Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની

બે મેટ્રો રેલ કોરિડોર અને ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મુંબઇ ખાતે પ્રધાનમંત્રીએ સંબોધેલી જનમેદની


મંચ પર બિરાજેલા તમામ વરિષ્ઠ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્રેમાળ ભાઇઓ અને બહેનો,

આજે 11 ઓક્ટોબર, જયપ્રકાશ નારાયણ જી ની જન્મજયંતિ છે અને સંયોગ છે કે જયપ્રકાશજી ની જન્મજયંતિના દિવસે મને આજે મુંબઇમાં, વિશેષ કરીને બાબા સાહેબ આંબેડકરના ભવ્ય સ્મારક નિર્માણના ભૂમિ પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ સુયોગ એટલા માટે છે કે ભારતના સંવિધાનના જન્મદાતા બાબા સાહેબ આંબેડકર અને ભારતના સંવિધાનનો દુરપયોગ કરતાં, ભારતના લોકતંત્ર પર ખતરો પેદા કરવાનું પાપ જ્યારે આ દેશમાં થયું ત્યારે સંવિધાનના જુસ્સાને જાળવી રાખવા માટે, સંવિધાનની ભાવનાઓને બચાવવા માટે બાબા સાહેબ આંબેડકરે જે આપણને લોકતંત્રના અધિકાર આપ્યા હતા, તે પરત લાવવા માટે જયપ્રકાશ નારાયણે આપાતકાલની સામે જંગ કર્યો હતો અને દેશ આપાતકાલમાંથી મુક્ત થયો હતો અને એ અર્થમાં હું સુયોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનું છું.

આજે અહીં ઘણી યોજનાઓનો શુભારંભ કરવાની તક મને મળી છે. દુનિયાના કોઇ પણ સમૃદ્ધ દેશ, તો આ એક વાત ખૂબ જ ધ્યાનમાં આવે છે, એ દેશનું પોર્ટ ક્ષેત્ર કેટલું વાઇબ્રન્ટ છે. સમુદ્રી તટનો દેશ હોય અને પોર્ટ ક્ષેત્ર વાઇબ્રન્ટ હોય. તમે જોયું હશે કે, એ દેશનું અર્થતંત્ર અને પોર્ટનો વિકાસ સાથોસાથ ચાલે છે. ભારતને પણ એક વૈશ્વિક આર્થિક વાતાવરણમાં પોતાનું સ્થાન બનાવવા માટે પોતાના પોર્ટ ક્ષેત્રને મજબૂત કરવાની જરૂર છે, તેનો વિકાસ કરવાની જરૂર છે, તેને આધુનિક બનાવવાની જરૂર છે અને આજે હું ગર્વ સાથે કહું છું કે આપણા નિતીન જી એ 15 મહિનાના ઓછા સમયમાં જે કામ કર્યું છે છેલ્લા દસ વર્ષમાં થઇ શક્યું નહોતું, એવી અનેક પહેલ લઇને સમગ્ર દેશના પોર્ટ ક્ષેત્રને નવી તાકાત આપવામાં આવી છે, નવી ઉર્જા આપવામાં આવી છે અને નવી ગતિ આપવામાં આવી છે.

ફોરેઇન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા થાય છે. આજે હું જોઇ રહ્યો છું કે સિંગાપોરની સાથે આઠ હજાર કરોડ રૂપિયાની પૂંજી રોકાણથી મુંબઇ અને હિન્દુસ્તાનને બંદર ક્ષેત્રની એક એવી ભેટ મળી રહી છે જે ફક્ત અહીનાં લોકોને રોજગાર આપે છે એમ નથી. વિશ્વ વેપારમાં પણ આપણી પ્રતિષ્ઠા વધશે. મેક ઇન ઇન્ડિયાની જ્યારે હું વાત કરું છું તો જે લોકો દેશમાં ઉત્પાદન માટે આવશે તેમને વિશ્વભરમાં પોતાનો માલ વેચવા માટે સારા બંદર ક્ષેત્રની જરૂર પડશે. સારા બંદરોની જરૂર ઉત્પન્ન થાય છે. આપણે જે ઝડપથી કામ કરી રહ્યા છીએ એના કારણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત, જ્યારે દેશમાં ઉત્પાદનની પરંપરા ચાલશે અને તે ઉત્પાદિત ચીજવસ્તુઓ વૈશ્વિક બજારને પકડશે ત્યારે આપણા આ બંદરનો વિકાસ પાછળ રહી જવો ન જોઇએ અને એટલા માટે મેક ઇન ઇન્ડિયા અને બીજી તરફ વિશ્વ વેપારની અંદર પોતાનું સ્થાન બનાવવા માટે બંદર ક્ષેત્રનો વિકાસ કરવો છે.

