પીએમઇન્ડિયા
વેદાંત ભારતી સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો,
જૂની માન્યતા છે કે જયારે એક જ જગ્યા ઉપર, એક જ સ્વરમાં એકસાથે મળીને મંત્રોનો જાપ કરવામાં આવે તો તે જગ્યાએ ઉર્જાનું એક એવું ચક્ર નિર્માણ પામે છે, જે મનમંદિર, શરીર, આત્મા બધાને પોતાની પરિધિમાં સમાવી લે છે. નાદ-બ્રહ્મની કલ્પના આપણે ત્યાં એ જ સંદર્ભમાં સ્વીકૃત કરવામાં આવી છે. આધુનિક વિજ્ઞાન પણ નાદ-બ્રહ્મનાં સામર્થ્યની, મંત્રોનાં ઉચ્ચારણની તાકાતને નકારતું નથી. આજે, આ સમયે હું દક્ષિણામૂર્તિ સ્ત્રોત અને સૌંદર્યલહરીનાં આ અદભુત પાઠથી સમગ્ર વાતાવરણમાં એ જ ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું. એક દિવ્યાનુભૂતિ જેમાં રસ પણ છે, રહસ્ય પણ છે અને ઈશ્વરની સાથે એકાકાર થઇ જવાની અદમ્ય ઈચ્છા પણ છે.
સૌંદર્યલહરીનાં પ્રત્યેક મંત્રમાં એક અલગ જ શક્તિ છે, એક અલગ ભાવ છે. તે ભાવ, તે શક્તિ આ સમયે આપણને સૌને એક નવી ચેતના, નવી ઉર્જાથી ભરી રહી છે અને મારું સૌભાગ્ય રહ્યું છે, હું વર્ષોથી નવરાત્રીની સાધના સાથે જોડાયેલો વ્યક્તિ રહ્યો છું અને મારી નવરાત્રીની સાધનાનો જે ક્રમ છે તેમાં એક સ્થાન સૌંદર્યલહરીનું પણ છે.
હું પરમ પૂજ્ય શ્રી શ્રી શંકર ભારતી મહાસ્વામીજીને નમન કરીને વેદાંત ભારતીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યો અને તે જ ભાવવિશ્વમાં કેટલીક ક્ષણો વિતાવવાનું મને સૌભાગ્ય આપ્યું. એ મારું સદ્ભાગ્ય છે કે શ્રી શ્રી શંકર ભારતી મહાસ્વામીજીનાં સાનિધ્યમાં સૌંદર્યલહરીનાં પાઠનો સાક્ષાત અનુભવ આજે મને પણ મળી શક્યો. સ્વામીજીનાં આશીર્વાદથી આ રીતે સૌંદર્યલહરીનાં પાઠનાં દસ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
આપ સૌને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન છે, ખુબ શુભકામનાઓ છે. અને હું માનું છું કે તમે ભાગ્યશાળી છો, આ પવિત્ર કાર્યનો તમે એક ભાગ બની શક્યા છો.
ભાઈઓ બહેનો, આઠ દસ દિવસ પહેલા હું કેદારનાથજી ગયો હતો. મંદિરના કપાટ બંધ થવાના હતા. મારું સૌભાગ્ય હતું કે મહાદેવજીનાં દર્શન કરવાનો મને અવસર મળ્યો. જયારે પણ હું કેદારનાથ જાઉં છું, મારા મનમાં એક વિચાર વારંવાર આવે છે. કઈ રીતે હજાર વર્ષો પૂર્વે આદિ શંકરાચાર્યજી આ દુર્ગમ સ્થળ પર પહોંચ્યાં હશે.
આધુનિક ટેકનોલોજીના આ યુગમાં જ્યાં આજે પણ જવું સહેલું નથી, ત્યાં હજાર વર્ષો પૂર્વે આદિ શંકર કઈ રીતે પહોંચ્યા હશે. ઉર્જાનું તે કયું ચક્ર હશે, કયું સામર્થ્ય હશે, જેની શક્તિથી માત્ર 32 વર્ષની આયુમાં શંકરાચાર્યજીએ સમગ્ર ભારતની ત્રણ વાર પગે ચાલીને પરિક્રમા કરી, દેશના ચાર ખૂણામાં ચાર મઠોની સ્થાપના કરી. ભારતની સાંસ્કૃતિક એકતાને એક માળામાં પરોવવાનો અદભુત સફળ પ્રયાસ કર્યો.
