પીએમઇન્ડિયા
લોર્ડ સ્પીકર,
સ્પીકરશ્રી,
પ્રધાનમંત્રી શ્રી,
લંડનની મુલાકાતથી હું ખૂબ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. દુનિયાના આ વૈશ્વિકરણના સમયમાં પણ અમારા સમય માટે લંડનનું એક મહત્વ રહેલું છે. આ શહેરે વિશ્વની મોટાભાગની માનવસંસ્કૃતિને અપનાવી લીધી છે અને માનવ સફળતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પુરું પાડે છે. અને હું ખરેખર બ્રિટિશ સંસદમાં મારું વક્તવ્ય આપવા બદલ ધન્યતા અનુભવી રહ્યો છું.
સ્પીકરશ્રી, અમારા માટે દ્વાર ખુલ્લા કરવા બદલ આપનો આભાર, રોયલ કોર્ટની આ અદભૂત વ્યવસ્થા છે. હું જાણું છું કે સંસદનું સત્ર ચાલુ નથી અને પ્રધાનમંત્રી કેમરુન પણ રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.
તેમ છતાં હું આપને યાદ કરાવું, પ્રધાનમંત્રીશ્રી, એક ચૂંટણીલક્ષી સૂત્ર માટે હું આપનો કર્જદાર છું. હું જાણું છું કે આપ આજ સાંજે ચેકર્સમાં આયોજીત કાર્યક્રમમાં આપ મારા યજમાન છો, છતાં હું એ પણ જાણું છું કે આપ સમજી શકશો કે ગૃહમાં હું બન્ને પક્ષે તટસ્થ રહીશ. ખાસ કરીને ભારતીય મૂળના બ્રિટિશ એમપીઓ પણ ટ્રેઝરી અને ઓપોઝીશન બેન્ચીસ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. હું મારી શુભકામનાઓ લેબરપક્ષને પણ આપવા ઇચ્છીશ. વાસ્તવમાં તો, ચૂંટણી પછીનો આ સમયગાળો પણ તાજો જ છે અને ગૃહના દરેક સભ્યને મારા હાર્કિદ અભિનંદન અને શુભકામના છે. અને બ્રિટનના અગ્રણી નેતાઓ તથા ભારતના ખાસ મિત્રો કે જેઓ આજે અહીં ઉપસ્થિત છે તેમને પણ મારી શુભકામના છે.
ભારતનો આધુનિક ઈતિહાસ આ ઇમારત સાથે પણ સંકળાયેલો છે. આ ઉપરાંત કેટલીક બાબતો સાથે સંકળાયેલી અમુક દલીલ એ પણ છે અને ઇતિહાસમાં વણનોંધાયું છે. હું અહીં ફક્ત એટલું જ કહીશ કે ભારતના ઘણા સ્વાતંત્ર્યસેનાનીઓ બ્રિટનની સંસ્થાઓ થકી જ સામે આવી શક્યા છે. આ ઉપરાંત આધુનિક ભારતના અનેક રચેતાઓ જેમાં ઘણા મારા પૂરોગામીઓ પણ સામેલ છે જેમ કે જવાહરલાલ નેહરુથી લઇને ડૉ.મનમોહનસિંઘ પણ આ દ્વારથી પસાર થઇ ચૂક્યા છે.
આ ઉપરાંત ઘણી એવી બાબતો છે કે બ્રિટિશ અથવા ભારત હોય પણ કહેવી ઘણી અઘરી છે. જેગુઆર અથવા સ્કોટલેન્ડ યાર્ડ, ઉદાહરણ માટે કહી શકાય. બ્રૂકબોન્ડ ચા હોય કે મારા સદગત મિત્ર ગુલામ નૂનની કરી હોય. આપણી મજબૂત ડિબેટ એ હોય છે કે લોર્ડ્સની પિચ પરની સ્વિંગ હોય કે ઈડન ગાર્ડન ખાતે લેવાયેલી વિકેટ હોય. આપણે લંડનના ભાંગડા રેપને પણ એટલું જ પસંદ કરીએ છીએ કે જેટલું તમે ભારતની ઇંગ્લિશ નોવેલને પસંદ કરો છો.
