પીએમઇન્ડિયા
1. પ્રધાનમંત્રીની એ હંમેશા અવધારણા રહી છે કે બિહારમાં અસિમિત ક્ષમતા છે, તે પૂરા દેશનો મજૂબતી પ્રદાન કરી શકે છે. ભારત પૂર્ણ રૂપથી ત્યારે જ વિકસીત થઈ શકશે જ્યારે ભારતના પૂર્વી ભાગનો પણ વિકાસ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે બિહારનો વિકાસ તેમનો મહત્વપૂર્ણ એજન્ડા છે.
2. વિકસીત રાજ્યોની શ્રેણીમાં બિહારને સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે એક વ્યાપક પેકેજને સ્વીકૃતિ આપી છે. આ પેકેજમાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સહાયતાના બધાય સ્ત્રોત બિહારને આવનારા વર્ષોમાં સ્વાવલંબી બનાવવામાં મદદ કરે. સમાજને સ્વાવલંબી બનાવવા માટે તેની યૂવા પેઢીનું સ્વાવલંબન થવું ખૂબ આવુશ્યક છે. સાથો સાથ સમાજના વર્તમાનના પાલનકર્તાની આવકને વધારવાનું પણ આવનારી પેઢીને સ્વાવલંબન બનાવવામાં મદદ કરે છે. આ પૂરા પેકેજમાં યૂવા વર્ગને પોતાના પગ પર ઉભા કરવા અને ખેડૂત કે જે વર્તમાનમાં બિહારના પાલનકર્તા છે, તેમની આવક વધારવાને મૂખ્ય હેતુ બનાવાયો છે.
3. ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને પ્રધાનમંત્રીએ એ જાહેરાત કરી છે કે કૃષિ મંત્રાલયને હવે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નામથી ઓળખાશે. આ નિર્ણય ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને લેવામાં આવેલો એક મહત્વપૂર્ણ નિર્ણય છે.
4. મનુષ્ય અને ઉત્પાદનું આવાગમન જ્યાં સરળતાથી થઈ શકે, વિકાસ પહેલા એ જ ક્ષેત્રનો થાય છે, આથી આ પેકેજમાં બિહારના વિકાસ માટે રોડ, રેલ, વાયુ માર્ગ, જળ માર્ગ તથા ડિજીટલ કનેક્ટીવીટી પર વિશેષ ધ્યાન આપાવમાં આવ્યું છે. કનેક્ટીવીટી સ્થાપિત કરવાથી બિહારમાં ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળશે, જે અહીંના યૂવા વર્ગને રોજગાર ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોને તેના ઉત્પાદનનું વધુ મૂલ્ય અપાવવામાં ખૂબ ઊપયોગી સાબિત થશે.
5. આ પેકેજમાં રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસ, મહત્વપૂર્ણ નદીઓ પર પુલની કામ તથા રેલવે ઓવરબ્રીજના નિર્માણ માટે 54,713 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મહાત્મા ગાંધી સેતુના સમાનાંતર ગંગા નદી પર એક નવા પુલનું નિર્માણ, કોસી અને સોન નદી પર પુલનું નિર્માણ, ધાર્મિક પર્યટનથી જોડાયેલા ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ અને રેલવે ઓવરબ્રીજનું નિર્માણ સામેલ છે.
6. ભંડારણ અને યાતાયાત સુવિધાના અભાવમાં ખેડૂત પોતાના ઉત્પાદનને ઓછી કિંમતે વેચવા મજબૂર થઈ જાય છે. આ પેકેજમાં અનાજ ભંડારણ ક્ષમતાના વિકાસ માટે 814 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે, તથા ગ્રામીણ સડકના વિકાસ માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 22,500 કિ.મી. સડકના નિર્માણ હેતુ 13,820 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે.
7. રેલવેના વિકાસ માટે બિહારમાં મુખ્યત્વે ચાલી રહેલી ટ્રેનોની ગતિને વધારવી એક પડકાર છે, રેલવે સેવાને વધુ તીવ્ર અને બહેતર બનાવવા માટે રેલવે ડબલીંગ, ત્રિપલીંગ અને વિદ્યુતકરણ પર ભાર મૂકાયો છે. 8,109 કરોડ રૂપિયાના ખર્ચે 676 કિ.મી.નું ડબલીંગ – ત્રિપલીંગની વ્યવસ્થા કરવાનું પ્રાવધાન છે તથા 761 કરોડ રૂપિયાના ખર્ચે 574 કિ.મી.નું વિદ્યુતીકરણ કરવાનું પ્રાવધાન છે. આ રીતે રેલવેના ક્ષેત્રમાં કુલ 8,870 કરોડ રૂપિયાનું પ્રાવધાન આ પેકેજમાં કરાયું છે. મોકામામા ગંગા નદી પર રેલવે તેમજ રોડ પુલના નિર્માણ માટે પ્રારંભિક કાર્ય આરંભ કરી દેવાયું છે.
