પીએમઇન્ડિયા
મહામહિમ,
બ્રિક્સ બિઝનેસ કમ્યુનિટીના નેતાઓ,
ઇનોવેટર્સ અને મિત્રો,
નમસ્કાર!
બ્રિક્સ બિઝનેસ ફોરમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે બ્રિક્સના વીસ વર્ષ ઉજવી રહ્યા છીએ. 2006 માં જ્યારે આ જૂથની શરૂઆત થઈ હતી, ત્યારે તેમાં માત્ર ચાર દેશો હતા. આજે બ્રિક્સ અને બ્રિક્સ ભાગીદારો મળીને, એકવીસ દેશોનો અમારો પરિવાર છે.
આજે બ્રિક્સના દેશો વિશ્વની પચાસ ટકા વસ્તી, ચાલીસ ટકા જીડીપી, અને પચીસ ટકાથી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, આ વર્ષોમાં, જ્યાં ગ્લોબલ જીડીપી લગભગ અઢી ગણી થઈ છે, ત્યાં બ્રિક્સ દેશોની સંયુક્ત જીડીપી લગભગ સાડા ચાર ગણી થઈ છે. એટલે કે, બ્રિક્સની આર્થિક શક્તિ દુનિયાની સરખામણીમાં લગભગ બમણી ઝડપે વધી છે.
બ્રિક્સ દેશો ગ્લોબલ ઇનોવેશન અને સોલ્યુશન્સ માટે મહત્વપૂર્ણ કેન્દ્રો પણ બની રહ્યા છે. ગાસરૂટ્સથી લઈને ફ્રન્ટિયર ટેકનોલોજી સુધી, આપણા દેશોમાં ઇનોવેશનની નવી શક્યતાઓ આકાર લઈ રહી છે. બ્રિક્સની વધતી સ્કેલ, સ્પીડ અને આશાવાદ આપણા વચ્ચે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ભારતમાં આયોજિત આ ફોરમ, અત્યાર સુધીનું સૌથી મોટું બ્રિક્સ બિઝનેસ ફોરમ છે.
મિત્રો,
ભારતની બ્રિક્સ અધ્યક્ષતાની થીમ છે, “બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કો-ઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી”
છેલ્લા બાર વર્ષોમાં, ભારતે આ મંત્રને પોતાની આર્થિક અને વેપાર નીતિનો આધાર બનાવ્યો છે. રેઝિલિયન્સની વાત કરીએ, તો ભારતે એનર્જીથી લઈને ટેકનોલોજી સુધી, સપ્લાય ચેન્સને વધુ વૈવિધ્યસભર અને વિશ્વસનીય બનાવી છે. આ જ રેઝિલિયન્સનું પરિણામ છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ, ભારત આજે ગ્રોથ અને સ્ટેબિલિટીનો ભરોસો આપી રહ્યું છે.
આપણે રોડ્સ, રેલવે, પોર્ટ્સ અને એરપોર્ટ્સનો ઝડપથી વિસ્તાર કરી રહ્યા છીએ. સાથે જ શિપ-બિલ્ડિંગ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ, ક્રિટિકલ મિનરલ્સ, અને બાયો-ટેક જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં નવી ક્ષમતાઓ તૈયાર કરી રહ્યા છીએ. આ ક્ષેત્રોમાં ભારત, ગ્લોબલ બિઝનેસેસ માટે નવી તકોનું કેન્દ્ર બની રહ્યું છે. તેથી, મેક ઇન ઇન્ડિયા, ઇનોવેટ વિથ ઇન્ડિયા, એન્ડ સ્કેલ ફોર ધ વર્લ્ડ.
મિત્રો,
આજે ભારતમાં એક સ્ટાર્ટઅપ ક્રાંતિ થઈ રહી છે. બે લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ, અને એક સો વીસથી વધુ યુનિકોર્ન્સ સાથે, ભારત આજે ગ્લોબલ સોલ્યુશન્સનું હબ બની રહ્યું છે. આની એક ઝલક તમને “બ્રિક્સ ભારત ઇનોવેટ્સ એક્સપો” માં દેખાશે.
આપણા સ્ટાર્ટઅપ્સ, એઆઈથી એજ્યુકેશન અને હેલ્થકેરને ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે, ગ્રીન હાઇડ્રોજન અને બેટરીઝ પર કામ કરી રહ્યા છે, અને ડિફેન્સ અને સ્પેસમાં પણ નવા ફ્રન્ટિયર્સ પાર કરી રહ્યા છે. હવે આપણે બ્રિક્સના માધ્યમથી પણ, આ વર્લ્ડ-ક્લાસ ઇનોવેશન્સને ગ્લોબલ માર્કેટ્સ સુધી પહોંચાડવાના છે.
મિત્રો,
ભારતની ઇનોવેશન સ્ટોરીની વધુ એક વિશેષતા છે- ઇનોવેશન એટ પોપ્યુલેશન સ્કેલ. ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) એ પોપ્યુલેશન સ્કેલ પર, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને નવી ગતિ આપી છે.