આપણા દેશમાં બંદરોના વિકાસ અંગે ઓછાવત્તા પ્રમાણેમાં દરેક લોકોએ વિચાર્યું છે. જોકે આજે ફક્ત બંદરના વિકાસથી કામ ચાલશે નહીં. આજે જરૂર છે બંદરના વિકાસની અને બંદરના વિકાસના આધાર પર બંદરમાં મહત્તમ માળખાકિય સુવિધાઓનું જોડાણ હોય, રેલ હોય, રોડ હોય, એરપોર્ટ હોય, કોલ્ડ સ્ટોરેજનું માળખું હોય, વેરહાઉસિંગનું નેટવર્ક હોય અને આ કામ માટે આપણા દેશના આખા સમુદ્ર તટને જોડનારા એક સાગરમાલા પ્રોજેક્ટ અમે આગળ વધારી રહ્યા છીએ. અટલ બિહારી વાજપેઇ જીએ આ સાગરમાલા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જોકે તે સરકાર ચાલી ગઇ, ત્યાર બાદ જે સરકાર આવી એનો એજન્ડો કંઇક જુદો હતો અને એના કારણે તે વિચાર ત્યાંનો ત્યાં જ રહી ગયો હતો. અમારી સરકાર બન્યા બાદ અટલ જીના એક વિચારને અમે આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. જે સમુદ્રી રાજ્યો છે, તેમની ભાગીદારીથી કારણ કે અમે સહકારી, સ્પર્ધાત્મક સમવાયતંત્ર પર ભાર મુકી રહ્યા છીએ. સમુદ્રી તટોના રાજ્યોનો સહયોગ હોય, સમુદ્રી તટના રાજ્યોની વચ્ચે સ્પર્ધા હોય, કોણ સારું બંદર બનાવે, કોણ સારા બંદરમાં આગળ આવ્યું. ભારત સરકાર અને રાજ્યો મળીને આ બંદર ક્ષેત્રનો કેવો વિકાસ કરે, અમે એ કામ તરફ આગળ વધી રહ્યા છીએ અને આજે એ કામનો શિલાન્યાસ કર્યો છે. આપણી તાકાત ખૂબ જ મોટી માત્રામાં એક જ જગ્યાએ વધી જશે અને એના કારણે જે નકામા ખર્ચા થતા હતા તે ઓછા થાય છે, નફાનું સ્તર વધે છે, વિસ્તાર કરવાની તક પણ મળે છે, મજૂરોને સન્માનપૂર્વક જીવવા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ શકે છે. ગરીબના કલ્યાણ માટે વિકાસનો આ માર્ગ નક્કી કરવાની દિશામાં આજે નિતિન જીના નેતૃત્વમાં આપણે પહોંચ્યા છીએ, આપણે વિશ્વમાં આપણું સ્થાન બનાવી શકીએ છીએ.

ભારત ઇરાનમાં ચાબહાર બંદના વિકાસ માટે ભાગીદારી કરી રહ્યું છે. કારણ કે અમે માનીએ છીએ કે આગામી દિવસોમાં આ બે ક્ષેત્રનો પ્રભાવ રહેવાનો છે. એક સમુદ્રિક અને બીજો સ્પેસ ટેક્નોલોજીનો. 21મી સદીમાં આ બંને ક્ષેત્ર ખૂબ જ પ્રભાવ પેદા કરવાનું છે અને એટલા માટે જ સ્પેસ હોય કે સમુદ્ર ભારત સમયની સાથે ઝડપથી આગળ વધવા માગે છે.

આપણા નિતિન જીની પાસે રોડ પણ છે. મહારાષ્ટ્રે તેમના કામને પહેલા પણ જોયું છે. તેઓ ઝડપમાં વિશ્વાસ રાખે છે. પહેલાના સમયે અગાઉની સરકારમાં પ્રતિ દિવસ કેટલા રોડ બનતા હતા, આજે હું તેની ચર્ચા કરવા માગતો નથી. આ વિષયમાં હું જે રસ રાખવા માગું છું, જાણકાર લોકો છે જરૂર શોધીને નીકાળે કે પ્રતિ દિવસે અમારા કેટલા કિલોમીટરના રસ્તા બને છે. જોકે આજે હું ગર્વ અને સંતોષ સાથે કહી શકું છું કે નિતિન જીએ જે પ્રકારે ઝડપ લાવી છે, એવરેજ પ્રતિ દિવસ 15 કિલોમીટરથી વધારેનો રોડ દેશમાં બની રહ્યો છે. અને એને વધારવાનો પ્રયાસ છે કારણ કે વિકાસ કરવો છે તો માળખાકિય સુવિધાઓ પર જોર આપવું જરૂરી હોય છે. અને રસ્તો જ્યારે બને છે તો એવો નહીં કે પૈસા છે એટલા માટે રસ્તો બને છે. જ્યારે રસ્તો બને છે ત્યારે પૈસા બનવાના શરૂ થઇ જાય છે, આ રસ્તાઓની તાકાત છે.

હું શ્રીમાન દેવેન્દ્ર જીને અભિનંદન આપવા માગું છું. આપણા દેશમાં ઓછામાં ઓછું એક મેટ્રો રેલ જેવું કામ ડીપીઆર કરે છે તો દોઢ-દોઢ બે-બે વર્ષ ચાલે છે. જોકે તેમણે ચાર મહિનાની અંદરો-અંદર એની ડીપીઆર તૈયાર કરી દીધી છે અને જે આ ફિલ્ડને જાણે છે તેમને ખબર હશે કે ચાર મહિનામાં આટલું મોટું કામ કાગળ પર કરવું, આ આપણા દેશના સ્વભાવમાં નથી, આપણી વ્યવસ્થામાં જ નથી. અને તેને કોઇ ખોટું પણ માનતું નથી. તમામને ખબર છે કે ભાઇ એટલો સમય તો લાગે છે, જોકે આ તમામ આદતોને છોડાવીને દેવેન્દ્ર જીએ જે ઝડપથી મેટ્રોના આ કામ પર ભાર મૂક્યો છે, એ બદલાતા શહેરોના જીવનની જરૂરિયાત બની ગયું છે. જો આપણે પર્યાવરણમિત્ર વિકાસનો વિચાર કરીએ તો સમૂહ વાહનવ્યવહાર, એ એક મોટો વિચાર છે. જે પ્રકારે આપણા શહેરો આગળ વધી રહ્યા છીએ, એ વધતા શહેરોને લોકો ક્યારેય સંકટ માનતા હતા, હું વધતા શહરોને તક માનું છું. શહેરની વૃદ્ધિ, આ બોજ નથી, આ તક છે અને એટલા માટે આપણી તમામ યોજનાઓ એ તકને ધ્યાનમાં રાખીને હોવી જોઇએ.