આ કાર્યક્રમને અનુલક્ષી, પ્રાઈમ મિનિસ્ટર કેમરુન અને મેં મહાત્મા ગાંધીને પાર્લામેન્ટની બહાર અંજલિ અર્પી છે. વિદેશ પ્રવાસ દરમિયાન મને પૂછવામાં આવેલો એક પ્રશ્ન યાદ કરાવાયો છે. બ્રિટિશ સંસદની બહાર ગાંધીજીની પ્રતિમા કેવી રીતે સ્થાપી શકાઈ ? એ પ્રશ્નના ઉત્તરમાં હું કહીશ, બ્રિટન તેમના મહાત્મ્યને ઓળખી અને સમજી શકે તેટલું સમજદાર તો છે, ભારત તો તેમની મહાનતાને દરેકને જણાવે છે. આપણે બન્ને દેશ તેમના જીવન અને મિશનને અનુભવી ચૂક્યા છીએ અને આપણે બન્ને એટલા તો સમજદાર છીએ કે આપણા સંબંધોને ભવિષ્યમાં વધારે મજબૂત બનાવવા માટે આપણા ઐતિહાસિક જોડાણની શક્તિનો ઉપયોગ કરીશું.
હું આજે અહીં ઉભો છું, કોઇ સરકારી વડા તરીકે નહીં, પણ લોકશાહીના આ મંદિરમાં આવીને બોલવા બદલ ધન્યતા અનુભવું છું. હું અહીં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને પરંપરા અને સંસ્કૃતિનું આદાનપ્રદાન કરું છું.
અને આવતીકાલે પ્રાઈમમિનિસ્ટર અને હું વેમ્બલી ખાતે જવાના છીએ. ભારતમાં પણ દરેક યુવા ફૂટબોલર બેકહમની જેમ રમવા ઇચ્છે છે. વેમ્બલી એ સ્થળ છે કે જ્યાં દોઢ મિલિયન તાંતણાથી આપણને જોડી રાખે છે એટલે કે દોઢ મિલિયન વ્યક્તિઓ ત્યાં છે જેઓ ભારતમાં પોતાના ઐતિહાસિક વારસાનો ગર્વ અનુભવે છે અને બ્રિટનમાં પોતાનું ઘર હોવા બદલ પણ ગૌરવ અનુભવે છે.
આપણે જે વહેંચીએ છીએ તે રજૂ કરવાનો સમય છે જેમ કે મૂલ્યો, સંસ્થાઓ, રાજકીય વ્યવસ્થા, રમતગમત, સંસ્કૃતિ અને કળા. આ ઉપરાંત આપણી વાયબ્રન્ટ ભાગીદારી અને ભવિષ્યના જોડાણને માન્યતા આપે છે.
યુનાઇટેડ કિંગડમ ભારતનું ત્રીજા ક્રમાંકનું સિંગાપોર અને મોરેશિયન પછીનું સૌથી મોટુ રોકાણકાર છે. યુકેમાં સીધા વિદેશી રોકાણના સ્રોત તરીકે ભારત થર્ડ લાર્જેસ્ટ સોર્સ તરીકેનું સ્થાન ધરાવે છે. યુરોપિયન યુનિયનના અન્ય સ્થળોની સરખામણીએ ભારતીયો બ્રિટનમાં સૌથી વધારે મૂડીરોકાણ કરે છે. તેનું કારણ એ છે કે અહીં તેમને આવકારતું અને પરિચિત વાતાવરણ મળી રહે છે.
આપણે ઈન્ડિયન આઇકન તાતાની વાત કરીએ તો બ્રિટિશ આઇકનનું સંચાલન કર્યું અને તમારા દેશમાં સૌથી મોટા ખાનગી ક્ષેત્રના એમ્પ્લોયર બન્યા છે.
