Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રિટનના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોન પર વાત કરી


બ્રિટનના પ્રધાનમંત્રી રાઇટ ઓનરેબલ થેરેસા મેએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી.

બંને પ્રધાનમંત્રીઓએ દિવાળીની ઉજવણીના પ્રસંગે એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. તાજેતરમાં દિવાળીનો તહેવાર સંપન્ન થયો છે.

બંને નેતાઓ સંમત થયા હતા કે બંને દેશોમાં અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવાની તક છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ફાઇનાન્સ, વેપાર અને રોકાણ તથા સંરક્ષણ અને સુરક્ષા સામેલ છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ આગામી અઠવાડિયે ભારતમાં પ્રધાનમંત્રી મેને આવકારવા આતુર છે, જે તેમની યુરોપની બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.

TR