આજે દેશમાં 50 શહેરોમાં મેટ્રો નેટવર્ક બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, આપણે રેલવેમાં 100 ટકા ફોરેઇન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના દરવાજા ખોલી દીધા છે અને એનું એ પરિણામ આવ્યું છે કે આજે દેશભરમાંથી, દુનિયાભરમાંથી લોકો ભારતના રેલવેની અંદર પોતાનું રોકાણ કરવા માટે તૈયાર થઇ રહ્યા છે. 400ની આસપાસ રેલવે સ્ટેશન જે શહેરનું હ્દય છે, મોટી માત્રામાં જમીન છે, જોકે પ્લેટફોર્મ સિવાય કંઇ જ નથી, ટિકિટબારી છે, આરામ રૂમ છે, પ્લેટફોર્મ છે, તેને મલ્ટીસ્ટોરી રેલવે સ્ટેશન ન કરી શકાય ? આધુનિકથી આધિનિક 100 માળનું રેલવે સ્ટેશન ન થઇ શકે ? શહેરના હ્દયની જમીન કેટલી મૂલ્યવાન હોય છે, જોકે કોઇ ઉપયોગ કરતું નથી. અમે એ દિશા ઉઠાવી છે 400 રેલવે સ્ટેશન જે શહેરના હ્દય છે દેશમા, ત્યાં અનેક પ્રકારનો વિકાસ. નીચે ટ્રેન ચાલશે, ઉપર વિકાસ થશે. એ દિશામાં કામ કરી રહ્યા છીએ.

આ જે મેટ્રોનું કામ છે, હજારો કરોડ રૂપિયા લાગે છે જોકે સુવિધાઓ બને છે. હવે તો ટેક્નોલોજી પણ ઘણી, આધુનિક ટેક્નોલોજી દિવસેને દિવસે વધતી જાય છે. એના કારણે ગતિ મળવાની સંભાવના વધી જાય છે અને હું આ કામ માટે શ્રીમાન દેવેન્દ્ર જીને અભિનંદન આપું છું.

આપણા સુરેશ પ્રભુ જીએ રેલવેમાં ખરેખર ખૂબ જ સારું કામ કરીને દેખાડ્યું છે. પહેલા રેલવેનો વિસ્તાર , ગેઝનું રૂપાંતરણ, ડીઝલ એન્જીનથી વિજળીના એન્જીન સુધી જવું. આ તમામ બાબતોમાં એક ઉદાસીનતા જોવા મળતી હતી. આજે ગતિ આવી છે અને તેના પરિણામ પણ દેખાઇ રહ્યા છે. આગામી દિવસોમાં, અને જ્યારે રેલવેની વાત કરું છું તો બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરું છું. બાબા સાહેબ આંબેડકરે રેલ નેટવર્કનું સામાજીક મૂલ્યાકંન કર્યું અને એમણે કહ્યું હતું કે સમાજમાં જે છૂતઅછૂતનો ભાવ છે, ઊંચનીચનો ભાવ છે, અંતર રાખવાનો સ્વભાવ છે, એને તોડવાનું કામ રેલવે કરશે, એવું બાબા સાહેબ આંબેડકરે રેલવેનું એક એનાલિસિસ કર્યું હતું.

હું માનું છું કે જાહેર વાહનવ્યવહારની પદ્ધતિ બાબા સાહેબ આંબેડકર જેમાં સામાજિક એકતાનો અવસર જોતા હતા, એને પણ સાર્થક કરવાનું એક કારણ બની શકે છે. હું વિશેષ રીતે દેવેન્દ્ર જીને આ વાત માટે અભિનંદન આપવા માગુ છું.

આપણા દેશમાં ખેડૂતો માટે સિંચાઇની જેટલી વ્યવસ્થા હોવી જોઇએ, તે નથી થઇ. તે વરસાદ પર નિર્ભર રહે છે. જો વરસાદ ન પડે તો ખેડૂત બિચારો કંગાળ થઇ જાય છે અને દુષ્કાળ એના માટે એક એવો કાળ બનીને આવે છે જે તેનું જીવન હરામ કરી નાંખે છે. દુષ્કાળ પ્રત્યે સંવેદના કરવી, ખેડૂત માટે સંવેદના વ્યક્ત કરવી, અથવા તો દિલ્હી જઇને ભારત સરકાર પાસે માગ કરવી, એવી રાજકિય રમત રમવી, દેવેન્દ્ર જી એમાંથી બહાર નીકળવા માટે તથા સમસ્યાનું સમાધાન કરવા માટે ખૂબ જ અભિનંદનીય પ્રયાસ કર્યો છે. આજે તેઓ મને જણાવી રહ્યા છે કે લગભગ 6200 ગામોમાં જળ સંચયથી એક લાખથી વધારે નાના-નાના પ્રોજેક્ટ કર્યા છે, એના કારણે પાણીનો સંગ્રહ થયો છે. નીચે ગયેલું પાણીનું સ્તર ઉપર આવ્યું છે અને વિસ્તારના ખેડૂતને રવિ પાક લેવા માટે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે, અને ખર્ચો વધારે થયો નથી. મને બતાવવામાં આવ્યું છે કે લગભગ 1400 કરોડ રૂપિયામાં એટલું મોટું કામ થયું છે, હવે મજા એ છે કે 300 કરોડ રૂપિયા લોકોએ જનભાગીદારીમાં આપ્યા છે. હું એ જનભાગીદારી કરનારા, એ ગામના લોકોને લાખ લાખ અભિનંદન આપું છું, તમે દેશને એક દિશા દેખાડી છે.