યુકે હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અને મને અહીં એ જણાવતા આનંદ પણ થાય છે કે એક ભારતીય કંપનીએ હજારથી વધારે બ્રિટિશ વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કુશળ બનાવવા માટે આકર્ષ્યા છે.
આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના સૌથી અદ્યતન ભાગ સંદર્ભે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. માનવજાતને સતાવનારા અન્ન અને આરોગ્ય સલામતીના પ્રશ્નનો ઉકેલ પણ આપણે સાથે મળીને શોધી રહ્યાં છીએ અને ક્લાયમેન્ટ ચેન્જ જેવા પડકારનો સામનો પણ સાથે મળીને કરી રહ્યાં છીએ.
આપણી સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે જેથી આપણા સંતાનો સલામતીપૂર્વક ઘરે પાછા આવી શકે અને સાયબર સ્પેસ જેવા ગંભીર વિષયો સંદર્ભેના પડકારોનો પણ આપણે સામનો કરી શકીએ.
આપણું સૈન્ય સાથે મળીને કવાયત કરે છે, જેથી તેઓ વધારે જડબેસલાકપણે તૈનાત રહી શકે અને આપણા મૂલ્યોની જાળવણી થાય. એકલા આ વર્ષે જ આપણે સાથે મળીને ત્રણ કવાયત યોજી છે.
અને, આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો, તમારા સહકારને કારણે એ શક્ય બન્યું છે કે ભારત વૈશ્વિક સંસ્થાઓમાં પોતાની વાતને ભાર આપી શક્યું છે. અને તેને કારણે આપણા બન્ને દેશોને સ્પર્શતા મુદ્દાઓ અંગે આપણને મદદ મળી રહેશે.
સ્પીકરશ્રી,
જેવી રીતે આપણી ભાગીદારી મજબૂત છે, જેવા આપણા સંબંધો વધુ મજબૂત છે ત્યારે આપણે સાથે મળીને વધુ ઉચ્ચત્તમ મહત્વાકાંક્ષાઓ નક્કી કરીએ. આપણે બન્ને લોકશાહી ધરાવીએ છીએ, બે મજબૂત અર્થવ્યવસ્થા છીએ અને બે ઇનોવેટિવ્ઝ સોસાયટી છીએ.
આપણી પાસે પારિવારિક સ્તરના સંબંધો છે અને લાંબાગાળાની ભાગીદારીનો અનુભવ પણ રહેલો છે. બ્રિટનનું પુનરુત્થાન પ્રભાવશાળી છે. વૈશ્વિક અર્થતંત્રના ભવિષ્ય પર તેનો પ્રભાવ પણ મજબૂત છે.
અને સ્પીકરશ્રી, દુનિયા માટે આશાઓ તથા તકો માટે ભારત એક ઉજ્જવળ સ્થળ છે. તે કોઇ માત્ર ઇન્ટરનેશનલ સંસ્થાનો વૈશ્વિક ચૂકાદો નથી. તે સંખ્યાઓની ફક્ત દલીલ નથીઃ એ દેશ કે જ્યાં 1.25 બિલિયન લોકોમાં 800 મિલિયન લોકો 35 વર્ષથી નીચેની વયના છે.
આ આશાવાદ અમારા યુવાઓની ઉદ્યોગસાહસિકતા અને ઉર્જાથી આવ્યો છે જેઓ તેઓ સફળતા હાંસલ કરવા આતુર છે. તે અમારા કાયદાઓના રીફોર્મ, નીતિઓ, સંસ્થાઓ તથા કામગીરીના ટકાઉ પગલાનું પરિણામ છે.
