારી દુનિયા અહીં જ અટકીને રહી જશે, જી નહીં મારી દુનિયા ત્યાં રહીને અટકી નહીં જાય, હું તો આંબેડકર યુનિર્વસિટીથી નીકળ્યો છું. જે માણસ દુનિયાની સારીમાં સારી યુનિર્વસિટીથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરનારો પહેલા ભારતીય હતા પરંતુ મન કરી ગયું, હિન્દુસ્તાન પરત જઇશ અને પોતાની જાતને દેશના ગરીબો માટ ખપાવી દઇશ. જો તે યુનિર્વસિટીનો હું વિદ્યાર્થી છું, હું પણ કંઇક કરીને ગુજરું. આ જીવનનો સંદેશ, લઇને હું જઇ શકું છું, લેવું, મેળવવું, બનવું, આ કોઇ મૂશ્કેલ કામ નથી મિત્રો, તેના માટે રસ્તા પણ ખૂબ જ મળી જાય છે પરંતુ મુશ્કેલ હોય છે, કંઇક કરવું. લેવું, મેળવવું, બનવું મુશ્કેલ નથી. કંઇક કરવું, કંઇક કરવાનો ઇરાદો, તે ઇરાદાને મેળવવા માટે જિંદગી પૂરી કરી દેવી, આ ખૂબ જ મુશ્કેલ હોય છે અને એટલા માટે જ્યારે આપણે જઇ રહ્યા છીએ ત્યારે કંઇ કરવાના ઇરાદાથી નીકળી શકે છે શું જો કંઇ કરવાના ઇરાદાથી નીકળી શકે છે તો શું બને છે, તેની ચિંતા છોડી દો, તે કરવાનો સંતોષ એટલો છે, તે તમને ક્યાંયને ક્યાંય પહોંચાડી દેશે, કંઇને કંઇ બનાવી દીધો હશે. અને એટલા માટે પોતાના જીવનને તે રીતે જીવવાનો, મેળવવાનો પ્રયાસ, જિંદગીથી ઝઝુમવાનું, શીખવું જોઇએ મિત્રો, દુનિયામાં જેટલા પણ મહાપુરુષ આપણે જોયા છે. દરેક મહાપુરુષને દરેક ચીજ સરળતાથી મળતી નથી. ખૂબ જ ઓછા લોકો હોય છે જેમને માખણ પર પોતાનું ભવિષ્ય લખવાની તક મળે છે વધારે તે લોકો હોય છે, જેમના નસીબમાં પથ્થર પર જ નસીબ લખવી પડે છે અને એટલા માટે જીવનની શરૂઆત, હવે થાય છે.

અત્યાર સુધી તો તમે સુરક્ષિત હતા. માતા તથા પિતાની અપેક્ષા હતી તો પણ મન મનાવી લેતા હતા. યાર દિકરો હજી ભણે છે, વધારે બોઝ નાંખતા નહોતા. તમે પણ યુનિર્વસિટીમાં હતા, અમુક મુશ્કેલીઓ આવતી હતી, યાર – દોસ્તો પૂછી લેતા હતા, શિક્ષક સાથે વાત કરી લેતા હતા, શિક્ષકોને પૂછી લેતા હતા. એક સુરક્ષિત પર્યાવરણ મળતું હતું, કોઇ વાતની જરૂર પડે, કોઇને કોઇ હાથ ફેરવવા માટે હતું પરંતુ અહીંથી નીકળ્યા બાદ તે તમામ સમાપ્ત થઇ જશે. હવે કોઇ તમારી ચિંતા કરશે નહીં. અચાનક કાલ સુધી તમે વિદ્યાર્થી હતા, આખી દુનિયા તમારો ખ્યાલ રાખતી હતી. આજે વિદ્યાર્થી પૂરા થઇ ગયા છે. નવી જિંદગીની શરૂઆત થઇ ગઇ, આખી દુનિયાની તમારી તરફ જોવાની નજર બદલાઇ જાય છે. માતા તથા પિતા પણ પૂછશે, બેટા આગળ શું છે, શું કર્યુ છે, કંઇક વિચાર્યું હશે. 3 મહિના બાદ કહેશે, કેમ ભાઇ કંઇક થઇ નથી રહ્યું શું. ભટકો છો કે શું, કંઇક કામ પર લાગો, આ થવાનું છે, એટલે કે જીવનની કસૌટી હવે શરૂ થાય છે ત્યારે દરેક ઘડીએ આપણને તે વાતો યાદ આવે છે જ્યારે ક્લાસરૂમમાં શિક્ષકને કહેતા હતા ત્યારે તે વાત મજાક લાગતી હતી હવે જ્યારે જિંદગીના દાયરામાં પગ મૂકીએ છીએ ત્યારે લાગે છે કે યાર તે શિક્ષક તો એ દિવસે કહેતા હતા, તે દિવસે તો મજાક કરી હતી પરંતુ આજે જરૂર વધી ગઇ, દરેક વાત યાદ આવશે અને તે જ જિંદગી જીવવાનો સૌથી મોટો સહારો હોય છે. એક વિશ્વાસની સાથે ચાલીએ, મેં જેં કઇ જીવનમાં મેળવ્યું છે. તે કસોટીમાં તેની ધાર વધારે ઝડપી થશે, હું કુંઠિત થવા નહીં દઇશ, હું પોતાને નિરાશામાં ડૂબવા નહીં દઉ. હું સંકોચની સામે ઝઝુમવા માટે જીવનનો એક રસ્તો શોધીશ, આ મનોવિશ્વાસ ખૂબ જ આવશ્યક હોય છે. વિફળતાઓ મળે છે જીવનમાં પરંતુ ક્યારેક ક્યારેક જો સફળતાનો ખાદ કોઇ કરે છે તો અસફળતા જ તો સફળતાની ખાદ બને છે, તે ખાતરનું કામ કરે છે. અસફળતાઓથી ડરવું ન જોઇએ અને યાર તથા દોસ્તોની વચ્ચે શરમ પણ મહેસૂસ કરવી ન જોઇએ પરંતુ ચિંતા ત્યારે થાય છે જ્યારે કોઇ અસફળતાથી શીખવા માટે તૈયાર થતું નથી પછી તેની જિંદગીમાં સફળતા દરવાજા પર દસ્તક આપતી નથી. અને એટલા માટે જિંદગીનું સૌથી મોટો પાઠ જે હોય છે, તે હોય છે અસફળતાઓથી કેવી રીતે શીખવાનું છે, અસફળતાઓથી ભરેલી ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરવાની છે અને મોટાભાગે તે લોકો સફળ થાય છે જે અસફળતાઓને પણ પોતાની સફળતાની સીડીમાં પરિવર્તિત કરે છે.