જળ સંચય, સંકટોનો સામનો કરવા માટેનું મોટું શસ્ત્ર છે. હું ગુજરાતમાં કામ કરતો હતો, ત્યાં રેગિસ્તાન નથી, વરસાદ ખૂબ જ ઓછો થાય છે. જોકે જળ સંચયનું અભિયાન ચલાવ્યું હતું અમે, સતત દસ વર્ષ ચલાવ્યું, લાખ્ખો નાના-નાના ચેકડેમો બનાવ્યા હતા, અને એટલા માટે અમારો ખેડૂત સંકંટોથી બચવામાં તાકાતવાન બન્યો હતો. જોકે હું બે વધુ સુઝાવ આપવા માગીશ દેવેન્દ્ર જીને, અમુક નવા વિચારો અંગે પણ વિચારો. એક આપણા ત્યાં સીમાંત ખેડૂતો છે. મોટા ખેડૂતો નથી નાના ખેડૂતો છે. જોકે બંને ખેતરો વચ્ચે વિભાજન માટે મોટી વાડ લગાવી દીધી. એક મીટર જમીન તેની ખરાબ થાય છે. અને એવી આપણી લાખ્ખો એકર જમીન વાડ બાંધવામાં જતી રહે છે. આ વિસ્તારોમાં જ્યાં વાડ છે, ત્યાં વૃક્ષ લગાવીને ઇમારતી લાકડાની ખેતી, આ અંગે ભાર આપવામાં આવે છે. અને એક ખેડૂતને 15 વર્ષ, 20 વર્ષ બાદ જ્યારે વૃક્ષ મોટા થયા છે, તેને દરેક વર્ષ એક વૃક્ષ કાપવાની તક મળે તો તેને બે-પાંચ લાખ રૂપિયા તે ઇમારતી લાકડાના મળી શકે છે. એણે ક્યારેય આમતેમ જોવું પડશે નહીં. ફક્ત કિનારા પર, પોતાની બોર્ડર પર, બીજો ઉપાય એ છે કે બે પડોશી ખેડૂત મળીને જો સોલર પેનલ લગાવે તો, વિજળી પેદા થશે. સરકાર વિજળી ખરીદી શકે છે, ખેડૂતનું ખેતર પણ ચાલશે, ખેતરમાં વિજળી પણ આવશે. ખેડૂતના કામમાં આવશે, વધુ એક કામ જેની પર આપણા મહારાષ્ટ્રના, ખાસ કરીને વિદર્ભમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે, તે છે મધની, મધ, ખેતરમાં ખેડૂતોને ટ્રેનિંગ આપવી જોઇએ. આજે મધનું વિશ્વમાં મોટું બજાર છે. તે ખરાબ થતું નથી, કેટલા પણ વર્ષ રહે તે ખરાબ થતું નથી. તેની વધારાની આવક માટે આપણે તેને પ્રેરણા આપવી જોઇએ. આ પ્રકારે જૈવિક ખેતી. શહેરોની નજીકમાં મહિલાઓની મંડળી બનાવીને, નાના નાના ખાડા ખોદીને તેમાં કચરો નાંખો, અળસિયા રાખી દો, તે પણ ગંદકી સાફ કરે છે. જૈવિક ખાતર તૈયાર કરે છે. ખેડૂતની જે જમીન કેમિકલ ખાતર અને દવાઓના કારણે જે બર્બાદ થાય છે. તેને બચાવવાના કામે આવશે. આપણે વધારાની પ્રવૃત્તિ કરીને ખેડૂતોને મદદ કરી શકીએ છીએ. અને હું જોઇ રહ્યો છું કે દેવેન્દ્ર જી જે પ્રકારથી નવિન અને સતત કર્મશીલ વ્યક્તિના રૂપમાં એ ચીજવસ્તુઓની પહેલ કરી રહ્યા છીએ, આગામી દિવસોમાં મહારાષ્ટ્રના કૃષિ જગતમાં એક પરિવર્તન લાવીને સમગ્ર દેશને એક નવી ઉર્જા આપશે. એવો મારો વિશ્વાસ છે, અને આ કામો માટે હું તેમને હ્દયથી અભિનંદન આપું છું.