અમે અમારા ઉત્પાદન ક્ષેત્રને આગળ વધારવાના છીએ, અમારા ખેતરોમાં વધારે પાક પેદા કરી રહ્યાં છીએ, અમારી સેવાઓ વધુ નવીનતાસભર અને કાર્યક્ષમ બની રહી છે, અમારા યુવાઓને વૈશ્વિકસ્તરનું કૌશલ્ય પૂરું પાડી રહ્યા છીએ, સ્ટાર્ટઅપ એન્ટરપ્રાઇઝીસમાં ક્રાંતિ સર્જી રહ્યાં છીએ અને આવનારી પેઢીઓ માટે નેક્સ્ટ જનરેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી રહ્યાં છીએ.
આ વેગ અમે ગ્રોથનો જે પીછો કર્યો છે તેને કારણે જ નથી આવ્યો પણ દરેક નાગરિકના જીવનસ્તરમાં વધારો કરવાનો પણ મહત્વ રહ્યો છે.
ભારત માટે જે સપનાંઓ આપણે જોયા છે જેમાં હાઉસિંગ, પાવર, જળ અને દરેક માટે સેનિટેશન, દરેક નાગરિક માટે બેન્ક એકાઉન્ટ અને વીમાકવચ, ગામડાંઓને કનેક્ટિવિટી અને સ્માર્ટ અને ટકાઉ શહેરો, આ બધા એવા લક્ષ્યાંક છે કે જે ચોક્કસ તારીખ સાથે પૂર્ણ કરવાના છે ફક્ત આશાઓનું મૃગજળ નથી.
અને ગાંધીજીની પ્રેરણાથી બદલાવ શરૂ થયો છે – સરકારનો કામ કરવા માટેનો માર્ગ, તે માટેની ગવર્નન્સની પારદર્શિતા અને જવાબદેહી. નિર્ણય લેવામાં ઝડપ અને હિંમત.
સમવાયતંત્ર એ રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના સંબંધોમાં હવે લાંબા સમયની તિરાડ નથી રહ્યું પણ નવી ભાગીદારી માટેની ટીમ ઇન્ડિયાની વ્યાખ્યા બની છે. નાગરિકોનો વિશ્વાસ હવે વધારે સરળ બન્યો છે, પ્રૂફ અને પ્રોસેસનો કોઇ બોજો નથી, વેપાર માટેનું એવું વાતાવરણ છે કે જે ખુલ્લું અને કામ કરવા માટે સરળ છે.
દેશને સેલ ફોનના નેટવર્કથી આવરી લેવામાં આવ્યું છે, ડિજિટલ ઇન્ડિયા સરકાર અને નાગરિકો વચ્ચે અંતર દૂર કરી એક મંચ પૂરું પાડે છે.
તેથી, મિસ્ટર સ્પીકર, કવિ ટી.એસ. ઇલિયોટની માફી સાથે, આપણે આઈડિયા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ નકારી નહીં શકાય.
જો આપ ભારતની મુલાકાત લેશો તો આપને પરિવર્તનની લહેરનો અનુભવ થઇ શકશે.
તે મૂડીરોકાણની બાબતમાં પ્રતિબિંબિત થઇ આવે છે, તે અમારી અર્થવ્યવસ્થાની સ્થિરતામાં વધારો કરે છે, આશાઓના 190 મિલિયન નવા બેન્ક એકાઉન્ટ ખોલાયા છે, દરવર્ષે અમારા ગ્રોથમાં 7.5 ટકાનો વધારો થઇ રહ્યો છે.
અને સબકા સાથ સબકા વિકાસનો મુદ્રાલેખ એ અમારા દેશનું વિઝન છે, જેમાં દરેક નાગરિકની ભાગીદારી પણ સામેલ કરવામાં આવી છે.
તે ફક્ત આર્થિક બાબતનો સમાવેશ નથી પણ તે ઉજવણી છે અમારી વિવિધતા, અમારી સામાજીક સંવાદીતાની અને વ્યક્તિગત સ્વતંત્રતા અને અધિકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.
તે અમારી સંસ્કૃતિનો કાલાતીત સ્વભાવ છે, તે અમારા બંધારણનો પાયો છે અને તે અમારા ભવિષ્યનો પાયો પણ છે.