8. બિહાર રાજ્યના વિભિન્ન ક્ષેત્રોને વાયુ માર્ગથી દેશ અને વિદેશ સાથે જોડવાના હેતુથી પટનામાં નવું એરપોર્ટ તથા ગાય, પુર્ણિયા અને રક્સૌલના એરપોર્ટના વિકાસ માટે 2,700 કરોડ રૂપિયાની રાશીનું પ્રાવધાન કરાયું છે. ડિજીટલ બિહાર કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોનની ઉત્તમ સુવિધા માટે 1000 નવા બીટીએસ ટાવરોને સ્થાપિત કરવાનું પ્રાવધાન છે. તેનાથી દૂરના ક્ષેત્રોમાં જ્યાં મોબાઈલ ફોનની સુવિધા નથી ત્યાં આ સુવિધામાં મદદ મળશે. રાજ્યમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર ક્લસ્ટરની સ્થાપના માટે 150 કરોડ રૂપિયાની સબસીડીનું પ્રાવધાન કરાયું છે.
9. દરભંગા અને ભાગલપુરમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્કના બે કેન્દ્રોની સ્થાપનાનું પ્રાવધાન છે. બે નવા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી કેન્દ્ર મુઝફ્ફરપુર અને બકસરમાં સ્થાપિત કરવાનું પ્રાવધાન છે. તેની સાથો સાથ પટનાના વર્તમાન કેન્દ્રના વિકાસનું પણ પ્રાવધાન છે. ગ્રામીણ બીપીઓને પ્રોત્સાહન આપવાનું પ્રાવધાન આ પેકેજમાં કરાયું છે. કનેક્ટીવીટીના આ બધા કાર્યક્રમ બિહાર રાજ્યને વિકાસની દોડમાં લાવવા માટે એક ટ્રેક ફિલ્ડનું કામ કરશે.
10. આ પેકેજ દ્વારા બિહારના ખેડૂતોની એક બીજી વ્યાપક સમસ્યા કે જે ઉત્પાદકતા ઓછી થવી એ છે તેની સમસ્યાનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા સંશોધન અને વિકાસ તથા લેટ ટુ ફાર્મને પ્રોત્સાહન આપવા માટે રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વવિદ્યાલય પુસાને કેન્દ્રિય કૃષિ વિશ્વિવિદ્યાલયમાં પરિવર્તિત કરવાનું પ્રાવધાન છે. મત્સ્ય પાલન, પાણીનું યોગ્ય પ્રબંધન, ખેતીનું યાંત્રીકીકરણ અને ગુણવત્તાવાળા બીજોના ઉત્પાદન દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે 1,800 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે. એકીકૃત કૃષિ પર શોધ માટે રાષ્ટ્રીય સંસ્થાનું પ્રાવધાન કરાયું છે.
યુવા વર્ગને શિક્ષણ અને કૌશલ્ય
11. યુવા વર્ગને ઉત્તમ શિક્ષણ અને કૌશલ્ય પ્રદાન કરવું તેમની સફળ ભાગીદારી માટે આવશ્યક તત્વ છે. યુવા વર્ગની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 1 લાખ યુવક યુવતિઓને પ્રશિક્ષણનું પ્રાવધાન કરાયું છે. બિહાર રાજ્યમાં એક મોટા સ્કિલ વિશ્વવિદ્યાલયની સ્થાપનાનું પ્રાવધાન છે. જેનો કુલ ખર્ચ 1,250 કરોડ રૂપિયા થશે. શિક્ષણના ક્ષેત્રમાં ભાગલપુર નજીક ઐતિહાસિક વિક્રમ શિલા વિશ્વવિદ્યાલયની જગ્યાએ એક નવા કેન્દ્રિય વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે 500 કરોડ રૂપિયાનું પ્રાવધાન છે. સાથો સાથ બોધ ગયામાં એક નવા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ની સ્થાપનાની પણ જોગવાઈ છે. ટ્રેક ફિલ્ડના નિર્માણની સાથો સાથ સહભાગીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ પ્રશિક્ષણ આપ્યા બાદ પ્રતિસ્પર્ધા પ્રારંભ કરીને લાંબા સમય સુધી કાર્યાન્વિત કરવા માટે રાજ્યને ઉર્જાની આવશ્યકતા પડશે.