આજે એક મહત્વપૂર્ણ કાર્ય કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એક પ્રકારથી મને લાગે છે કે આ કામ એવું છે જેનું સૌભાગ્ય કદાચ જ આપણને મળ્યું હશે. અને કોઇના નસીબમાં આ પવિત્ર કાર્ય લખ્યું નથી. આ ઇન્દુ મિલની જમીન હું પ્રધાનમંત્રી બન્યો ત્યાર બાદ આવી છે કે શું ? પહેલા હતી, જોકે કોઇ પવિત્ર કામ કરવાનું સૌભાગ્ય અમાપા હાથમાં જ લખ્યું છે અને એટલા માટે આજે આ ઇન્દુ મિલની જમીન પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું, એક પ્રેરણા સ્થળ બનવાનું છે. આ ચૈત્ય ભૂમિ..ભારતમાં નવી ચેતના લાવવા માટેનું એક કારણ બનવાની છે. અને તમે જુઓ કે પંચ-તીર્થનું નિર્માણ… આગામી દિવસોમાં આ પંચ-તિર્થ, જેની લોકતંત્રમાં આસ્થા છે, જેમની સામાજિક ન્યાયમાં આસ્થા છે, જેમની દેશની અખંડિતતા અને એકતામાં આસ્થા છે. એ લોકો માટે આ તિર્થસ્થાન કે યાત્રાધામ બનવાનું છે. આ પંચ-તીર્થ, એનું સૌભાગ્ય આપણને મળ્યું છે. તમે જુઓ મધ્ય પ્રદેશમાં, આટલી સરકારો રહી જોકે તેની તરફ કોઇએ ધ્યાન આપ્યું નહોતું. જ્યારે મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે ત્યાં બાબાસાહેબનું સ્મારક બન્યું હતું. જીવંત સ્મારક બન્યું અને આજે બાબા સાહેબ પ્રત્યે શ્રદ્ધા રાખનારા લોકો માટે તે એક તિર્થસ્થાન બની ગયું છે. એ જ પ્રકારે દિલ્હીમાં, દિલ્હીમાં જ્યાં બાબાસાહેબ રહેતા હતા, તે જગ્યા અલીપુર રોડવાળી, 25 વર્ષ સુધી આ વિષય ફાઇલોમાં અટક્યો પડ્યો હતો. બાબા સાહેબ આંબેડકર પ્રત્યે શ્રદ્ધા રાખનારા આ લોકો તેની પાછળ પ્રયાસ કરતા રહ્યા છે. અટલ જીની સરકારમાં એને આગળ વધારવામાં આવ્યું હતું. જોકે સરકાર ગઇ ત્યાર પછી તેને દબાવવામાં આવ્યું હતું. અમે આવ્યા અમે એ વાતને હાથમાં લીધી અને થોડા મહિના પહેલા મને અલીપુર રોડના બાબા સાહેબ આંબેડકરના એ મકાનમાં એક ભવ્ય સ્મારક બનાવવાનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચથી એક ભવ્ય સ્મારક ત્યાં બની રહ્યું છે. દિલ્હીમાં જે લોકો આવશે, અને સ્મારકો પર જાય છે તેઓ આ સ્મારક પર પણ જશે અને બાબા સાહેબ આંબેડકરે કેટલું મોટું યોગદાન આપ્યું હતું એ તેમના ધ્યાનમાં આવશે.

બાબા સાહેબ આંબેડકરના માતા – પિતા રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામમાં રહેતા હતા, અમારા એક સાંસદે એને આદર્શ ગામ માટે પસંદ કર્યું અને મહારાષ્ટ્ર સરકાર પણ તેને મદદ કરી રહી છે, જ્યાં બાબા સાહેબ આંબેડકરના માતા – પિતા રહ્યા, એ પણ એક તિર્થ સ્થાનના રૂપે વિકસિત થઈ રહ્યું છે. અને આજે આ ઈંદુ મીલમાં એક નવા સ્મારકનું નિર્માણ અને પાંચમું લંડનમાં, જ્યાં બાબા સાહેબ આંબેડકર રહેતા હતા, એ ભવન, હવે હિંદુસ્તાનથી કોઈ લંડન જશે તો પ્રેરણાનું કેન્દ્ર બિન્દુ બનશે, વિશ્વના લોકો ભારતના આર્થિક ચિંતનને સમજવા માટે લંડનમાં જેમાં બાબા સાહેબ રહેતા હતા, એ મકાનની અંદર આવીને, અધ્યયન કરીને, વિશ્વને, ભારતનાં સંદર્ભેમાં સમજ લઈને, પોતાની વાત બતાવવાનો તેમને અવસર મળશે.

આ પંચ તિર્થ, આ પંચ તિર્થનું નિર્માણ માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીના સમયમાં જ થયું છે અને હવે અમે બધા જાણીએ છીએ કે મારે રાજનીતિ નથી કરવી, પરંતુ મારા મનમાં પિડા છે કે જે હું કહ્યા વીના નહીં રહી શકું, શું કારણ છે કે બાબાસાહેબ આંબેડકરની પાર્લામેન્ટમાં, જે મહાપુરૂષે બંધારણ આપ્યું, એ મહાપુરૂષનું તૈલ ચિત્ર પાર્લામેન્ટમાં મૂકવા માટે એ સરકારો સહમત નહતી. 90માં બિન કોંગ્રેસી સરકાર બની ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી બની, ત્યારે છેકે બાબા સાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર હિંદુસ્તાનની પાર્લામેન્ટમાં લગાવાયું હતું.