સ્પીકરશ્રી,
મેમ્બર્સ અને મિત્રો,
ભારતની પ્રગતિએ નિયતિ છે માનવતાના એકછઠ્ઠમાંશની. અને દુનિયા પણ વધારે સુરક્ષિત ભવિષ્ય અંગે ગંભીર બની છે ત્યારે પોતાના મંગલમય અંગે પણ વધારે વિશ્વાસપૂર્વક દુનિયા બની છે.
તે આપણા આર્થિક સંબંધો માટે પણ સ્વભાવિક અને અનિવાર્ય પણ છે જેથી તે વધારે મજબૂત અને ગાઢ બની શકે. આપણે એવી ભાગીદારી સર્જીએ કે કોઇ આપણને મહાત ના કરી શકે, આપણે આપણી યુનિક સ્ટ્રેન્થ અને ભારતમાં રહેલી અપાર તકો માટે પણ એકઠા થઇએ.
આપણે વધારે મૂડીરોકાણ અને વેપાર અંગે પણ નિહાળી રહ્યાં છીએ. અમે સર્વિસ સેક્ટર માટેના નવા દ્વાર ખોલી રહ્યાં છીએ. આપણો સહકાર વધી રહ્યો છે અહીં પણ અને ભારતમાં પણ – સંરક્ષણ સાધન ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે. આપણે સાથે મળીને રીન્યુએબલ અને ન્યુક્લિયર એનર્જી અંગે પણ કામ કરી રહ્યાં છીએ.
આપણે સાથે મળીને વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશન અંગેના રહસ્યોને ઉકેલીએ. ડિજિટલ વર્લ્ડ અંગેની તકો અંગે આપણે સમજી ગયા છીએ. આપણા યુવાઓને એકબીજા પાસેથી અને એકબીજાથી ઘણુબધુ જાણવા અને શિખવા મળી રહેશે.
પરંતુ જેવી આપણી ભાગીદારી શ્રીમંત છે, જેવા વચન છે તેને પરસ્પરની સમૃદ્ધિથી માપી શકાય તેમ નથી.
માન્ય સ્પીકરશ્રી,
આપણે દુનિયામાં બહુવિધ સંક્રમણની વયે છીએ. વિશ્વ આપણને જે પ્રકારે ઓળખે છે જાણે અને સમજે છે તેનાથી આપણે કંઇક જુદા હાલના સમયે છીએ અને બની શકીશું.
ફક્ત આપણે બન્ને દેશોની સફળતા અંગેનું નથી પરંતુ એક વચન છે દુનિયાને જેને આપણે બનાવવા ઇચ્છીએ છીએ. આપણી પાસે આપણી ભાગીદારીની શક્તિ છે અને યુનાઇટેડ નેશન્સની સદસ્યતા છે, કોમનવેલ્થ અને જી-ટ્વેન્ટી પણ છે.
આપણે એવા જગતમાં રહીએ છીએ કે જ્યાં દૂરના પ્રાંતની અસ્થિરતા પણ ઝડપથી આપણા ઘરઆંગણે પહોંચી જાય છે. આપણે તેને એક પડકાર તરીકે નિહાળી રહ્યાં છીએ.
દેશોની સરહદોથી ફોલ્ટલાઇનો ખસી રહી છે અને તે આપણી સોસાયટીના જાળામાં અને આપણી શેરીઓ તથા શહેરોમાં પ્રસરી રહ્યું છે. અને આતંકવાદ અને આત્યતિક્તા એ વૈશ્વિક બળ છે કે જે તેમના બદલાતા નામ, જૂથ, ભૂભાગ અને લક્ષ્યાંકથી પણ વધારે વિશાળ છે.
