પીએમઇન્ડિયા
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ ટી.એસ.ઠાકુર
ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયમૂર્તિશ્રીઓ આમંત્રિત મહેમાનો તેમજ
મિત્રો…
ભાઈઓ અને બહેનો..
સૌ પ્રથમ આવી વૈશ્વિક પરિષદ યોજવા બદલ હું નીતિ આયોગનો આભાર વ્ચક્ત કરીશ…
મહાત્મા ગાંધી દ્વારા લવાદના શબ્દને બહુ સરળ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.જેમણે કહ્યું હતું : “હું કાયદાની સાચી પ્રથા શીખ્યો છું. હું માનવીના હ્રદય સુધી પહોંચવાની કળા તેમજ માનવ સ્વભાવની સારી બાબતને શોધવાનું શીખ્યો છું. મને સમજાયું કે કોઈપણ વિવાદમાં રહેલા બંને પક્ષને એક કરવાનું કામ એક વકીલનું છે. કેટલાય વર્ષો સુધી ન ભૂંસાય તેવી વાત મારી અંદર સળગતી રહી કે એક વકીલ તરીકે મારી વકીલાતના 25 વર્ષ માત્ર સેંકડો કેસમાં ખાનગી સમાધાનો કરાવવામાં જ વપરાયા. પરંતુ તેને કારણે ન તો મેં મારું સ્વમાન ગુમાવ્યું છે કે ન તો મેં પૈસા ગુમાવ્યા છે.
મિત્રો,
આજે ભારત દેશ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે તેમજ એફડીઆઈ માટે બહુ આકર્ષિત સ્થળ છે સાથે જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે એક તેજસ્વી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યા છીએ. આ ભારતની આધારભૂત શક્તિનું પરિણામ છે જેમાં લોકશાહી, વસ્તી વિષયક ડિવિડન્ડ અને માગનો સમાવેશ થાય છે. આપણે સંપૂર્ણ રીતે આ શક્તિ સાથે સામંજસ્ય સાધવાની જરૂર છે. જો વિવિધ કંપનીઓ અહીં લાંબા ગાળા માટે રોકાણ કરે તેમજ નોકરીની તકો ઉભી કરીને આર્થિક વૃદ્ધિમાં સહભાગી થાય તો જ આ વાત શક્ય બને.
આપણું સ્થાનિક બજાર વિભાજિત થયેલુ છે. વિવિધ રાજ્યોના વિવિધ કરને પરિણામે કેટલીયે વસ્તુઓ તેમજ સેવાઓ મોંઘી બને છે. જે રાજ્યો-રાજ્યો વચ્ચેના વાણિજ્યને અંતરાયરૂપ બને છે. એક સુગ્રથિત રાષ્ટ્રીય બજાર ઉભુ કરવા આપણે વસ્તુ અને સેવા કર અંગે કાયદો ઘડ્યો છે. જે ઘરેલુ માગમાં વધારો કરશે તેમજ ભારતીય ધંધાદારીઓ માટે ઘણો સારો અવસર પેદા કરશે તેમજ કેટલીયે નોકરીઓનું પણ સર્જન કરશે.
ભારત હાલ ડિજીટલ ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે જે ભારતીય સમાજમાં આર્થિક અને ડિજીટલ વિભાજન વચ્ચે સેતુરૂપ બની રહ્યું છે. આ ક્રાંતિ થકી ગ્રામીણ અર્થતંત્ર ગતિમાં આવશે જે ભારતીય અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
નવા નવા ધંધાકીય નમૂનાઓ તેમજ એપ આધારીત સ્ટાર્ટ-અપે ભારતીય સાહસિકોમાં પ્રાણ પૂર્યો છે. ગઈકાલના નોકરીવાંચ્છુઓ આજે નોકરી ઉભી કરતા થઈ ગયા છે. કાયદાનો વ્યવસાય પણ ડિજીટલ દુનિયામાં પ્રવેશી ચૂક્યો છે. કારણોની યાદીથી માંડીને કેસ કાયદા સુધી, એક વકિલનું ગ્રંથાલય આજે માત્ર મોબાઈલની એક ક્લીક દૂર રહી ગયું છે.