ભારત રત્ન, આપણે બધા જાણીએ છીએ કે અન્યોને ક્યારે મળ્યું, પરંતુ બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન અપાવવા માટે નાકે દમ આવી ગયું અને એ પણ એ લોકો દ્વારા તો ન જ મળ્યું. અને તેથી હું કહું છું કે દેશમાં જે પ્રકારની એક સામંતશાહી માનસિકતાવાળા લોકો છે, એક દલિતના પુત્રનો સ્વિકાર કરવા માટે પણ તૈયાર નથી, અને હું, આજે અનેક લોકો અહીં બેઠા છે, જેઓએ પોતાનું જીવન બાબા સાહેબ આંબેડકરના વિચારોને પાછળ સંતાડી રાખ્યા છે, હું તેમને પણ આજે કહેવા માગું છું કે, મારી વાત કદાચ કડવી લાગે, પરંતુ આ વાત કરવાનું હું સાહસ કરું છું, જો આપણે દીર્ધ દ્રષ્ટીના અભાવમાં બાબા સાહેબને, માત્ર દલિતોના બાબા સાહેબ બનાવી દઈશું તો એનાથી મોટું બાબા સાહેબનું કોઈ અપમાન નહીં હોય, કોઈ અન્યાય નહીં હોય. બાબા સાહેબ એ માત્ર ભારતના જ નહીં, વિશ્વના દલિતો, પિડિતો, શોષિતો, વંચિતોની પ્રેરણાનું નામ બાબા સાહેબ આંબેડકર છે. વિશ્વ માર્ટિન લ્યુથર કિંગને જાણે છે, પરંતુ બાબા સાહેબ આંબેડકરને જાણતું નથી, આ આપણું દુર્ભાગ્ય છે અને તેથી આના માટે આપણા સૌનું દાયિત્વ છે કે વિશ્વ બાબા સાહેબ આંબેડકર કઈ સ્થિતિમાં જન્મ્યા, કઈ રીતે મોટા થયા, કઈ રીતે અભ્યાસ કર્યો અને એટલા જુલ્મ સહન કર્યા બાદ એટલા અપમાન સહન કર્યા બાદ પણ કોઈ પણ વ્યક્તિના મનમાં ઝેર ભરેલું રહે એને કોઈ ખોટું નહીં માને. આટલું અપમાન સહન કર્યા બાદ કટુતા હોય એને કોઈ ખરાબ નહીં માને પરંતુ આ બાબા સાહેબ આંબેડકર હતા, જીવનની દરેક પળમાં અપમાન સહન કર્યું, દરેક પળે બાબા સાહેબે સંકટોમાંથી પસાર થવું પડ્યું, પરંતુ પોતાને નિર્ણય કરવાનો અવરસર આવ્યો ત્યારે , કટુતાનું નામો નિશાન નહતું, કોઈને હું એ જણાવી દઉં કે આ ભાવ નહતો, એનાથી મોટો મહાપુરૂષ કોણ હોઈ શકે છે અને તેથી ભાઈઓ – બહેનો, મારા જેવા લોકો બાબા સાહેબ આંબેડકર પ્રત્યે એ શ્રધ્ધા ભાવથી જુએ છે.

હું તો મારા માટે પણ ક્યારેક વિચારતો હતો, ક્યારેક ક્યારેક મારા મનમાં વિચાર આવતો હતો કે બાબા સાહેબ આંબેડકર હોત તો મોદી ક્યાં હોત. અમારા જેવા સામાન્ય લોકોને કોણ પૂછે છે. એ બાબા સાહેબ આંબેડકર છે કે જેમના લીધે આ બાબતો શક્ય બની છે અને તેથી હું કહું છું કે અમે જે કરી રહ્યા છીએ એ તો માત્ર કરજ ચૂકાવવાનો એક પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છીએ. આ મહાપુરૂષે જે કર્યું છે ..અને તેથી અમારા બધાનું દાયિત્વ બને છે, પરંતુ બાબા સાહેબે જે કહ્યું છે એનાથી જો આપણે હટીશું તો બાબા સાહેબની સાથે ઘોર અન્યાય થશે. બાબા સાહેબે આપણને કહ્યું કે શિક્ષિત બનો. દલિત હો, શોષિત હો, વંચિત હો, ગરીબ હો, શિક્ષા તેમના જીવનનો સૌથી પ્રમુખ ધર્મ બનવો જોઈએ, જે બાબા સાહેબે આપણને શિખવ્યું છે. બાબા સાહેબે આપણને સંગઠિત બનતા શિખવાડ્યું.