દુનિયાએ એક અવાજે કહેવું પડશે અને આ પડકારોને પહોંચી વળવા માટે અને તેનો સામનો કરવા માટે એકજૂથ થવાની જરૂર છે આ સમયે. આપણે સમય ગુમાવ્યા વગર સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદ સામે એક થવાની જરૂર છે. આતંકવાદ અને આતંકવાદી જૂથ વચ્ચે અથવા કોઇ રાષ્ટ્ર વચ્ચે કોઇ ભેદ રાખવાની જરૂર નથી. આપણને આપણા દેશોમાં આંત્યતિક્તા સામે લડત માટે સોશ્યલ મૂવમેન્ટની જરૂર છે. જે દેશ આતંકવાદનો સામનો કરી રહ્યાં છે તેમને આ પગલાં લેવાની જરૂર છે.
દરિયો હજુ પણ આપણી સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ રહેલો છે. હાલના સમયે આપણે આપણા સાયબર અને આઉટર સ્પેસને પણ સલામત કરવાની જરૂર છે. આપણે અનેક બાબતોએ ચોકસાઈ રાખવાની છે. દક્ષિણ એશિયામાં આપણે સાથે મળીને શાંતિ અને સમૃદ્ધિ માટે આગળ વધવાનું છે.
અમે ઇચ્છીએ છીએ કે મહાન અફઘાની લોકોએ જે પ્રકારના દેશની કલ્પના કરેલી તેવું અફઘાનિસ્તાન તેમને મળે, નહીં કે ભયવાળું અને અન્યોની મહત્વાકાંક્ષાના આધારે રચાયેલું.
શાંતિપૂર્ણ, સ્થિર ઈન્ડિયન ઓશન એ વૈશ્વિક કારોબાર અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. એશિયા પેસિફિક રીજનનું ભવિષ્ય પણ આપણ સહુને અસર કરે તેમ છે. આપણે બન્ને વેસ્ટ એશિયા અને ગલ્ફમાં મોટી હિસ્સેદારી ધરાવીએ છીએ.
અને આફ્રિકામાં, કે જ્યાં અનેક પડકાર રહેલા છે ત્યાં ઉદ્યોગ, નેતાગીરી વગેરે માટેના અનેક રચનાત્મક સંકેત મળી રહ્યાં છે. ભારતે તાજેતરમાં આફ્રિકા સમિટનું આયોજન કર્યું હતું જેમાં પંચાવન દેશો અનો 42 નેતાઓએ ભાગ લીધો હતો.
આપણા ગ્રહના ભવિષ્ય માટે લૉ કાર્બન એજને લોન્ચ કરવા અંગે પણ આપણી વચ્ચે સહકાર જરૂરી છે. તે એક વૈશ્વિક જવાબદારી છે જે અંગે આપણે આ મહિને પેરીસમાં મુદ્દો રજૂ કરી શકીશું.
ક્લિન એનર્જી અંગે પણ આપણે સાથે મળીને કામ કરવાનું છે કારણ કે આપણે અશ્મિજન્ય બળતણ અંગે જ વિચારવાનું નથી પણ આપણી જીવનશૈલી તરફ પણ ધ્યાન આપવાનું છે.
તે અંગે આપણે સહુએ આપણી ભૂમિકા ભજવવાની રહેવાની છે. ભારત માટે વર્ષ 2022 સુધીમાં 175 ગિગાવૉટ રીન્યુઅલ એનર્જીની વધારાની ક્ષમતાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સોલર એનર્જી અંગે પણ સીઓપી21 મીટીંગ દરમિયાન મેં ઇન્ટરનેશનલ સોલર એલિયાન્ઝ અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. જેથી સૂર્યઉર્જા આપણા જીવનનો એક ભાગ બની શકે અને સૌથી અંતરિયાળ ગામડાંઓ માટે પણ તેના થકી ઉર્જા મેળવી શકાય.
બ્રિટનમાં તમે લોકો મોટાભાગે સૂર્યને બદલે વરસાદથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરો છો, પરંતુ મારી ટીમ સોલર એનર્જી માટે કંઇક જૂદી રીતે જ કામ કરે છે.
