Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદ પ્રધાનમંત્રીને મળ્યા


ભારતના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુલાકાત દરમિયાન, તેઓએ વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સામાજિક સમરસતા, ભાઈચારો વધારવા અને દેશભરમાં શિક્ષણમાં સુધારો કરવા માટે ગ્રાન્ડ મુફ્તીના પ્રશંસનીય પ્રયાસોની નોંધ લીધી હતી.

X (એક્સ) પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

“ભારતના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદ સાહેબ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સામાજિક સમરસતા, ભાઈચારો વધારવા અને શિક્ષણમાં સુધારો કરવાના તેમના પ્રયાસો નોંધપાત્ર છે.

@shkaboobacker”

SM/NP/GP/JD