Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બિમસ્ટેકના રાષ્ટ્રીય સુરક્ષા વડાઓએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

બિમસ્ટેકના રાષ્ટ્રીય સુરક્ષા વડાઓએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


બિમસ્ટેકના સભ્યો દેશના રાષ્ટ્રીય સુરક્ષા વડાઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

બિમસ્ટેકના રાષ્ટ્રીય સુરક્ષાના વડાઓએ પ્રધાનમંત્રીના બિમસ્ટેકના વિઝનની પ્રશંસા કરી હતી અને ભારતમાં સભ્ય રાષ્ટ્રોના રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની સૌપ્રથમ બેઠક આયોજિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા વડાઓએ પ્રધાનમંત્રીને બેઠકમાં તેમની ચર્ચાવિચારણા વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.

પ્રધાનમંત્રી મોદીએ બિમસ્ટેકના સભ્ય દેશોને આતંકવાદ, કટ્ટરવાદ, નશીલા દ્રવ્યો, શસ્ત્રોની દાણચોરી અને મનુષ્યોને વેપાર તથા કુદરતી આફતો જેવા સુરક્ષા સાથે સંબંધિત જોખમોનો સામનો કરવા એક થવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, બિમસ્ટેકના સભ્ય દેશોએ સાયબર સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્ર જેવા બિનપરંપરાગત સુરક્ષા જોખમોનું સમાધાન કરવા સંયુક્તપણે કામ કરવું પડશે.

TR