આજે વિશ્વના પચાસ ટકા રિયલ ટાઇમ પેમેન્ટ્સ, આ જ ટેકનોલોજી પર થાય છે. અને આ ડિજિટલ લેયર પર નવા સોલ્યુશન્સ બનાવવા માટે, અમે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટ-અપ્સને એક ઓપન ઇકોસિસ્ટમ આપી છે. અમને ગર્વ છે કે ભારતના આ વર્લ્ડ-ક્લાસ ઇકોસિસ્ટમને ઘણા દેશો અપનાવી રહ્યા છે. બ્રિક્સ દેશોના ઇનોવેટર્સ પણ, આ અનુભવના આધારે, પોતાના દેશો માટે નવા સોલ્યુશન્સ તૈયાર કરી શકે છે.
મિત્રો,
આજે જ્યારે દુનિયામાં ટ્રેડ બેરિયર્સ વધી રહ્યા છે, ભારત ઇકોનોમિક બ્રિજિસ બનાવી રહ્યું છે. 2014 પછીથી અમે દુનિયાના લગભગ 40 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કર્યા છે. બ્રિક્સમાં પણ અમારો અભિગમ આ જ છે, બેરિયર્સને ઓછા કરવા, અને બિઝનેસેસ માટે તકો વધારવી.
તેથી, અમારી અધ્યક્ષતામાં, અમે એગ્રીકલ્ચર, હેલ્થ, સ્કિલ્સ અને સ્માર્ટ-ગ્રીડ્સ જેવા ક્ષેત્રોમાં, નવા કો-ઓપરેશન નેટવર્કની રચના કરી છે. સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઈને, માર્કેટ અને ફાઇનાન્સથી જોડવા માટે, અમે બ્રિક્સ ઇન્ક્યુબેટર નેટવર્ક, બ્રિક્સ એમએસએમઈ પોર્ટલ, અને બ્રિક્સ સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડ જેવી પહેલો કરી છે.
આ તમામ કો-ઓપરેશન ફ્રેમવર્ક્સનો લાભ આપ સૌ ઉઠાવી શકો છો. અને આપણા દેશો વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ અને ટેલેન્ટની આપ-લે વધારી શકો છો.
મિત્રો,
ગ્લોબલ ટ્રેડ ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે સી લેન્સ સિક્યોર હોય, સપ્લાય રૂટ્સ ઓપન હોય, અને સીફેરર્સ સેફ હોય. અને તેથી, ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન, અને સીફેરર્સની સેફ્ટીનું દ્રઢ સમર્થક છે.
બ્રિક્સ વુમેન્સ બિઝનેસ એલાયન્સ પણ અમારા વિઝનનો અગત્યનો હિસ્સો છે. અમે ઈચ્છીએ છીએ કે વુમન એન્ટરપ્રિન્યોર્સ, અમારી ગ્રોથ સ્ટોરીને લીડ કરે. અમને ખૂબ ખુશી છે કે ભારતમાં આયોજિત આ એલાયન્સની મીટિંગમાં, લગભગ 200 વુમન બિઝનેસ લીડર્સે ભાગ લીધો.
મિત્રો,
આજે જ્યારે બ્રિક્સ પોતાના ત્રીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યું છે, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને મારો અગ્રહ રહેશે, શું તમે બ્રિક્સ દેશો વચ્ચે ટોપ 10 ટ્રેડ બેરિયર્સ હટાવવા માટે રિપોર્ટ બનાવી શકો છો? શું આપણે દર વર્ષે સો બ્રિક્સ સ્ટાર્ટઅપ્સને બીજા બ્રિક્સ માર્કેટ્સમાં સ્કેલ કરવા માટે સપોર્ટ કરી શકીએ છીએ? શું આપણે આપણા બિઝનેસેસ વચ્ચે હજાર નવી પાર્ટનરશિપ્સ વિકસિત કરી શકીએ છીએ? આ ત્રણેય માપદંડો પર આપણે દર વર્ષે પોતાની પ્રોગ્રેસને રિવ્યુ કરવાની છે.
આવો, બ્રિક્સના એમ્બિશનને એક્શનમાં, અને કલેક્ટિવ સ્ટ્રેન્થને ગ્લોબલ સોલ્યુશન્સમાં બદલીએ. બ્રિક્સ આગળ વધે, અને દુનિયાને પણ આગળ વધારે.
આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/JY/JD
Addressing the BRICS Business Forum. Strong business partnerships can open new avenues for growth, innovation and shared prosperity.@BricsIndia2026 https://t.co/EUIH6agfI2
— Narendra Modi (@narendramodi) September 11, 2026
BRICS nations are emerging as important centres of global innovation and solutions. pic.twitter.com/AeDHcssYgB
— PMO India (@PMOIndia) September 11, 2026
Amid global uncertainties, India today offers a source of confidence for growth and stability. pic.twitter.com/MaJczzt72J
— PMO India (@PMOIndia) September 11, 2026
Make in India.
— PMO India (@PMOIndia) September 11, 2026
Innovate with India.
Scale for the world. pic.twitter.com/uL8rshxUdL
At a time when trade barriers are rising across the world, India is building economic bridges. pic.twitter.com/7oEsyRo7Su
— PMO India (@PMOIndia) September 11, 2026
Global trade can move forward only when sea lanes are secure, supply routes remain open and seafarers are safe.
— PMO India (@PMOIndia) September 11, 2026
That is why India is a steadfast advocate of freedom of navigation and the safety of seafarers. pic.twitter.com/b1nJqA7v26
Let us turn BRICS' ambition into action and our collective strength into solutions for the world. pic.twitter.com/etC8f1veIj
— PMO India (@PMOIndia) September 11, 2026