આદિ શંકરાચાર્યજીએ પોતાનું જીવન આપણી આધ્યાત્મિક પરંપરાઓને મજબુત કરવામાં સમર્પિત કરી દીધું હતું. આપણી સંસ્કૃતિમાં જે ખોટી પરંપરાઓ ધીમે ધીમે ભેગી થઇ ગઈ હતી, તેમનું આદિ શંકરાચાર્યજીએ ખુબ સ્પષ્ટ રીતે, ઝીણવટ પૂર્વક તેની સમીક્ષા અને વિશ્લેષણ કર્યું અને એ ઉંમરે પોતાની અંદરની ખરાબીઓની ટીકા કરવાની એમણે હિંમત બતાવી. સ્પષ્ટ તર્કો આપીને તેમણે આવનારી પેઢીને ખોટા રસ્તા પર જતા રોકવા માટે ભરપુર પ્રયાસો કર્યા. શિવ, શક્તિ, વિષ્ણુ ગણપતિ અને કુમારની પૂજાને, એક સાથે કરવાની પરંપરાને તમે બળ આપ્યું. આદિ શંકરાચાર્યએ વેદ અને ઉપનિષદનાં જ્ઞાનથી સંપૂર્ણ ભારતને એકીકૃત કર્યું, એકતાનાં ભાવ સાથે જોડ્યું. શાસ્ત્રને તેમણે સાધન બનાવ્યું, શસ્ત્ર ના બનવા દીધું. જુદી જુદી વિચારધારાઓ અને દર્શનની સઘળી વાતોને એમણે આત્મસાત કરી અને લોકોને જ્ઞાન અને ભક્તિનાં માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કર્યા. ભવિષ્યની પેઢી માટે તેમણે સૌંદર્યલહરીની રચના કરી. એક એવી રચના જેનાથી દેશનો સામાન્ય નાગરિક જોડાઈ શક્યો. દેવીની સ્તુતિ કરીને સૌંદર્યલહરીમાં એ વાત ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો કે ઈશ્વરના જુદા જુદા સ્વરૂપોમાં કોઈ ભેદ કરવામાં ન આવે.
“एकं सद्विप्रा बहुधा वदन्ति”
સૌંદર્યલહરીથી મળેલા આશીર્વાદ ભક્તોમાં પણ કોઈપણ ભેદભાવ વિના, પ્રત્યેકને સમાન રૂપે પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે સૌંદર્યલહરીનાં પાઠથી જ્ઞાન, ધન, સ્વાસ્થ્ય, બધાનો લાભ થાય છે. આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલું તપ ભારતીય સંસ્કૃતિના વર્તમાન સ્વરૂપમાં આજે પણ વિદ્યમાન છે. એક એવી સંસ્કૃતિ જેની માટે બધું જ ગ્રાહ્ય છે, જે બધાને આત્મસાત કરે છે, બધાને સાથે લઈને ચાલે છે. અને એ જ સંસ્કૃતિ ન્યુ ઇન્ડિયાનો પણ આધાર છે. એવી સંસ્કૃતિ જે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર વિશ્વાસ ધરાવે છે.
ભાઈઓ અને બહેનો, આદિ શંકાચાર્યનાં સંદેશને જન-જન સુધી પહોંચાડવામાં શ્રી શ્રી શંકરભારતી મહાસ્વામીજીએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને એકાત્મ ભાવનો આદિ શંકરાચાર્યનો સંદેશ તેઓ વેદાંત ભારતીના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. વેદ, ઉપનિષદ, અનેક ભાષ્યો, કેટલાય પુસ્તકોનાં પ્રકાશનથી તેઓ સતત જોડાયેલા રહ્યા છે અને તે પ્રવૃત્તિને આગળ વધારતાં ગયા છે.
સાથીઓ ભારતનો આધ્યાત્મિક મહિમા અને અતિ પ્રાચીન સંદેશને જેટલા વધુ લોકો વાંચે, તેટલું જ વિશ્વનું કલ્યાણ થશે. ગૂંચવણોમાં ફસાઈને પડેલી માનવજાત, સંકટોથી ઘેરાયેલી માનવજાત, તું મોટો કે હું મોટો, તારો માર્ગ મોક્ષને પ્રાપ્ત કરશે કે મારો માર્ગ મોક્ષને પ્રાપ્ત કરશે, એવા સંકટમાંથી જયારે માનવજાત પસાર થઇ રહી છે ત્યારે આદિ શંકરાચાર્ય અદ્વૈતનો સિદ્ધાંત જ્યાં દ્વૈત નથી, ત્યાં જ તો અદ્વૈત હોય છે અને જ્યાં દ્વૈત નથી ત્યાં સંઘર્ષની સંભાવના પણ નથી હોતી. સંપૂર્ણ વિશ્વનાં દેશોમાં જીવનનાં માર્ગમાં જયારે પણ કોઈ પ્રકારની અડચણ આવે છે ત્યારે દુનિયાની નજર ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પર આવીને અટકી જાય છે. એક રીતે વિશ્વની બધી જ સમસ્યાઓનો ઉત્તર આપણી પરંપરાઓમાંથી મળી શકે તેમ છે. આપણી સંસ્કૃતિમાંથી થઇ શકે તેમ છે. જયારે આપણે કહીએ છીએ અને માત્ર કહીએ છીએ એવું નથી, આપણને તે રીતે જીવવાનાં સંસ્કાર મળેલા છે.
