Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેવડા કરવેરા ટાળવા માટે ભારત અને વિયતનામની વચ્ચે થયેલી સમજૂતીમાં સંશોધન કરનારા પ્રોટોકોલને કેબિનેટની સ્વીકૃતિ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે બેવડા કરવેરા ને ટાળવા અને આવક પર કરની બાબતમાં રોજકોષીય ચોરીને રોકવા માટે ભારત અને વિયતનામની વચ્ચે થયેલી સમજૂતીમાં સંશોધન કરવા માટે પ્રોટોકોલને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.

આ પ્રોટોકોલમાં કર સંબંધી સૂચનાઓને અસરકારક રીતે આદાન-પ્રદાન માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકૃત માનકોનો ઉલ્લેખ છે, જેમાં બેંક સૂચનાઓ અને સ્થાનિક કર વિનાની સૂચનાઓનો સમાવેશ છે. આમાંથી એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે ભારતના કોઈપણ નિવાસીના સંબંધમાં વિયતનામથી જે સૂચનાઓ પ્રાપ્ત થશે, તેને વિયતનામ સમક્ષ પ્રાધિકરણથી સ્વીકૃતિ મળ્યા પછી અન્ય કાનૂની પ્રવર્તન એજન્સીઓની સાથે વહેંચી શકાય છે. એ જ રીતે વિયતનામના કોઈપણ નિવાસીના સંબંધમાં ભારત દ્વારા જે સૂચનાઓ પ્રાપ્ત થશે, તેને ભારતની સમક્ષ પ્રાધિકરણથી સ્વીકૃતિ મેળવ્યા પછી અન્ય કાનૂની પ્રવર્તન એજન્સીઓની સાથે વહેંચી શકાય છે.

AP/J.Khunt/GP