Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના અશ્ગાબાટ સમજૂતીમાં સમ્મિલિત થવાને મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે ભારતની અશ્ગાબાટ સમજૂતીમાં સમ્મિલિત થવાને મંજૂરી આપી દીધી. અશ્ગાબાટ સમજૂતી મધ્ય એશિયા તેમજ ફારસની ખાડીની વચ્ચે વસ્તુઓની હેરફેરને સુગમ બનાવવાવાળો એક આંતરરાષ્ટ્રીય પરિવહન તેમજ પરાગમન કોરીડોર છે.

અશ્ગાબાટ સમજૂતીના સંસ્થાપક સભ્યોમાં યમન, ઈરાન, તુર્કમિનિસ્તાન તેમજ અજબેકિસ્તાનનો સમાવેશ છે. આના પછી આ સમજૂતીથી કજાકિસ્તાન પણ જોડાયું છે. આ સમજૂતીમાં સમ્મિલિત થવાથી ભારતને યૂરેશિયા ક્ષેત્રની સાથે વ્યાપાર તેમજ વ્યાવસાયિક મેળાપ વધારવામાં વર્તમાન પરિવહન તેમજ પરાગમન કોરિડોરનો ઉપયોગ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત, આ સંપર્ક વધારવા માટે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (આઈએનએસટીસી)નું અમલીકરણ કરવામાં આપણા પ્રયાસોને સમન્વિત કરશે.

અશ્ગાબાટ સમજૂતીમાં ભારતના સમ્મિલિત થવાની ઈચ્છાની હવે ડિપોજીટર દેશ (તુર્કમેનિસ્તાન)ને જાણ કરાશે. આનાથી સંસ્થાપક સભ્યોની કમમતિ પછી ભારત આ સમજૂતીનો એક પક્ષ બની જશે.

AP/J.Khunt/GP