આજ મને ખુશી છે કે નિતિનજી કહી રહ્યા હતા કે દલિત સમાજના તમામ, અલગ – અલગ દીશામાં કામ કરનારા આજે બધા લોકો એકત્રિત થયા છે. બાબા સહેબની તેથી સૌથી મોટી શ્રેધ્ધાંજલિ એ જ છે કે આપણે સંગઠિત બનીએ, આપણે એક બનીએ અને અન્યો સામે સંઘર્ષની વાત આવે તો તેના માટે પણ તૈયાર રહીએ. આ જ આપણ સૌને બાબા સાહેબે સંદેશ આપ્યો છે અને તેથી જ મારા ભાઈઓ – બહેનો આજે ઈન્દુ મીલમાં બાબા સાહેબનું સ્મારક બની રહ્યું છે. મારા મનમાં એક ઈચ્છા છે, મેં અભ્યાસ તો નથી કર્યો પરંતુ જે દિવસે મેં જમીન આપી હતી હતી એ દિવસે મેં કહ્યું હતું. આજે આર્કિટેક્ચર મળ્યા ત્યારે પણ મેં કહ્યું. મેં કહ્યું મુંબઈ કે મહારાષ્ટ્રમાં આવેલી દરેક વ્યક્તિ જીવનથી તંગ આવી ગઈ છે, પરેશાન થાય તો એવી જગ્યા બનવી જોઈએ કે તેઓ કલાક ત્યાં બેસી શકે, એક શાંતિનો અહેસાસ લઈને જાય, એવી જગ્યા બનવી જોઈએ અને તેથી મેં કહ્યું જ્યાં સ્મારક બને ત્યાં સાથે સાથે, આ વિશાળ ભૂમિ છે, ત્યાં એક વિશાળ જંગલ બનાવવું જોઈએ. એટલા વૃક્ષો વાવવા જોઈએ, એટલી લીલોતરી કરી દેવી જોઈએ કે એક શાંતિની ભૂમિ 60 ફૂટમાં બની જાય અને એ બની શકે છે. અને હું દેવેન્દ્રજીને આગ્રહ કરીશ કે આ સ્મારક ફ્કત ઈંટ – માટી – પત્થર – ચૂના પુરતું સિમિત ન રહે. એ તો ભવ્ય જ હોવું જોઈએ, વિશ્વના લોકો માટે અજૂબો હોવું જોઈએ. પરંતુ આને જનભાગીદારી સાથે જોડી શકાય છે કેમકે મહારાષ્ટ્રમાં 40 હજાર ગામ છે. દરેક ગામમાંથી લોકો આવે અને તેમને જે બતાવાયું છે એ વૃક્ષ લઈને આવે અને ત્યાં દરેક ગામમાં એક વૃક્ષ લગાડાય અને એ ગામ પણ તેના જતન માટે ગામની જનતાથી એક રુપિયા, બે રુપિયા, પાંચ રુપિયા ભેગા કરીને એક વૃક્ષ વાવે અને 11 હજાર રુપિયાનું દાન કરે. આપ જુઓ કેટલી મોટી જનભાગીદારીથી કામ થઈ શકે છે. દરેક ગામને લાગશે કે ચૈત્ય ભૂમિમાં, ઈન્દુ મિલના મેદાનમાં જે સ્મારક બન્યું છે, બાબા સાહેબ આંબેડકર પ્રત્યે અમારા ગામની પણ શ્રધ્ધા છે, અમારું એક વૃક્ષ પણ એ ગામમાં લાગેલું છે.

બીજું, હિન્દુસ્તાનના તમામ રાજ્યોમાંથી એક વૃક્ષ મંગાવાય, એ વૃક્ષ પણ લગાવાય અને વિશ્વના દરેક દેશોમાંથી એક વૃક્ષ મંગાવાય અને એ વિશ્વ મહાપુરૂષ હતા, તેમનું પણ એક વૃક્ષ લગાડાય અને ત્યાં લખાય. સમગ્ર વિશ્વને ઈન્દુ મીલની આ હરિયાળી સાથે કઈ રીતે જોડી શકાય. જો આપણે નવી કલ્પના સાથે, જન સામાન્યને જોડવાના વિચાર સાથે સમારક બનાવીશું, હિન્દુસ્તાનમાં કદાચ કોઈક મહાપુરૂષનું એવું સ્મારક નથી બન્યું કે જ્યાં 40 હજાર ગામડા સીધે સીધા જોડાયેલા હોય. એવું ક્યારેય નહીં બન્યું હોય. એ બની શકે છે અને મહીના સુધી, દર સપ્તાહે, દરેક ગામમાંથી લોકો આવતા રહે, ત્યાં રહે, ચૈત્ય ભૂમિ પર જાય, જુએ ઈન્દુ મીલ જાય, જ્યાં ડિઝાઈન થઈ હોય ત્યાં જ વૃક્ષ લગાડે. જે વૃક્ષનું સેમ્પલ નકકી કરાયું હોય ત્યાં જ લગાડે. આપ જુઓ શું નું શુ થઈ શકે છે અને તેથી આ પોતાની રીતનું પ્રેરણા સ્થળ બનવું જોઈએ અને તેથી મેં કહ્યું, આપણે પંચતીર્થનું નિર્માણ કરી રહ્યા છીએ. આ પંચતીર્થ લોકતંત્ર પર આસ્થા રાખનારાઓ માટે, બંધારણનો સ્વિકાર કરનારા લોકો માટે, સામાજિક એકતા માટે જીવનારાઓ માટે આ તિર્થ ક્ષેત્રો બનશે.

ભાઈઓ – બહેનો ક્યારેક ક્યારેક આપણે લોકોની વિરુધ્ધ ખોટો પ્રચાર, અફવાઓ ફેલાવવી, લોકોમાં ભ્રમ પેદા કરવો એના માટે ટોળી સતત લાગેલી રહે છે, કેમકે તેઓ સહન નથી કરી શકતા કે એવા લોકો કઈ રીતે આવી ગયા. એ લોકોને હું કહેવા માગું છું કે આજે હિન્દુસ્તાનમાં જે રાજ્યોમાં સર્વાધિક દલિત જનસંખ્યા છે, જે રાજ્યોમાં સર્વાધિક આદિવાસી જનસંખ્યા છે, જે રાજ્યોમાં સર્વાધિક ઓબીસી જનસંખ્યા છે, એમાંથી મોટા ભાગના રાજ્યો એવા છે કે જ્યાંના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટી છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, પંજાબ હોય, સૌથી વધુ આદિવાસી સંખ્યા મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, છત્તીસગઢ હોય, ઓરિસ્સા હોય, ઓરિસ્સા અમારા એનડીએનું પાર્ટનર છે, અમારું ઝારખંડ હોય. મોટે ભાગે, એનો મતલબ એ થયો કે બાબા સાહેબ આંબેડકર સાથે તત્વતઃ જોડાઈને કામ કરનારા કોઈ લોકો છે તો એ અમે લોકો છીએ અને સમાજના આ દલિત, શોષિત આજે અમને સ્વિકારી રહ્યા છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.