ॐ सह नाववतु । सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै । तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
બધાનું પોષણ થાય, બધાને શક્તિ મળે, અમે ક્યારેય એવું નથી કહેતા કે મારું પોષણ થાય, મને શક્તિ મળે. અમે એવું નથી કહેતા કે મંદિરમાં જાય એનું પોષણ થાય, તેને શક્તિ મળે. બધાનું પોષણ થાય, બધાને શક્તિ મળે. “सह नाववतु । सह नौ भुनक्तु” એ આપણા સંસ્કાર છે. કોઈ કોઈનાથી દ્વેષ ન કરે.
આજે આ અવસર પર હું વેદાંત ભારતીનાં એક આયોજનનો ખાસ ઉલ્લેખ કરવા માંગું છું અને તે છે “વિવેકદીપની” અને “વિવેકઉત્કર્ષની પ્રતિયોગિતા”. ખુબ ઓછા લોકોને જાણ હશે આદિ શંકરાચાર્યનાં સંવાદને, તે વાતોને, આપણા દેશમાં એક લાંબો કાળખંડ એવો રહ્યો જ્યારે આપણી સંસ્કૃતિ, આપણી આધ્યાત્મિક પરંપરાને નબળી બનાવવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો. તેનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ઘણા પ્રહારો થયા, પરંતુ હજારો વર્ષોથી ચાલી રહેલી આપણી વિરાસતને કોઈ ખતમ ન કરી શક્યું. કહેવાય છે કે –
दीन-ए-इलाही का बेबाक बेड़ा,
नक्शा जिसका अक्स-ए-आलम में पहुंचा।
किए पांच सौ पार सातों समुंद्र,
न अमन में ठिठका न कोई गुलजाम में झिझका।
वो डूबा दोहाब-ए में गंगा के अंदर।।
આ સામર્થ્ય, પરંતુ ગુલામીનાં લાંબા સમયમાં એટલો પ્રભાવ જરૂરથી પડ્યો કે આપણા આધ્યાત્મિક જ્ઞાનની પરંપરા મુખ્યત્વે પુસ્તકો સુધી જ સીમિત બનતી ગઈ છે. કેટલાક પંડિતો પાસે સુરક્ષિત રહી ગઈ છે. સ્વતંત્રતા પછી જે રીતે પ્રયાસો થવા જોઈતા હતા તે પણ કરવામાં આવ્યા નહિં. એવામાં જયારે આજનો નવયુવાન મોબાઇલ ફોન પર જ જ્યારે બધું વાંચી રહ્યો છે, તો પછી પુસ્તકોમાં આપણું જે જ્ઞાન છપાયું છે, તેના વિષે તેને કઈ રીતે ખબર પડશે. આપણી આ મહાન વિરાસતથી તેને કોણ પરિચિત કરાવશે. અને એટલા માટે શાળાનાં વિદ્યાર્થીઓને “વિવેકદીપની” કાર્યક્રમનાં માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મુલ્યો વિષે જણાવવું અને તેની પ્રશ્નોત્તરી પ્રતિયોગિતા કરાવવી, હું સમજુ છું કે સ્વામીજીની એક ઘણી મોટી પહેલ છે. અને ભાવિ પેઢીઓ માટે ઘણી મોટી સેવાનું કામ તમારા આ માધ્યમથી થઇ રહ્યું છે.
દેશના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આજની પેઢી એકબીજાને જાણે, પોતાની વિરાસતને ઓળખે એ ખુબ જરૂરી છે. તેને એકબીજાની રહેણીકરણી, ખાણીપીણી, એકબીજાની ભાષા બોલીનાં મહત્વપૂર્ણ શબ્દોની જાણકારી હોય, વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા આ કહેવામાં ઘણું સારું લાગે છે. પરંતુ આપણે સિંગાપુરને જેટલું જાણીએ છીએ તેટલું ક્યારેય બંગાળને નથી જાણતા. આપણે દુબઈને જેટલું જાણીએ છીએ તેટલું કદાચ દહેરાદુનને નથી જાણતા. આજે આપણે આપણા લોકોને જ ભૂલી રહ્યા છીએ અને એટલા માટે અમારો એ પ્રયત્ન છે કે સરદાર પટેલ જયંતિથી આનો અમે પ્રારંભ કર્યો છે ગયા વર્ષે “એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન” હું પણ ઇચ્છુ છું કે આપણા વિદ્યાર્થીઓની વચ્ચે આવી જ સ્પર્ધાઓ થાય, ક્વીઝ કોમ્પિટિશન થાય. દેશના જુદા જુદા ભૂ-ભાગ, જુદી જુદી પરંપરાઓ, જુદા જુદા જીવન તેને હિન્દુસ્તાનના દરેક ખૂણાનાં લોકોને જાણ હોવી જોઈએ.
