પીએમઇન્ડિયા
માનનીય મહાનુભાવો,
બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા)ની આર્થિક પહેલ બાબતે આપણે ગૌરવ લઈ શકીએ એમ છીએ. આને કારણે માત્ર બ્રિક્સ દેશોની અર્થવ્યવસ્થાઓ મજબૂત થશે એટલું જ નહીં, પરંતુ વિકસતા વિશ્વને પણ લાભ થશે.
બ્રિક્સ દેશો તરીકે, આપણે, આપણી પ્રાથમિકતાઓ જી-20ના એજન્ડા અને પ્રવૃત્તિઓમાં મૂકવી જોઈએ.
પહેલું, વિકાસના ક્ષેત્રે, જી-20એ આ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ
• વર્ષ 2030 સુધીના ગાળા માટે સાતત્યપૂર્ણ વિકાસના એજન્ડા (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એજન્ડા 2030)નો અસરકારક અમલ અને તેના માટે પર્યાપ્ત ભંડોળની ખાતરી
બીજું, વૈશ્વિક ધિરાણ ક્ષેત્રે, જી-20એ આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ
• વૈશ્વિક આર્થિક સંસ્થાનોની પુર્નરચનાના નિર્ણયનો અમલ.
• બહુપક્ષીય અને પ્રાદેશિક નાણાં સંસ્થાઓ વચ્ચે વધુ સુદૃઢ સહયોગ.
• વિકસતા દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાનાં ધિરાણો વધારવાં
• આબોહવાને સાનુકૂળ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાં. જેમાં બગાડને ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર માટે ઈનપુટ તરીકે પરિવર્તિત કરવાનું પણ સામેલ હોય.
• વર્ષ 2030થી શક્ય તેટલા વહેલા નાણાંની વૈશ્વિક આપલેનો ખર્ચ ઘટાડવો.
• ભ્રષ્ટાચાર અટકાવવા વધુ ઘનિષ્ઠ સહયોગ અને વિદેશમાં ભેગાં થયેલાં બિનહિસાબી નાણાં અને તેનાં પ્રત્યાવર્તન અટકાવી દેવાં
ત્રીજું, વેપાર ક્ષેત્રે, આપણે આ મુદ્દાઓ ધ્યાન પર લેવાં જોઈએ
• નિયમ-આધારિત વૈશ્વિક વેપાર વ્યવસ્થા વધુ મજબૂત કરવી અને નવાં વેપાર સંગઠનો વૈશ્વિક વેપાર વ્યવસ્થાને વિભાજીત ન કરે તેની ખાતરી મેળવવી.
• દોહા ડેવલપમેન્ટ એજન્ડાને પરિપૂર્ણ કરવા ઝડપ વધારવી.
• કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકોની સ્થળાંતરશીલતાને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક કૌશલ્ય આધારિત બજાર રચવું
ચોથું, આબોહવા પરિવર્તન ક્ષેત્રે, જી-20ની પ્રાથમિકતાઓમાં આ બાબતો સામેલ થવી જોઈએ
• આબોહવા પરિવર્તન અંગે યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શનના સિદ્ધાંતો પર આધારિત સીઓપી21 ખાતે સહુની સંયુક્ત તેમજ અલગ-અલગ જવાબદારીઓના સિદ્ધાંત સહિત સફળ પરિણામ.
• વિકસતા દેશોને આબોહવા પરિવર્તનનો પડકાર ઝીલવા ધિરાણો અને ટેકનોલોજી મેળવવામાં મદદ કરવી.
• સ્વચ્છ (પર્યાવરણ-મિત્ર) ઉર્જાની પહોંચ તેમજ કાર્યક્ષમતા વધારવા અને તે પરવડે તેવી બનાવવા સ્વચ્છ અને નવિનીકરણીય (રીન્યુએબલ) ઉર્જા અંગે સંશોધન અને વિકાસ વધારવા.
• નેક્સ્ટ જનરેશન (ખર્ચ ઓછો અને અસરકારકતા વધુ હોય તેવાં) અને આબોહવા સાનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા મદદ
• ભારતના પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય સૌર સહયોગ (ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ)ને ટેકો
પાંચમું, જી ટ્વેન્ટી દેશોએ સુરક્ષાના પડકારોનો સામનો કરવા વધુ મજબૂત વૈશ્વિક પગલાંને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમાં આ બાબતો સામેલ કરવી જોઈએ,
• આતંકવાદીઓને નાણાંકીય અને સાધનોની મદદ હંમેશ માટે અટકાવી દેવા અને પ્રત્યાયન ચેનલો ધ્વસ્ત કરવા વ્યાપક વૈશ્વિક વ્યૂહરચના.
• આતંકવાદી જૂથોને હથિયારો અને દારૂગોળા મળતાં અટકાવવા
• આતંકવાદી ગતિવિધિઓને ખોરવી નાંખવા વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કાયદાકીય શાસન રચવું
• આતંકવાદી જૂથો દ્વારા કરાતો સાયબર નેટવર્કનો ઉપયોગ અટકાવવા સહયોગ કરવો.
• આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગે વ્યાપક સંમેલન વહેલી તકે યોજવું.
મને વિશ્વાસ છે કે બ્રિક્સ અર્થવ્યવસ્થાઓ મજબૂત અને સ્થિર રહેશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે.
માનનીય મહાનુભાવો,
આપણે ઉફા ખાતે બ્રિક્સ દેશોના આર્થિક સહયોગની વ્યૂહરચનાને સમર્થન આપ્યું હતું, તે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે.
વેપાર અને આર્થિક મુદ્દાઓ (ટ્રેડ એન્ડ ઈકોનોમિક ઈસ્યુઝ) અંગેના કોન્ટેક્ટ ગ્રુપ અને બિઝનેસ કાઉન્સિલે આ વ્યૂહરચનાના સમયની મર્યાદા આધારિત અમલ માટે કાર્યયોજના ઘડવી જોઈએ.
બ્રિક્સના સભ્ય એવા પ્રત્યેક દેશે વ્યૂહરચનામાં દર્શાવેલા ઓછામાં ઓછા કોઈ પણ બે પ્રાથમિકતા ક્ષેત્રોમાં પહેલ કરવી જોઈએ.
જો પ્રથમ સંયુક્ત બેઠક રશિયાના અધ્યક્ષપદે યોજાય તો પ્રશંસનીય ગણાશે.
સાથે મળીને બેસીશું તો વેપાર, અર્થવ્યવસ્થા અને રોકાણ અંગે સહકાર માટે વર્ષ 2020 સુધીની યોજના પણ ઘડી શકાશે.
માનનીય મહાનુભાવો,
આપણે આશા રાખીએ કે ન્યુ ડેવલપમેન્ટ બેન્ક ઝડપથી તેનાં કામકાજ શરૂ કરશે. મેં ઉફા ખાતેની બેઠકમાં કહ્યું હતું તેમ, તેનો પહેલો પ્રોજેક્ટ મુખ્યત્વે તમામ બ્રિક્સ દેશોને સ્વચ્છ ઉર્જા અંગે હોવો જોઈએ.
આપણે ન્યુ ડેવલપમેન્ટ બેન્ક ઈન્સ્ટીટ્યુટ અથવા તો એનડીબીઆઈ, જેવું ટેકારૂપ વ્યવસ્થાતંત્ર રચવાની જરૂર છે, જે વિચારોની બેન્ક, અનુભવના ખજાના અને જ્ઞાન-માહિતીના સ્ત્રોત તરીકે કામ કરવું જોઈએ. તે ક્ન્ટીજેન્સી રિઝર્વ એરેન્જમેન્ટ્સ માટે ઈનપુટ પણ આપી શકે છે.
માનનીય મહાનુભાવો,
ભારત, તેના બ્રિક્સ સહયોગીઓ સાથે પરસ્પર વિશ્વાસ, આદર અને પારદર્શિતા સાથે ખભેખભા મિલાવીને કામ કરવાનું ચાલુ રાખશે.
મેં ઉફા ખાતે કેટલાક વિચારો જણાવ્યા હતા. તેમાં વેપાર મેળાઓ, કૃષિ સંશોધન, રેલવે સંશોધન, ડિજિટલ ઈનિશિયેટિવ, ઉર્જા સક્ષમ ટેકનોલોજીઝ, રાજ્યો, શહેરો અને સ્થાનિક વ્યવસ્થા એકમો વચ્ચે સહકાર, ફિલ્મો અને રમતગમતના આદાન-પ્રદાનને પ્રોત્સાહન સામેલ હતા.
અમે આ વિચારો ઉપરાંત વધુ નવા વિચારો બ્રિક્સના એજન્ડામાં રજૂ કરીએ છીએ.
અમે બ્રિક્સનું સંસ્થાકીય તંત્ર વધુ મજબૂત કરવા માટે તમારી સાથે મળીને કામ કરીશું.
આગામી વર્ષે આઠમી સમિટ વેળાએ તમને સહુને ભારતમાં આવકારવાની પ્રતિક્ષા કરું છું.
આભાર.
J.Khunt/GP
On the sidelines of @G20Turkey2015, met BRICS leaders. Spoke about the importance India attached to BRICS & scope of economic cooperation.
— Narendra Modi (@narendramodi) November 15, 2015
We are united in condemning the dreadful acts of terror in any part of the world. Need of the hour is to combat all forms of terror.
— Narendra Modi (@narendramodi) November 15, 2015
Theme of India's BRICS Chairmanship starting Feb 2016, will be Building Responsive, Inclusive & Collective Solutions https://t.co/jikUnt1btY
— Narendra Modi (@narendramodi) November 15, 2015
With the G20 leaders. @G20Turkey2015 pic.twitter.com/i87rpxhWke
— Narendra Modi (@narendramodi) November 15, 2015