બીજું, અમે જ્યારે સત્તા પર આવીએ છીએ, જ્યારે પણ ચૂંટણી આવે છે, જ્યારે પણ સરકાર બનવાની હોય છે એક ખોટો પ્રચાર કરાય છે – ભાજપ વાળા આવશે અનામત ખતમ કરી નાખશે. અટલ બિહારી વાજપેયીની સરકાર બની ત્યારે એવી જ બબાલ ઊભી કરી દેવાઈ હતી. અટલજીની સરકારમાં બેઠેલા લોકો કહી કહીને થાકી ગયા, પરંતુ આ અસત્ય ફેલાવનારી ટોળકી મોં બંધ કરવા તૈયાર જ નહતી. ફરી એક વખત અમે રાજ્યોમાં ચૂંટાઈને આવીએ છીએ, તો રાજ્યોમાં ચાલું કરી દે છે કે અનામત હટાવી દેવાશે, અનામત હટાવી દેશે, અનામત હટાવી દેશે. ફરી દિલ્હીમાં અમારી સરકાર બની, ફરી તોફાન ઊભું કરી દેવાયું. બાબા સાહેબ આંબેડકરે જે અમને આપ્યું છે, એણે જ દેશને એક તાકાત આપી છે અને એ તાકાતને કોઈ રોકી શકે એમ નથી, મારા ભાઈઓ બહેનો કોઈ રોકી શકે એમ નથી. અને તેથી હું આવો ભ્રમ ફેલાવનારા લોકો, આજ સુધી કોઈ રાજનૈતિક ફાયદો ઊઠાવી શક્યા નથી પરંતુ સમાજમાં તેઓ જ વૈમનસ્ય પેદા કરે છે, જુઠ્ઠાણાં ફેલાવે છે, સમાજને ભ્રમિત કરે છે. મેં, મેં ગરીબી જોઈ છે, હું એ દર્દને જીવી ચૂક્યો છું અને મને ખબર છે કે સમાજની આ અવસ્થામાં જીવનારાઓ માટે હજુ પણ ઘણું કરવાનું બાકી છે, ઘણું બધું કરવાનું બાકી છે અને આ દેશ દલિત, પિડિત, શોષિત, વંચિત, ગરીબ, એને છોડીને આગળ નિકળી ન શકે. અને મારી સરકાર, મને સંસદની અંદર નેતા તરીકે ચૂંટવામાં આવ્યો, સંસદની અંદર નેતા તરીકે ચૂંટવામાં આવ્યો, હજુ પ્રધાન મંત્રી બન્યો નહતો, એ દિવસે મારું ભાષણ હતું કે મારી સરકાર ગરીબોને સમર્પિત છે, ગરીબોના કલ્યાણ માટે અમે જીવીશું. દેશમાં ગરીબીને, ગરીબીથી મુક્તિ જોઈએ છે, ગરીબીથી મુક્તિ માટેના માર્ગ જુદા જુદા હોઈ શકે છે, અમારો માર્ગ છે, એ સમગ્ર દેશ જાણે છે અને તેથી ભાઈઓ બહેનો એ પ્રચાર બંધ થવો જોઈએ, એ જુઠ્ઠાણું બંધ થવું જોઈએ, સમાજને આશંકિત, ભયભિત કરવાનો ખેલ બંધ થવો જોઈએ, આનાથી રાજનીતિ નથી થતી. આવો, હળી મળીને ચાલીએ. દલિત, પિડિત, શોષિત, વંચિત, ગરીબ, ગામના હોય, તેમને આગળ વધાર્યા વગર દેશ ક્યારેય આગળ વધી ન શકે. અને તેથી મારા ભાઈઓ બહેનો આ મૂળ મંત્રને લીધે, સમાજના તમામ લોકોને સાથે લઈને ચાલવાના આ ઈરાદો લઈને દેશ ચાલી રહ્યો છે. રાજ્યોમાં જ્યાં અમને સેવા કરવાની તક મળી છે, અમે પૂરા નિશ્ચય સાથે કામ કરી રહ્યા છીએ. દિલ્હીમાં અમને સેવા કરવાની તક મળી છે, દીલ જાનથી જોતરાયા છીએ અને બદલાવ કરીને જંપીશું, એ વિશ્વાસ હું પ્રગટ કરું છું.

મારી સાથે બોલશો, હું બોલીશ, બાબા સાહેબ આંબેડકર, આપ બોલશો અમર રહે, અમર રહે.

બાબા સાહેબ આંબેડકર, અમર રહે, અમર રહે

બાબા સાહેબ આંબેડકર, અમર રહે, અમર રહે.

બાબા સાહેબ આંબેડકર, અમર રહે, અમર રહે.

26 નવેમ્બર ભારતના બંધારણનો મહત્ત્વપૂર્ણ દિવસ છે. બાબા સાહેબના જીવનનો મહત્ત્વપૂર્ણ દિવસ છે અને તેથી ભારત સરકારે 26 નવેમ્બરે સમગ્ર દેશમાં બંધારણ દિવસના રુપે ઉજવવાનું નક્કી કર્યું છે અને હિન્દુસ્તાનના દરેક બાળકને સ્કૂલ કોલેજમાં બંધારણ શું છે, કેવી રીતે બન્યું, કેમ બન્યું, આ વાત બતાવવાની આ નિયમિત વ્યવસ્થા હોવી જોઈએ અને તેથી અમારી સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસના રુપમાં ઉજવવાનું નક્કી કર્યું છે. હું ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું, આપ બોલશો અમર રહે, અમર રહે.

AP/J.Khunt/GP