Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રિટનમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ-13 નવેમ્બર, 2015

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેકર્સમાં સવારે બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમેરુન સાથે મુલાકાત કરી હતી. તેમણે એક છોડ વાવ્યો હતો તથા બંને નેતાઓએ ભેટનું આદાન પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમેરુને બ્રિટન- ભારત સીઇઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો.

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી કેમેરુને પ્રધાનમંત્રી મોદીના વિઝનના સંદર્ભનો ઉલ્લેખ કરીને ભારતમાં ફેરફારની અભિલાષાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે ઐતિહાસિક તથા સમપૂરક સંબંધોની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધોમાં આર્થિક કરાર ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. તેમણે કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા જેવી પહેલનો ઉલ્લેખ કર્યો હતો તથા માળખાગત સુવિધા, જુદા જુદા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના રસ્તા ખોલવા, 2022 સુધી 50 મિલિયન નવા આવાસોની વચનબદ્ધતા તથા અક્ષય ઉર્જાની ક્ષમતાને 175 ગીગાવોટ સુધી પહોંચાડવા જેવી પ્રતિબદ્ધતાઓ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ બંને દેશો માટે લાભદાયી થશે.

મહારાણીએ પ્રધાનમંત્રી શ્રી મોદી માટે બપોરના ભોજનની યજમાની કરી. બેઠક દરમિયાન ભેટોનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતની વિશાળ વિવિધતા તેની વિશેષતા, ગર્વ તથા શક્તિ છે. લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં બ્રિટિશ-ભારતીય સમુદાયની એક વિશાળ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ શીખ સમુદાયના મહાન યોગદાન તથા ભારતની સૂફી પરંપરા અંગે પોતાના વિચાર મૂક્યા હતા. તેમણે કાલે લંડનમાં શીખ સમુદાય સાથે થયેલી પોતાની બેઠકનું પણ સ્મરણ કરતાં જણાવ્યું હતું કે તેમણે શીખ સમુદાયની પીડાને સમજી હતી, તેમની સમસ્યાઓને સમજી હતી તથા તેઓ તેને હલ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.

ભારત અંગેના પોતાના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરતાં એક કલાકથી વધારે સમય સુધી આપેલા પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ રાજસ્થાનના અલવર જિલ્લાના ઇમરાન ખાનને યાદ કર્યા હતા. જેમણે લગભગ 50 શિક્ષા એપ્સ બનાવીને તેમનું નિ:શૂલ્ક વિતરણ કર્યું હતું. તેમણે હરિયાણાના સરપંચોને પણ યાદ કર્યા હતા. જેમણે ‘સેલ્ફી વિથ ડોટર’ અર્થાત દિકરી સાથે સેલ્ફીના અભિયાનના માધ્યમથી તેમને બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી, જે આંતરરાષ્ટ્રીય રૂપે સફળ અભિયાન બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત માટે તેમની અભિકલ્પનાના કારણે તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે સુનિશ્ચિત છે, જ્યાં ભારતના ઇમરાન ખાને શિક્ષા એપ્સને બનાવીને તેનું નિ:શૂલ્ક વિતરણ કર્યું હતું તથા સરપંચોએ દિકરીઓ સાથે સેલ્ફી જેવી સકારાત્મક ભાવનાઓને પ્રસારિત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં એવા અસંખ્ય લોકો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દુનિયાના તમામ પ્રમુખ ધર્મ ભારતમાં ઉપસ્થિત છે તથા મોટી સંખ્યામાં છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય મૂળના લોકો આ મૂલ્યોને જ્યાં પણ જાય છે પોતાની સાથે લઇ જાય છે તથા એટલા માટે તે ભારતના મહાન દૂત છે. પ્રધાનમંત્રીએ પોતાની સરકારની અત્યાર સુધીની પહેલો ખાસ કરીને સ્વચ્છ ભારત તથા સ્વચ્છ ઉર્જા, ભારતીય નાગરિકોના જીવનમાં ફેરફાર પર પણ વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોટી માત્રામાં સૌર વિકિરણ થવાથી ભારત વૈશ્વિક સૌર સંબંધોનું નેતૃત્વ કરશે તથા સૌર ઉર્જા ઉત્પાદનના લક્ષ્યોને આગળ વધારશે.

J.Khunt/PIB Ahmedabad