ભારતીય દર્શનમાં કોઈપણ વ્યક્તિ માટે અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ કરવાનું હોય છે. વેદ અને ઉપનિષદથી નિર્મિત આ દર્શન “વ્યક્તિ” એટલે કે વ્યક્તિગત, “સમષ્ટિ” એટલે કે સમાજ, “સૃષ્ટિ” એટલે કે સર્જન અથવા બ્રહ્માંડ અને “પરમેષ્ટિ” એટલે કે ઈશ્વરને એકબીજા સાથે જોડાયેલા માને છે. આપણે તેને ટુકડાઓમાં વિભાજીત નથી જોતા. એક અખંડ રૂપમાં જોઈએ છીએ. એકાત્મ રૂપમાં જોઈએ છીએ. આ જ દર્શન આ ધરતીને જગતમાતાના રૂપમાં માન્યતા આપે છે. આ દર્શન કહે છે કે પૃથ્વી દરેકની છે. પૃથ્વી એ મા છે. આ જ દર્શનથી નીકળેલ “વસુધૈવ કુટુંબકમ” એ જ તો ભાવના ઉજાગર કરે છે આ સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે.
એ જ રીતે સૌન્દર્ય લહરીનો પણ એક મંત્ર છે- ““फल: अपिवान्छा समाधिकम” એટલે કે ધરતી પાસેથી આપણે જેટલું માંગીએ છીએ જેટલી આપની ઈચ્છા હોય છે, તે આપણને તેના કરતા પણ વધારે જ આપે છે. કેટલું મોટું સત્ય, કેટલા સાધારણ શબ્દોમાં. પ્રકૃતિ પાસેથી આપણને સૌને પુરતું પાણી, વાયુ, નદી, અન્ન, ખનીજ, વૃક્ષો-છોડવાઓ, બધું જ પૂરતા ભંડારમાં મળેલું છે. જરૂરિયાત છે તો આ વરદાનને સંભાળીને રાખવાની.
આ જ વિચાર આપણી પરંપરા છે. આપણે ત્યાં પ્રકૃતિનું દોહન નહિં પરંતુ પ્રકૃતિ પાસેથી મળનારા ઉત્પાદનોનો સંતુલિત ઉપયોગ કરવા ઉપર ભાર મુકવામાં આવે છે. પ્રકૃતિનું શોષણ એ આપણે ત્યાં ગુનો માનવામાં આવે છે. પ્રકૃતિનું જતન એટલે જ માનવને અધિકાર છે. આ આપણી પરંપરાએ આપણને શીખવાડ્યું છે. અને આ જ વિચાર હંમેશાથી અમારા શાસનમાં, વહીવટમાં તમને જોવા મળે છે.
ભાઈઓ અને બહેનો, ભારત એક એવો દેશ છે જે માત્ર પોતાના માટે જ નહી, પરંતુ સમગ્ર વિશ્વનાં ન્યાય, ગરિમા, અવસર અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે. તમે જાણતા જ હશો કે ભારતનાં જ પ્રયાસોથી ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સની રચના કરવામાં આવી છે. સૌર ઉર્જાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આજે કેન્દ્રની યોજનાઓમાં પણ તમને પ્રકૃતિની રક્ષાના આ ભાવની ઝલક જોવા મળશે. સૌર ઉર્જા, પવન ઉર્જા, પાણીથી વીજળી બનાવવાનાં ક્ષેત્રમાં જેટલું કામ અત્યારે થઇ રહ્યું છે, તેટલું કદાચ પહેલા ક્યારેય નહોતું થયું.
વિશ્વનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ક્ષમતા વિસ્તરણ ધરાવતો કાર્યક્રમ (Capacity Expansion Programme) આજે જો કોઈ દેશમાં ચાલી રહ્યો છે, તો તે દેશ છે સૌન્દર્યલહરી વાળાઓનો દેશ છે.
સરકાર એ લક્ષ્ય તરફ કામ કરી રહી છે કે 2030 સુધીમાં દેશની 40 ટકા ઉર્જાની જરૂરિયાતોની પૂર્તિ બિન અશ્મિભૂત ઇંધણ આધારિત પુનઃપ્રાપ્ય ઉર્જાથી જ મળી રહે. સરકારનું લક્ષ્ય 2022, જયારે ભારત સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હશે, ત્યાં સુધીમાં 175 ગીગાવોટ, હું મેગાવોટ નથી કહી રહ્યો. મેગાવોટ એ તો વીતેલા દિવસોની વાત છે. હવે હિન્દુસ્તાન ગીગાવોટ ઉપર વિચારે છે. ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાનાં ઉત્પાદનનું છે. સરકારના પ્રયાસોની અસર છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં 22 હજાર મેગાવોટથી પણ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જાની નવી ક્ષમતાને પાવર ગ્રીડ સાથે જોડવામાં આવી છે. જયારે પાછલી સરકારનાં છેલ્લા ત્રણ વર્ષોમાં માત્ર 12 હજાર મેગાવોટની પુનઃપ્રાપ્ય ઉર્જાની નવી ક્ષમતાને જોડવામાં આવી હતી. એ જ રીતે પાછલી સરકારે પોતાનાં છેલ્લા ત્રણ વર્ષોમાં પુનઃપ્રાપ્ય ઉર્જા પર 4 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. અમે આવીને ત્રણ વર્ષની અંદર-અંદર આ ક્ષેત્રમાં લગભગ લગભગ 11 હજાર કરોડ રૂપિયાનાં રોકાણ કરતા પણ વધુ રકમ અમે ખર્ચ કરી છે.
