પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ, મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે તેમની આ બીજી મુલાકાત હતી. બંને નેતાઓ અગાઉ 31 ઓગસ્ટ 202 ના રોજ 26મી એસસીઓ (SCO) સમિટ દરમિયાન બિશ્કેકમાં મળ્યા હતા.
બંને નેતાઓએ રાજકીય, આર્થિક, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, કૌશલ્ય ગતિશીલતા અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે રશિયાના આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રદર્શન “ઈનોપ્રોમ (INNOPROM) ઈન્ડિયા” ને આવકાર્યું હતું, જે 9-11 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતમાં પ્રથમ વખત યોજાયું હતું અને વેપાર તેમજ ઔદ્યોગિક સંબંધોને વધુ વિસ્તારવામાં તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ ઈનોપ્રોમ ઈન્ડિયા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો.
નેતાઓએ બહુપક્ષીય ક્ષેત્રમાં, ખાસ કરીને 2026 માટે ભારતની અધ્યક્ષતા હેઠળ બ્રિક્સમાં ભારત-રશિયા જોડાણ અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે પશ્ચિમ એશિયા અને કાળો સમુદ્ર (બ્લેક સી) પ્રદેશમાં સંઘર્ષો સહિત પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ દ્રષ્ટિકોણ શેર કર્યા હતા, જેણે દરિયાઈ વેપાર અને ભારતીય નાવિકોની સલામતી અને સુરક્ષાને અસર કરી છે. પ્રધાનમંત્રીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે સંઘર્ષોના ઉકેલમાં સંવાદ અને મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) આગળ વધવાનો માર્ગ હતો અને ભારત શાંતિના પ્રયાસોમાં સહાય કરવા તૈયાર છે.
બંને દેશો વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં જોડાયેલા રહેવા બંને નેતાઓ સંમતિ દર્શાવી હતી, જે સતત નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી રહી છે અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓની પૃષ્ઠભૂમિમાં સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.
રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને 24મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણ સ્વીકાર્યું છે. સમિટની તારીખો રાજદ્વારી ચેનલો દ્વારા પરસ્પર અનુકૂળતા મુજબ નક્કી કરવામાં આવશે.
SM/BS/JD
Less than two weeks after meeting in Bishkek, Prime Minister @narendramodi and President Vladimir Putin of Russia met in Delhi today.
— PMO India (@PMOIndia) September 11, 2026
The leaders discussed strengthening trade ties and implementing the Programme for Economic Cooperation 2030. They also explored cooperation in… pic.twitter.com/37vDbVxwHe
Delighted to meet President Putin in Delhi, less than two weeks after our meeting in Bishkek.
— Narendra Modi (@narendramodi) September 11, 2026
During today’s meeting we talked about:
Closer trade ties, including implementation of the Programme for Economic Cooperation 2030.
Cooperation in areas like infrastructure, energy,… pic.twitter.com/nLaMDxnDEc
Presented President Putin with a Russian translation of the Thirukkural, which carries the eternal wisdom of the great Thiruvalluvar across languages and borders. pic.twitter.com/rvk3rRDnvg
— Narendra Modi (@narendramodi) September 11, 2026
ரஷ்ய அதிபர் புதினுக்கு தெய்வப்புலவர் திருவள்ளுவரின் திருக்குறள் ரஷ்ய மொழிபெயர்ப்பு பிரதியை பரிசளித்தேன். திருக்குறள் தேச எல்லைகள், மொழிகளைக் கடந்த திருவள்ளுவரின் அளப்பரிய ஞானத்தைப் பறைசாற்றுகிறது. pic.twitter.com/7bNWMcMTH7
— Narendra Modi (@narendramodi) September 11, 2026