મને વિશ્વાસ છે કે આપણે અહીં જે 3 વર્ષ, 4 વર્ષ , 5 વર્ષ જે પણ સમય વિતાવ્યો હશે, જે કંઇ પણ પ્રાપ્ત કર્યું હશે, તે તમને જીવનમાં આવનારા તમામ મોડ પર સારી અવસ્થામાં સ્થિરતા આપે, સમગ્ર સમય સમતુલન આપે, હું નથી માનતો કે જીવનમાં ક્યારેય નિરાશ થવાનો અવસર આવશે. સમતુલિત જીવન પણ ખૂબ જ આવશ્યક હોય છે. સારાઇમાં જે બહેકી ન જાય અને કઠિનાઇમાં જે મુરઝાઇ ન જાય તે જ જિંદગી હોવી જોઇએ અને એટલા માટે તે ભાવને લઇને ચાલે છે તો જીવનમાં કંઇક બનાવીને દેખાડવું જોઇએ.

હું આજે જ્યારે યુવાનોની વચ્ચે ઉભો છું ત્યારે એક તરફ મારા જીવનમાં એટલો મોટો આનંદ છે કારણ કે હું અનુભવ કરું છું કે 21મી સદી હિન્દુસ્તાનની સદી છે અને 21મી સદી હિન્દુસ્તાનની સદી એટલા માટે છે કે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે. આ દેશ યુવાન છે, આ દેશના સપના પણ યુવાન છે. આ દેશના સંકલ્પ પણ યુવાન છે અને આ દેશ માટે મરનારા પણ યુવાન છે. આ યુવા શક્તિ આપણી કેટલી મોટી ધરોહર છે, આ આપણા માટે અનમોલ છે પરંતુ તે સમયે જ્યારે એ ખબર મળતી હતી કે મારા દેશના યુવાન દિકરા રોહિતને આત્મહત્યા માટે મજબૂર થવું પડ્યુ છે. તેના પરિવાર પર શું વિત્યું હશે. મા ભારતીએ પોતાનો એક લાલ ગુમાવ્યો છે. કારણ પોતાના સ્થાને હશે, રાજકારણ પોતાના સ્થાન પર હશે, પરંતુ સચ્ચાઇ એ છે કે માતાએ એક લાલ ગુમાવ્યો છે, તેની પીડા હું સારી રીતે મહેસૂસ કરું છું.