અને તે અંગે યુનાઇટેડ કિંગડમ ખરું ઉતર્યું છે. આ પ્રયાસમાં ઇનોવેટિવ બ્રિટન વધારે સારી રીતે વિચારી શકે તેમ છે અને મૂલ્યવાન ભાગીદાર પણ બની શકે છે. પ્રાઈમ મિનિસ્ટર કેમરુન અને હું ખુશ છીએ કે અમે પોષાય તેવી અને જરૂરી સ્વચ્છ ઉર્જા માટે આપણા સંબંધોને વધારે મજબૂત બનાવી રહ્યાં છીએ.
સ્પીકરશ્રી,
આ એક મહાન ક્ષણ છે આપણી બન્ને મહાન દેશો માટે. માટે આપણી આપણી તકોને જાળવી રાખીએ અને સહકારમાં આગળ વધીએ, આપણે આપણા સંબંધોમાં વિશ્વાસ રાખીએ અને આપણે એકબીજા પ્રત્યે સંવેદનશીલ પણ રહીએ.
અને તે દિશામાં આપણે આપણી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારીએ અને આપણે આ ભાગીદારીને લીડીંગ ગ્લોબલ પાર્ટનરશિપ તરીકે ગણીએ.
પરંતુ આપણી ભાગીદારીના હેતુ માટે આપણે ભારતના મહાન દિકરા તરફ જોવું પડશે, જેમનું ઘર અહી લંડનમાં છે અને શનિવારે તેને સામાજીક ન્યાયના ઉમદા હેતુ સાથે સમર્પિત કરી રહ્યાં છીએ. ડૉ.બી. આર. આંબેડકર કે જેઓની 125મી જન્મજયંતિ આપણે હમણા ઉજવી રહ્યાં છીએ તેઓ ફક્ત ભારતના બંધારણના તથા સંસદીય લોકશાહીના ઘડવૈયા જ નહોતા. તેઓ નબળાને આગળ લાવનારા પણ હતા. તેમણે આપણે સહુને ઉપર લાવ્યા છે માણસાઈ માટે, જેથી ન્યાય માટેના ભવિષ્યને તૈયાર કરી શકાય, સમાનતા, તકો અને દરેક નાગરિક માટે અસ્મિતા અને માણસાઈથી પણ ઉપર શાંતિ મળી શકે.
આ એક હેતુ છે કે જેના માટે ભારત અને યુકે આજે પોતાને સમર્પિત કરે છે.
ખૂબ ખૂબ આભાર આપ સહુનો.
J.Khunt/PIB Ahmedabad
My speech at the British Parliament focussed on the strong future of India-UK ties & its many benefits. https://t.co/wCMnycqb7y
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Be it Jaguar, Brooke Bond tea, curry or cricket, education, trade, there is lots that binds India & UK. We must continue to deepen this bond
— Narendra Modi (@narendramodi) November 12, 2015
Even in this globalised world, London is still the standard for our times: PM @narendramodi at the UK Parliament https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
I know that the Parliament is not in Session. Prime Minister Cameron looks relaxed and relieved: PM @narendramodi https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
On the way to this event, Prime Minister Cameron and I paid homage to Mahatma Gandhi outside the Parliament: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2015
We are both fortunate enough to have been touched by his life and mission: PM @narendramodi on Mahatma Gandhi https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
Indians invest more in Britain than in the rest of European Union combined: PM @narendramodi https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
The UK remains a preferred destination for Indian students: PM @narendramodi https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
Strong as our partnership is, for a relationship such as ours, we must set higher ambitions: PM @narendramodi https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
Britain’s resurgence is impressive. Its influence on the future of the global economy remains strong: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2015
Our momentum comes not just from growth we pursue, but from the transformation that we seek in the quality of life/ for every citizen: PM
— PMO India (@PMOIndia) November 12, 2015
In India, you will experience the wind of change: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2015
In India, you will experience the wind of change: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2015
The world must speak in one voice and act in unison to combat this challenge of our times: PM on terrorism https://t.co/1YYBNnBhKf
— PMO India (@PMOIndia) November 12, 2015
This is a huge moment for our two great nations: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2015