વર્તમાન સમયમાં આપણા દેશમાં અંદાજે 300 ગીગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા છે. તેમાં કોલસાથી, પાણીથી, સુર્યથી અને પવન ઉર્જાથી આ બધા જ પ્રકારની વીજળીનો સમાવેશ થઇ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો દેશમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો 750 ગીગાવોટ વીજળી માત્ર સોલર પાવરમાંથી બનાવી શકાય તેમ છે. સૂર્ય ઉર્જાથી બનાવી શકાય છે. આ આપણા દેશની ક્ષમતા છે અને આપણે તેનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ.
સરકાર તરફથી આ દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એના માટે દેશભરમાં સોલર પાર્ક લગાવવામાં આવી રહ્યા છે, રૂફ ટોપ સોલર પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે બિલ્ડીંગ બાય કાયદાઓમાં પરિવર્તન કરવામાં આવ્યું છે, સરકારી ઈમારતોનાં સોલર પ્લાન્ટ માટે ઓછા વ્યાજ દરો પર ધિરાણ આપવામાં આવી રહ્યું છે. સોલર પ્લાન્ટ્સને માળખાગત બાંધકામનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમને લાંબા સમયનું ધિરાણ પણ આપવામાં આવી રહ્યું છે. અને બેંગલુરુની ધરતી તો એક રીતે સ્ટાર્ટ અપની ધરતી છે. અહીના નવયુવાનોનવા આવિષ્કાર કરે છે. નવી શોધખોળ કરે છે. હું બેંગલુરુના સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા નવયુવાનોને આજે નિમંત્રણ આપવા માંગું છું. આવો આપણે સાથે મળીને સ્વચ્છ રસોઈનું આંદોલન ચલાવીએ. ગરીબના ઘરમાં પણ સોલર એનર્જીના માધ્યમથી સૂર્ય ઉર્જાના માધ્યમથી રસોઈ કરવાના સસ્તામાં સસ્તા ચુલા આપણે કઈ રીતે બનાવીએ. જુના જે સૂર્ય કુકર હતા તો આજના પરિવારોની પાસે એટલો સમય નથી. તેઓ તો એવો જ ચૂલો ઈચ્છે છે જેવો ગેસનો ચૂલો હોય છે. અને તે આજે શક્ય છે. બેંગલુરુના નવયુવાનો, સ્ટાર્ટ અપની દુનિયાના નવયુવાનો, હિન્દુસ્તાન એક ઘણું મોટું બજાર છે. જે પણ આ ક્ષેત્રમાં આવશે સ્વચ્છ રસોઈ માટે ગરીબ માતાઓના પણ આશીર્વાદ મળશે. જંગલમાં રહેનારા લોકોને પણ ક્યારેય જંગલ કાપવા નહિ પડે, લાકડા કાપવા નહી પડે. સોલર ઉર્જાથી તેના ઘરનો ચૂલો સળગશે. તે પોતાનું ભોજન રાંધીને બાળકોને ઓછા સમયમાં ભોજન આપી શકશે. નવા આવિષ્કાર આપણે એવા કરવાના છે જે દેશની નવી પેઢીને કામમાં આવે. જે દિવસે દેશની વધુમાં વધુ સંસ્થાઓ પોતાની ઉર્જાની જરૂરિયાતો પોતે જ પૂરી કરવા લાગશે તો તમે જોશો કે કઈ રીતે તેની અસર સમાજના દરેક સ્તર પર પડવા લાગે છે.
સાથીઓ, નવા એપ્રોચથી પર્યાવરણની રક્ષાની સાથે જ લોકો અને દેશના પૈસાની પણ બચત થઇ રહી છે, તેનું ઉદાહરણ હું તમને આપવા માંગું છું. ભાઈઓ અને બહેનો, એલઈડીનો બલ્બ કે જે પહેલા 350 રૂપિયાથી પણ વધુનો આવતો હતો તે હવે ઉજાલા યોજના હેઠળ માત્ર 40-45 રૂપિયામાં ઉપલબ્ધ છે. અત્યાર સુધી દેશમાં 27 કરોડથી પણ વધુ એલઈડીના બલ્બ અમારી સરકાર બન્યા પછી વિતરિત કરવામાં આવ્યા છે. અહિયાં કર્ણાટકમાં પણ લગભગ લગભગ પોણા બે કરોડ એલઈડીના બલ્બ વિતરિત કરવામાં આવ્યા છે. જો એક બલ્બની કિંમતમાં અંદાજીત 250 રૂપિયાનો પણ ઘટાડો માનીએ તો દેશના મધ્યમ વર્ગને આનાથી લગભગ 7 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે. એટલું જ નહી, આ બલ્બ દરેક ઘરમાં વીજળીનું બીલ પણ ઓછું કરી રહ્યો છે. જેના પણ ઘરમાં એલઈડી બલ્બ હશે તેનું વીજળીનું બીલ ઓછું થવાની ગેરંટી છે. અને તેના કારણે એલઈડી બલ્બના ઉપયોગના કારણે ઉર્જાની જરૂરિયાત ઓછી થઇ, બીલ ઓછું આવ્યું. અને માત્ર એક વર્ષમાં હિન્દુસ્તાનનાં મધ્યમ વર્ગના પરિવારોનાં ખિસ્સામાં આશરે 14 હજાર કરોડ રૂપિયા કરતા વધુની અંદાજીત બચત થઇ છે. સ્વાભાવિક છે કે એલઈડીનાં વધુ વપરાશનાં કારણે વીજળીનો ઉપયોગ પણ ઓછો થયો છે. વીજળીની જરૂરિયાત ઓછા થવાનો અર્થ છે કે હાલની વપરાશમાં લગભગ 7000 મેગાવોટની ઓછી જરૂર પડી, 7000 મેગાવોટ વીજળી બચી, જો 7000 મેગાવોટનો પ્લાન્ટ લગાવી દઈએ છીએ તો ઓછામાં ઓછું 35થી 40 હજાર કરોડ રૂપિયાની કિંમત લાગે. માત્ર વીજળી બચાવીને દેશનાં 35-40 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. એટલે કે માત્ર દ્રષ્ટિકોણ બદલીને કામ કરવાથી, માત્ર એક જ યોજનાના માધ્યમથી મધ્યમ વર્ગનાં પરિવારોનાં ખિસ્સામાં જે પૈસા બચ્યા, બલ્બ ખરીદવામાં જે બચત થઇ તે, વીજળીમાં જે બચત થઇ તે લગભગ લગભગ 55થી 60 હજાર કરોડ રૂપિયાનો આ દેશને, આ દેશના મધ્યમ વર્ગનાં પરિવારોને ફાયદો થયો છે.
સરકારનાં પ્રયત્નોથી હવે જ્યાં જ્યાં સ્થાનિક સંસ્થાઓ પોતાની શેરીની લાઈટને એલઈડી બલ્બ સાથે બદલી રહી છે, તે એમને પણ આર્થિક ફાયદો થઇ રહ્યો છે. હું બનારસનો સંસદ સભ્ય છું, મેં બનારસમાં આ કામ કરાવ્યું, તો એમના આશરે 15 કરોડ રૂપિયા બચી રહ્યા છે. કે જે બીજા અન્ય કામોમાં લાગી રહ્યા છે. અને અનુમાન છે કે એક ટાયર ટુ શહેરમાં નગર નિગમને સરેરાશ 10 થી 15 કરોડ રૂપિયાની બચત આનાથી થઇ રહી છે.
આ પૈસા હવે શહેરનાં વિકાસમાં ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સરકારનાં આ પ્રયત્નોથી ભારત વિદેશથી પેટ્રોલ ડીઝલની આયાત પર જેટલી રકમ ખર્ચ કરે છે, તે પણ બચવાની સંભાવના તેમાં પડેલી છે.
ભાઈઓ અને બહેનો, ભવિષ્ય પેટ્રોલ અને ડીઝલનું નથી, એક ને એક દીવસે આ પ્રાકૃતિક સંપદા ખલાસ થઇ જવાની છે. ભવિષ્ય સૌર ઉર્જાનું છે, પવન ઉર્જાનું છે, જળ વિદ્યુતનું છે. આપણા દેશમાં આ કામ એટલા માટે પણ સરળતાથી થઇ શકે છે કારણ કે આપણે પ્રકૃતિને સંભાળીને રાખનારા, પ્રકૃતિની પૂજા કરનારા લોકો છીએ. આપણે ત્યાં વૃક્ષો માટે પોતાનો જીવ પણ આપી દેવાની પરંપરા રહી ચુકી છે, ડાળી તોડતા પહેલા પણ પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાણી, વનસ્પતિ પ્રત્યે સંવેદના આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે. આપણે દરરોજ આરતી પછીનાં શાંતિ મંત્રમાં “वनस्पतय: शांति आप: शांति” કહીએ છીએ.
