પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ભારત અને તેના બ્રિક્સ (બ્રાજીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) સમકક્ષો વચ્ચે ઉર્જા બચત અને ઉર્જા સક્ષમતા માટે સહયોગને મજબૂત કરવા અને તેને વધુ વિકસિત કરવા માટે તૈયાર સમજૂતી પત્રને મંજૂરી આપી દીધી છે. આ દેશોની વચ્ચે સમાનતા અને પરસ્પર લાભના આધાર પર ઉર્જા બચત અને સક્ષમતા માટે સહયોગમાં વધારો કરવામાં આવનાર છે.
સમજૂતી પત્ર અનુસાર ઉર્જા બચત અને ઉર્જા સક્ષમતા માટે નીચેના ક્ષેત્રોમાં સહયોગ થવાનો છે –
• સંયુક્ત વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી શોધ
• વ્યાખ્યાન અને પરિસંવાદોનું આયોજન
• ક્ષમતા નિર્માણ અને પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ
• પ્રૌદ્યોગિકી વિકાસ અને એક બીજાની વચ્ચે નીતિઓ અને વધુ સારી કાર્ય પદ્ધતિઓનું આદાન-પ્રદાન
• બ્રિક્સ દેશોના કારોબારી સંગઠનોમાં લાગેલા ઉપકરણો માટે ઉર્જા બચત અને ઉર્જા સક્ષમતા સાથે જોડાયેલ વલણને પ્રોત્સાહન આપવું. બ્રિક્સ દેશોની વચ્ચે તેને પ્રોત્સાહિત કરવા માટે મેજબાન દેશો સાથે વિચાર-વિમર્શ.
• આ સમજૂતી પત્ર અંતર્ગત બ્રિક્સ દેશ ઉર્જા બચત અને ઉર્જા સક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે સહયોગના સમગ્ર કાર્યક્રમની સંભાવના શોધશે. આના અંતર્ગત ખાસ બ્રિક્સ અર્થવ્યવસ્થાઓમાં વહેંચાયેલી પરિયોજનાઓ, આવશ્યક તરીકે ઉપયોગ અને ઉર્જા બચત અને સક્ષમતાના સાધનોમાં વધારો કરાશે.
J.Khunt/GP