Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતની વિઝા કાર્યપદ્ધતિના ઉદારીકરણ, સરળીકરણને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતની હાલની વિઝા કાર્યપદ્ધતિના ઉદારીકરણ તેમજ સરળીકરણને મંજૂરી આપી છે તેમજ ગૃહમંત્રીની મંજૂરી તેમજ ગૃહમંત્રાલયની વિવિધ ભાગીદારો સાથે ચર્ચા-વિચારણા બાદ વિઝા નીતિમાં કેટલાક ફેરફારો અંગે નિર્ણય કરાયો છે. આ મંજૂરીથી ફરવા આવનારા, ધંધા અર્થે આવનારા તેમજ તબીબી કારણથી આવનારા વિદેશીઓને સગવડ મળી રહેશે. આની મદદથી આર્થિક વૃદ્ધિ, સેવાઓ જેવી કે ટુરિઝમ, તબીબી સેવા, ધંધાર્થે આવતા મુસાફરોથી આવકમાં વધારો થશે તેમજ સ્કીલ ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા સહિતની સરકારી પહેલને સફળ બનાવવામાં ઉપયોગી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આનાથી ઉપરોક્ત કારણોસર ભારત આવનારા વિદેશીઓ માટે પણ સરળતા રહેશે.

TR