બિહારના લોકોને વિજળીની વ્યવસ્થાઃ
12. આ પેકેજમાં ઉર્જાના ઉત્પાદન ટ્રાન્સમિશન અને વિતરણની વ્યવસ્થા વ્યવસ્થા પર ખૂબ ભાર મૂકાયો છે. બક્સરમાં 1300 મેગાવોટના નવા વિજળી ઉત્પાદન કેન્દ્રનો પ્રસ્તાવ છે.
ગામમાં વિજળી – બહેતર જીવનની સુવિધા
13. તેની સાથે સાથે ગામે ગામ વિજળીની વ્યવસ્થા પહોંચાડવા માટે દિનદયાળ ઉપાધ્યા ગ્રામ વિદ્યુત યોજનામાં રાજ્ય માટે 5,880 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતરમાં પર્યાપ્ત અને ઘરોમાં નિરંતર વિજળી આપાવનો છે. દરેક ગામમાં બે અલગ-અલગ લાઈનોની વ્યવસ્થા કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત શહેરોમાં સતત વિજળી આપવાની જોગવાઈ કરાઈ છે. આ સ્કીમ અંતર્ગત 250 કરોડ રૂપિયાનું પ્રાવધાન રાજ્ય માટે કરાયું છે. મહિલાઓને બહેતર ઈંધણની સુવિધા.
14. આપણી માતાઓ અને બહેનોને બહેતર સુવિધા મળે તેના માટે ઘર-ઘરમાં રસોઈ ગેસ પહોંચાડવા પર આ પેકેજમાં ભાર મૂકાયો છે. બિહાર રાજ્યમાં ગેસની આપૂર્તિ માટે જગદીશપુર – હલ્દિયા લાઈન માટે 2,300 કરોડ રૂપિયાના ખર્ચથી 617 કિ.મી.ની પાઈપ લાઈન બનાવવાની જોગવાઈ કરાઈ છે. પારાદીપ – હલ્દિયા – દુર્ગાપૂર પાઈપ લાઈનનો બિહારમાં વિસ્તાર કરવા માટે 1,800 કરોડ રૂપિયાનું પ્રાવધાન છે. મુઝફ્ફરપુરમાં 110 કરોડ રૂપિયાના ખર્ચે એક નવા એલપીજી પ્લોટની સ્થાપના કરાશે. બિહાર રાજ્યમાં સ્થિત બરૌની રિફાઈનરીની ઉત્પાદન ક્ષમતાને 12,000 કરોડ રૂપિયાના ખર્ચે 6 મિલિયન ટનથી 9 મિલિયન ટન સુધી વધારવાનું પ્રાવધાન આ પેકેજમાં છે તથા બરૌનીમાં જ એક પેટ્રોકેમીકલ પ્લાન્ટની સ્થાપનાની જોગવાઈ છે. રકસૌલથી નેપાળમાં અમલેસગંજ સુધી પેટ્રોલ – ડિઝલ પાઈપ લાઈનનું નિર્માણ કરાશે.
સ્વાસ્થ્યની સુવિધાઃ
15. પટના, ગયા અને ભાગલપુરના ત્રણ ચિકિત્સા મહાવિદ્યાલયોને બહેતર બનાવવા માટે 600 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે.
પર્યટનમાં રોજગારની તકોઃ
16. બિહારના યુવા વર્ગને રોજગારની નવી તકો પ્રદાન કરવા હેતુ પર્યટન ક્ષેત્રમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે વૈશાલી, બોધગયા, ચંપારણ, વિક્રમ શિલા, સુલતાનગંજ, પટના વગેરે જગ્યાઓ પર હેરિટેજ સ્ટુરિસ્ટ સર્કલનો વિકાસનું પ્રાવધાન કરાયું છે.