પરંતુ અમે આ દેશને એ દિશામાં લઇ જવા માગીએ છીએ જ્યાં નવો ઉમંગ હોય, નવો સંકલ્પ હોય, નવો આત્મવિશ્વાસ હોય, સંકટોથી ઝઝુમવાવાલો યુવાન હોય અને બાબા સાહેબ આંબેડકરના જે સપના હતા, તે સપનાઓને પૂરા કરવાનો આપણો અવિરત પ્રયાસ છે. તે પ્રયાસને આગળ લઇને ચાલવાનું છે. આ વાત સાચી છે કે જિંદગીમાં આપણા દેશમાં વિકાસના બે ક્ષેત્ર માનવામાં આવ્યા છે. એક પબ્લિક સેક્ટર, એક પ્રાઇવેટ સેક્ટર, કોર્પોરેટ વર્લ્ડ. એક તરફ સરકારની પીએસયુ છે બીજી તરફ કોર્પોરેટ વર્લ્ડ છે. બાબા સાહેબ આંબેડકરના સપનાની જે અર્થવ્યસવસ્થા છે. તે અર્થવ્યવસ્થા વગર આ દેશ આર્થિક પ્રગતિ કરી શકતો નથી. બાબા સાહેબ આંબેડકરે જે આર્થિક વિકાસના સપના જોયા હતા, તે સપનાની પૂર્તિ કરવી છે તો ખાનગી ક્ષેત્રનું અત્યંત મહત્વ છે અને હું ખાનગી ક્ષેત્ર કહું છું મતલબ. મારી પરિભાષા અલગ છે, દરેક કોઇ વ્યક્તિગત પોતાના પગ પર કેવી રીતે ઉભો થઇ શકે. મારા દેશનો યુવાન. નોકરી શોધનાર ન બનો, મારા દેશના યુવાનો નોકરી આપનારા બનો.

હાલમાં અમુક દિવસો પહેલા મને દલિત ઉદ્યોગકારોના સંમેલનમાં જવાની તક મળી હતી અને એક અલગ ચેમ્બર ઓફ કોમર્સ ચાલે છે જેમાં તમામ દલિત ઉદ્યોગકાર છે અને મને તે દ્રશ્ય જોઇને એટલો આનંદ થયો. મેં જોયું કે અહીં બાબા સાહેબ આંબેડકરનું સપનું મને અહીં નજરે આવે છે. આ દેશમાં સ્વરોજગારીનું સામર્થ્ય કેવી રીતે વધે અને તેની માટે સ્કીલ ડેવલોપમેન્ટ, સ્ટાર્ટ અપ તેને બળ આપી રહ્યા છે. અમે બેન્કોને સૂચના આપી રાખી છે. દેશમાં સવા લાખ બ્રાન્ચ છે બેન્કોની, સવા લાખ. અમે તેમને જણાવ્યું છે કે તમે એક બ્રાન્ચ, એક દલિત કે તે વિસ્તારમાં આદિવાસી છે તો એક આદિવાસી તથા એક મહિલા. તેમને સ્ટાર્ટ અપ માટે પૈસા આપો, 20 લાખ, 50 લાખ અને કોઇ પણ ગેરંટી વગર આપો, શોધ કરવા માટે, નવી ચીજ માટે તેમને પ્રેરિત કરીએ અને તે પોતાના પગ પર ઉભા થાય, બાદમાં બે – પાંચ – દસ લોકોને રોજગાર આપનારી તાકાતવાળો બને. સમસ્યાઓના સમાધાન માટે શોધ લઇને, નવી ચીજ લઇને આવે. જો તમામ બેન્કની બ્રાન્ચ આ કામ કરે તો અઢી લાખ, ત્રણ લાખ લોકો એક સાથે નવી , નવી પેઢીના યુવાન, વ્યવસાયિક જગતમાં, ઉદ્યોગ જગતમાં, શોધની દુનિયામાં પ્રવેશ કરી શકે છે અને એટલા માટે મેં સ્ટાર્ટ ‘ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા ’ નું એક મોટું અભિયાન ચલાવ્યું છે. હું ઇચ્છું છું કે યુવાનોએ કરવા માટે ઘણું બધું છે, ફક્ત ઇરાદો હોવો જોઇએ. બાકી વ્યવસ્થાઓ પોતાની મેળે જોડાઇ જાય છે. તમે અહીંથી નીકળી રહ્યા છો, તે જ ઇરાદા સાથે નીકળો. અમુક મેળવીને નીકળો અમુક આપવા માટે નીકળો અને મેં જેમ કહ્યું, એક ખૂબ જ મોટું જગત છે જેના કારણે હું કંઇ બની રહ્યો છું, તે જગત માટે જીવો, તેમના માટે કંઇક કરો. આ મારી તમને શુભકામનાઓ છે.

તમારા માતા તથા પિતાના સપના પૂરા કરવા માટે તમને શક્તિ મળે. તમે પોતાના જીવનમાં સંકલ્પોને પૂર્ણ કરવા માટે તાકાત પ્રાપ્ત કરો, એવી એક અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt