Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેવડા કરવેરા ટાળવા માટે ભારત અને ઈઝરાઈલની વચ્ચે પ્રોટોકોલ અને સંબંધિત સમજૂતીમાં સંશોધન કરવાવાળા પ્રોટોકોલને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે બેવડા કરવેરાને ટાળવા અને આવક તથા મૂડી પર કરની બાબતમાં રોજકોષીય ચોરીને રોકવા માટે ભારત અને ઈઝરાઈલની વચ્ચે પ્રોટોકોલ અને સંબંધિત સમજૂતીમાં સંશોધન કરવા માટે પ્રોટોકોલને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.

આ પ્રોટોકોલમાં કર સંબંધી સૂચનાઓને અસરકારક રીતેથી આદાન-પ્રદાન માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકૃત માનકોનો ઉલ્લેખ છે, જેમાં બેંક સૂચનાઓ અને સ્થાનિક કર વિનાની સૂચનાઓનો સમાવેશ છે. આમાંથી એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે ભારતના કોઈપણ નિવાસીના સંબંધમાં ઈઝરાઈલથી જે સૂચનાઓ પ્રાપ્ત થશે, તેને ઈઝરાઈલ સમક્ષ પ્રાધિકરણથી સ્વીકૃતિ મળ્યા પછી અન્ય કાનૂની પ્રવર્તન એજન્સીઓની સાથે વહેંચી કરી શકાય છે. એજ રીતે ઈઝરાઈલના કોઈપણ નિવાસીના સંબંધમાં ભારત દ્વારા જે સૂચનાઓ પ્રાપ્ત થશે, તેને ભારતની સમક્ષ પ્રાધિકરણથી સ્વીકૃતિ મેળવ્યા પછી અન્ય કાનૂની પ્રવર્તન એજન્સીઓની સાથે વહેંચી શકાય છે.

આ પ્રોટોકોલમાં સમજૂતીના દુરૂપયોગ રોકવા માટે દુરૂપયોગ રોક પ્રાવધાનના રૂપમાં ‘લાભની સીમા’ અનુચ્છેદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમજૂતીનો દુરૂપયોગ થવાની સ્થિતિમાં આ અનુચ્છેદને પ્રાવધાનોને બદલે કરની ચૂકવણી ટાળવા અથવા ચોરીથી જોડાયેલ ઉપાયો અને ઘરેલૂ કાયદાના પ્રાવધાનોનો ઉપયોગ કરી શકાશે.

AP/J.Khunt/GP