ઔદ્યોગિક રોકાણથી રોજગાર – યુવા વર્ગને સ્વાવલંબ બનાવવાની પ્રક્રિયાઃ
17. રાજ્યના યુવા વર્ગને રોજગાર આપવા માટે રાજ્યમાં વધુમાં વધુ ઔદ્યોગિક યૂનિટની સ્થાપના થાય તે સરકારનું લક્ષ્ય છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ઈન્કમટેક્ષ એક્ટમાં સંશોધન કરી બિહારના પછાત ક્ષેત્રોમાં નવા ઉદ્યોગ સ્થાપિત કરવા હેતુ પ્લાન્ટ અને મશીનરીના ખર્ચમાં 15 ટકાની રાશી જેટલી ટેક્સમાં વધુ છૂટનું પ્રાવધાન કરાયું છે. આ છૂટ 1 એપ્રિલ, 2015 થી 31 માર્ચ, 2020 સુધીની અવધિ વચ્ચે થયેલા રોકાણ પર લાગુ થશે.
18. તેની સાથો સાથે નવા પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે 1 એપ્રિલ, 2015થી 30 માર્ચ, 2020 સુધીની અવધિ વચ્ચે પછાત ક્ષેત્રોમાં રોકાણની 15 ટકા વધારાની રકમ ઘસારા ખર્ચના આધારે પ્રથમ વર્ષમાં આપવામાં આવશે.
19. પ્રધાનમંત્રીના આ વિશેષ પેકેજ અંતર્ગત આવનારા વર્ષોમાં બિહારમાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની વિભિન્ન પરિયોજનાઓ લાગુ કરવાનું પ્રાવધાન છે.
20. બિહાર રાજ્યની ઉર્જાની જરૂરિયાતોને જોતા ખાનગી ક્ષેત્રને પણ ઉર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં ભાગીદાર બનાવાઈ રહ્યું છે. બાંકામાં 4,000 મેગાવોટનો એક અલ્ટ્રા મેગાપાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે 20,000 કરોડ રૂપિયાના ખર્ચ પર પ્રસ્તાવિત છે.
21. વર્ષ 2013માં 12,000 કરોડ રૂપિયાના ખર્ચે બિહાર માટે એક સ્પેશ્યલ પ્લાનની ઘોષણા કરવામાં આવી હતી. સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓને આ કાર્યક્રમોના ક્રિયાન્વયનમાં હવે તીવ્રતા લાવવામાં આવી છે. બચેલા કાર્યક્રમોને 8,282 કરોડ રૂપિયાની ધન રાશીને ફાળવીને પૂર્ણ કરાશે.
વર્તમાનમાં ચાલી રહેલી સામાજિક સુરક્ષા યોજનાઃ
22. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બિહારમાં 1 કરોડ 34 લાખ નવા એકાઉન્ટ ખોલાયા અને 1 કરોડ 23 લાખ ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ જારી કરવામાં આવ્યા. આ ખાતાઓમાં 1,680 કરોડ રૂપિયાની રાશી લોકોએ અત્યાર સુધીમાં જમા કરાવી છે. પ્રધાનમંત્રી સૂરક્ષા વિમા યોજના અંતર્ગત બિહારમાં 21,00,099 લોકોની નોંધણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં 11,25,073 લોકોની બિહાર રાજ્યમાં નોંધણી કરવામાં આવી છે. અટલ પેન્શન યોજનાનો લાભ 33,760 લોકો લઈ રહ્યા છે.
નવા અને નાના ઉદ્યમીઓને બેંક લોનઃ
23. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત બિહારમાં 1 લાખથી વધુ મુદ્રા ઉદ્યમીઓને 868 કરોડ રૂપિયાની રાશી મુદ્રા લોનના રૂપમાં ઉપલબ્ધ કરાવાઈ છે આ રાશી 4 માસ દરમિયાન ઉપલબ્ધ કરાવાઈ છે. બિહાર રાજ્યમાં 6,292 બેંક શાખાઓ છે. પ્રધાનમંત્રીની 15 ઓગષ્ટની ઉદઘોષણા અનુસાર 6,292 દલિત ઉદ્યમીઓ અને 6,292 મહિલા ઉદ્યમીઓને સ્ટાર્ટ અપ સ્ટેન્ડ અપ યોજના અંતર્ગત લોન ઉપલબ્ધ કરાવાશે.