પરંતુ એ પણ સત્ય છે કે, સમયની સાથે આ પરંપરા પણ કોઈ ને કોઈ ઈજાથી ફસાઈ ગઇ છે. આજે સંત સમાજે આ દિશામાં પણ પોતાનો પ્રયત્ન વધારવો પડશે. જે આપણા ગ્રંથોમાં છે, આપણી પરંપરાઓનો ભાગ રહ્યો છે, તેને આચરણમાં લાવવાથી જ જળવાયું પરિવર્તનનાં પડકારનો સામનો કરી શકાય તેમ છે. આપણું સંપૂર્ણ ઋગ્વેદ આને જ સમર્પિત છે.
ભાઈઓ અને બહેનો, તમને હું ઉજ્જવલા યોજનાનું પણ આજે ઉદાહરણ આપવા માંગું છું. આ યોજનાનાં માધ્યમથી સરકાર અત્યાર સુધી ત્રણ કરોડથી વધુ ગરીબ મહિલાઓને મફતમાં ગેસનાં જોડાણો આપી ચુકી છે. જયારે આ મહિલાઓની પાસે ગેસના જોડાણો નહોતા તો તેઓ લાકડાઓ પર કે પછી કેરોસીન ઉપર નિર્ભર હતી. સરકારની યોજનાએ માત્ર તેમની જિંદગીને સરળ જ નથી બનાવી પરંતુ આ યોજના પર્યાવરણ માટે પણ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે.
હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠેલા મારા દેશમાં સમયની સાથે પરિવર્તન આવી રહ્યા છે. વ્યક્તિમાં પરિવર્તન, સમાજમાં પરિવર્તન. પરંતુ સમયની સાથે જ અનેક વાર કેટલીક બદીઓ સમાજમાં વ્યાપ્ત થઇ જાય છે. આ આપણા સમાજની વિશેષતા છે કે, જયારે પણ આવી બદીઓ આવી છે, તો તેને સુધારવા માટે તે કામ સમાજની વચ્ચેથી જ કોઈ ને કોઈએ શરૂ કર્યું છે. આપણા દરેક સંત મહાપુરુષને યાદ કરો તેમણે આપણા સમાજની બદીઓ વિરુદ્ધ જીવન લોકોને પર્યંત શિક્ષિત કર્યા છે. એક કાળ એવો પણ આવ્યો કે જયારે એનું નેતૃત્વ માત્ર આપણા દેશના સાધુ સંત સમાજનાં હાથોમાં હતું.
આ ભારતીય સમાજની અદભુત ક્ષમતા છે કે સમય સમય પર આપણને આદિ શંકરાચાર્ય, મહાન સંત બસવેશ્વર જેવા દેવતુલ્ય મહાપુરુષો મળ્યા, જેમણે આ બદીઓને ઓળખી, તેનાથી મુક્તિનો રસ્તો બતાવ્યો.
આજે સમયની માંગ છે પૂજાનાં દેવની સાથે જ રાષ્ટ્ર દેવતાની પણ વાત કરવામાં આવે, પૂજામાં પોતાના ઇષ્ટદેવની સાથે ભારત માતાની પણ વાત કરવામાં આવે. અશિક્ષા, અજ્ઞાનતા, કુપોષણ, કાળુંનાણું, ભ્રષ્ટાચાર જેવી જે બદીઓએ ભારત માતાને જકડીને રાખ્યા છે, તેનાથી દેશને મુક્ત કરાવવા માટે સંત અને આધ્યાત્મિક સમાજ પણ પોતાના પ્રયાસો વધારે, દેશને રસ્તો દેખાડે.
આપણા સૌની ભાગીદારીથી જ, આપણા સૌના પ્રયાસોથી જ ન્યુ ઇન્ડિયાનું નિર્માણ થશે. સૌના સહકાર, સૌના પ્રયાસથી જ સૌનો વિકાસ થશે.
હું એકવાર ફરી આપ સૌને સૌન્દર્યલહરીનાં પઠનનાં આ અદભુત આયોજન અને તેના દસ વર્ષ પૂર્ણ થવા બદલ અને આ દસ વર્ષ એક અખંડ સાધના હોય છે. હું આપ સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું. અને તે તમામ સાધકોને જેઓ આજે અહિયાં ઉપસ્થિત છે, જે ઉપસ્થિત નથી, જેમણે દસ વર્ષ સુધી આ સાધના કરી છે, હું તેમના ચરણોમાં વંદન કરીને તે મહાન તપસ્યા માટે તેમનો આભાર વ્યક્ત કરું છું.
શ્રી શ્રી શંકર ભારતી મહાસ્વામીજીને નમનની સાથે હું મારી વાણીને વિરામ આપું છું.