સ્વચ્છ વિદ્યાલયઃ
24. સ્વચ્છ વિદ્યાલય અંતર્ગત જ્યાં પૂરા દેશમાં 417756 શૌચાલયોનું નિર્માણ વિદ્યાલયોમાં થયું છે, તેમાંથી 56912 શૌચાલય બિહારમાં બન્યા છે.
25. સવા લાખ કરોડ રૂપિયાનું નવું પેકેજ, 40,000 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ, સામાજીક સુરક્ષા યોજનાના વ્યાપક કાર્યક્રમો અને ટેક્સમાં છૂટ દ્વારા ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાથી બિહારમાં વિકાસના નવા યુગનો પ્રારંભ થશે.
UM/AP/JK/GP
Ramnath Kovind ji, the new Governor of Bihar has spent his entire life working for the Dalits, the marginalised communities: PM
— PMO India (@PMOIndia) August 18, 2015
Those working on my schedule told me how can you come so fast. Last night you were travelling. But, you called and here I am: PM
— PMO India (@PMOIndia) August 18, 2015
This is a Government programme and several development initiatives are being inaugurated and foundation stone is being laid: PM in Bihar
— PMO India (@PMOIndia) August 18, 2015
My friend @RajivPratapRudy, he has taken up the mission to enhance skill development among the youngsters of the Nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
If Bihar requires industry then Bihar also requires power. We have taken up the movement to provide electricity: PM https://t.co/49EQPosP2m
— PMO India (@PMOIndia) August 18, 2015
Without the welfare of the farmer, the welfare of agriculture cannot happen. Both must progress: PM @narendramodi https://t.co/49EQPosP2m
— PMO India (@PMOIndia) August 18, 2015
I have been saying this always, only one part of India developing does not mean India has developed. Eastern India must develop: PM
— PMO India (@PMOIndia) August 18, 2015
Earlier Govt played with pride of Bihar & gave only Rs. 12,000 crore. From that Rs.1,000 crore was what was left from Atal ji time: PM
— PMO India (@PMOIndia) August 18, 2015
Today I am here to fulfil a promise of mine: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
I had said Bihar will be given a package of Rs. 50,000 crore. I could not talk about it last time due to Parliament: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
4 days ago Parliament session concluded and today from this land I am fulfilling my promise: PM @narendramodi https://t.co/49EQPosP2m
— PMO India (@PMOIndia) August 18, 2015
From this land, I am announcing the package for Bihar: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
I am announcing a package of Rs. 1.25 lakh crore. This package will change the face of Bihar: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
I promise you I will implement this package fully. If we want to solve people's problems then the only way ahead is development: PM
— PMO India (@PMOIndia) August 18, 2015
Towards a developed Bihar...PM @narendramodi announces a package for Bihar. pic.twitter.com/Bs4alGKx7m
— PMO India (@PMOIndia) August 18, 2015
आज बिहार की जनता को दिया हुआ वादा पूरा किया। बिहार की प्रगति हमारे लिए सबसे महत्वपूर्ण है। http://t.co/J3a5oCFgIa
— Narendra Modi (@narendramodi) August 18, 2015
Better connectivity, more jobs, enhanced health & education facilities…Bihar's package will fully transform Bihar. http://t.co/S5kKFlqD0r
— Narendra Modi (@narendramodi) August 18, 2015
The 22 Skill Training Centres inaugurated in Bihar will open several windows of opportunities for the youth of Bihar. http://t.co/0U43qZft5U
— Narendra Modi (@narendramodi) August 18, 2015
जब होगी विकास की तेज रफ्तार, तब बनेगा समृद्ध बिहार pic.twitter.com/vLXIM4FX3t
— PMO India (@PMOIndia) August 20, 2015
बिहार पैकेज - पेट्रोलियम एवं गैस pic.twitter.com/hoDT1v8LDJ
— PMO India (@PMOIndia) August 20, 2015
बिहार पैकेज - पर्यटन pic.twitter.com/BrilErDip3
— PMO India (@PMOIndia) August 20, 2015
बिहार पैकेज - ग्रामीण सड़क pic.twitter.com/MKJNUHuDsX
— PMO India (@PMOIndia) August 20, 2015
बिहार पैकेज - स्वास्थ्य pic.twitter.com/rhBcydk8vs
— PMO India (@PMOIndia) August 20, 2015
बिहार पैकेज - विद्युत pic.twitter.com/tyfHGaKbrC
— PMO India (@PMOIndia) August 20, 2015