હું ફરી એકવાર આ પવિત્ર અવસર પર પવિત્ર માહોલમાં શંકરાચાર્યના સમયથી ચાલી રહેલા પવિત્ર મંત્રના ગુંજનમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું મારી માટે તે ધન્ય પળ છે, હું જીવનમાં ધન્યતાની સાથે આપ સૌના આશીર્વાદ લઈને મા ભારતી માટે કંઈક સારા કામ કરતો રહું એવા આપના આશીર્વાદ સદા બનેલા રહે.
ખુબ ખુબ આભાર!!!
मान्यता है कि जब एक ही जगह पर, एकजुट होकर मंत्र का जाप किया जाए, तो ऊर्जा का ऐसा चक्र निर्मित होता है, जो मन-मंदिर, शरीर-आत्मा सभी को अपनी परिधि में ले लेता है। आधुनिक विज्ञान भी इससे इनकार नहीं करता।
— PMO India (@PMOIndia) October 29, 2017
आज इस समय मैं इस अद्भुत पाठ से पूरे वातावरण में वही ऊर्जा महसूस कर रहा हूं: PM
हमारी संस्कृति में जो गलत परंपराएं धीरे-धीरे शामिल हो गई थीं, उनका आदि शंकराचार्य ने विश्लेषण किया, उनकी आलोचना की और सटीक तर्क देकर उन्हें आगे की पीढ़ियों में जाने से रोका। शिव-शक्ति-विष्णु-गणपति और कुमार की पूजा की भारतीय परंपरा को उन्होंने पुनर्स्थापित किया: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
आदि शंकराचार्य ने वेद और उपनिषद के ज्ञान से संपूर्ण भारत को एकीकृत किया, एकता के भाव से जोड़ा। शास्त्र को उन्होंने साधन बनाया, शस्त्र नहीं। अलग-अलग विचारधाराओं और दर्शन की अच्छी बातों को उन्होंने आत्मसात किया और लोगों को ज्ञान और भक्ति के मार्ग पर चलने के लिए प्रेरित किया: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
आदि शंकराचार्य द्वारा किया गया तप भारतीय संस्कृति के वर्तमान स्वरूप में आज भी विद्यमान है। एक ऐसी संस्कृति जो सबको आत्मसात करती है, सबको साथ लेकर चलती है। यही संस्कृति न्यू इंडिया का भी आधार है। ऐसी संस्कृति जो सबका साथ सबका विकास के मंत्र पर विश्वास रखती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
एक तरह से विश्व की समस्त समस्याओं का उत्तर भारतीय संस्कृति में है। हम कहते हैं- “सहनाववतु-सह नौ भुनक्तु”...सभी का पोषण हो, सभी को शक्ति मिले, कोई किसी से द्वेश ना करे: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
प्रकृति से हम सभी को पर्याप्त भंडार मिला हुआ है। हमारे यहां प्रकृति का दोहन नहीं बल्कि प्रकृति से मिलने वाले उत्पादों का संतुलित उपयोग करने पर बल दिया जाता है। यही विचार हमेशा से हमारे शासन में, हमारे प्रशासन में दिखा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
LED का बल्ब जो पहले 350 रुपये से ज्यादा का होता था वो अब उजाला स्कीम के तहत केवल 40 से 45 रुपये में उपलब्ध है। अब तक देश में 27 करोड़ से ज्यादा LED बल्ब बांटे जा चुके हैं। यहां कर्नाटक में भी पौने दो करोड़ LED बल्ब वितरित किए गए हैं: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
अगर एक बल्ब की कीमत में औसतन 250 रुपए की कमी मानें तो देश के मध्यम वर्ग को इससे लगभग 7 हजार करोड़ रुपए की बचत हुई है। इतना ही नहीं, ये बल्ब हर घर में बिजली बिल कम कर रहे हैं। इससे भी देश के मध्यम वर्ग की सिर्फ एक साल में 14 हजार करोड़ रुपए से ज्यादा की अनुमानित बचत हुई है: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
उज्जवला योजना के जरिए सरकार अब तक 3 करोड़ से ज्यादा महिलाओं को गैस कनेक्शन दे चुकी है। जब इन महिलाओं के पास गैस कनेक्शन नहीं था, तो वो लकड़ियों पर या फिर केरोसीन पर निर्भर थीं। उज्जवला ने ना सिर्फ उनकी जिंदगी आसान बनाई है, बल्कि पर्यावरण के लिए बहुत उपयोगी साबित हो रही है: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
समय की मांग है पूजा के देव के साथ ही राष्ट्रदेवता की भी बात हो, पूजा में अपने ईष्टदेव के साथ भारतमाता की भी बात हो। अशिक्षा, अज्ञानता, कुपोषण, कालाधन, भष्टाचार जैसी बुराइयों ने भारतमाता को जकड़ रखा है,उससे देश को मुक्त कराने के लिए संत और अध्यात्मिक समाज भी अपने प्रयास बढ़ाए: PM
— PMO India (@PMOIndia) October 29, 2017