મિત્રો,
ભારતીય બજારમાં આજે વિવિધ ધંધાઓ પણ પ્રચલિત કાયદાના સિદ્ધાંતોની શોધમાં છે. તેઓને એ ખાતરી મેળવવાની જરૂર છે કે રાતોરાત કાયદા મનસ્વી રીતે બદલી નાખવામાં નથી આવતા. અને વ્યાપારિક વિવાદો બહુ સરળતાથી ઉકેલાઈ જશે. એક સારી આર્બિટ્રેશનની સંસ્કૃતિ માટે બળવાન કાયદાકીય માળખું જરૂરી છે.
આપણે બહુ લાંબા ગાળાના કાયદાકીય સુધારા કર્યા છે. હજારો જૂના કાયદાઓ આપણે કાઢી નાખ્યા છે. આપણે નાદારી અંગે વ્યાપક પ્રમાણમાં આચારસંહિતા-2016 ઘડી છે, રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રિબ્યુનલનો અમલ કરેલો છે, એક નાણાંકિય કાર્યપદ્ધતિ પણ અપનાવી છે તેમજ કોમોડીટી તેમજ સુરક્ષા માર્કેટનું વિલિનીકરણ પણ કરેલું છે.
વધુમાં, નાદારીની આચારસંહિતાની સાથે સુમેળ સાધીને, ધંધો કરવાની સર્લતમાં વધારો કરવા તેમજ બદલાતા ક્રેડીટ પરીદ્રશ્યને અનુરૂપ બનવા આ વર્ષે અમે SARFAESI તેમજ DRT કાયદામાં સુધારા કર્યા છે.
કાયદાકીય સુધારાઓ ત્યારે જ ઈચ્છીત પરિણામ આપી શકે છે જ્યારે અસરકારક તેમજ કાર્યક્ષમ વિવાદ સુધારણા કાર્યશૈલી આપણી પાસે હોય. ન્યાયતંત્રની સંપૂર્ણ આઝાદી એ ભારતીય બંધારણનું પાયાનું લક્ષણ છે. આપણી ન્યાયિક પ્રક્રિયામાં સામાન્ય નાગરિકો તેમજ ધંધાઓને વિશેષ શ્રદ્ધા રહેલી હોય છે. આપણી સરકારે ન્યાયિક વ્યવસ્થા તેમજ માળખાને સુધારવા વિવિધ પહેલ કરી છે.
વ્યાપારિક વિવાદોનો ઝડપથી ઉકેલ લાવવા આપણે હાઈકોર્ટ એક્ટ 2015 હેઠળ વ્યાપારિક ન્યાયાલય, વ્યાપારિક વિભાગ અંગે વિવિધ કાયદાઓ ઘડ્યા છે.
સમગ્ર દેશમાં જિલ્લા ન્યાયાલયમાં પડતર કેસો અંગેની વિગતો મેળવવા માટે રાષ્ટ્રીય ન્યાયીક વિગતો અંગેનું એક માળખું રચવામાં આવ્યું છે. ઈ-કોર્ટ મિશન અંતર્ગત સમગ્ર ન્યાયાલયોને કોમ્યુટરાઈઝ કરવા અંગે હાલ પગલાં લેવાઈ રહ્યા છે.
હાલની વિવિધ ટ્રીબ્યુનલોને એક કેન્દ્રમાં લાવવા માટે આ સરકાર ખાસ વ્યૂહરચના ઘડી રહી છે. જે હાલની જટીલ ટ્રીબ્યુનલ સિસ્ટમને સરળ બનાવવામાં મદદરૂપ થશે. સાથેસાથે આપણે વૈકલ્પિક વિવાદ ઉકેલ જેવી કે લવાદ, મધ્યસ્થી કેન્દ્ર તેમજ સમાધાન આયોગ અંગેની ઈકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. જે રોકાણકારો તેમજ ધંધાદારીઓને વધુ રાહત આપશે. વધુમાં, વિવિધ ન્યાયાલયમાં થયેલા કેસોના ભરાવામાં પણ સરળતા રહેશે.
લવાદથી વિવાદનો ઉકેલ એ આપણે માટે નવી વાત નથી. ઐતિહાસિક ભારતમાં બે પક્ષ વચ્ચે વિવાદના સમાધાન માટે કેટલીયે વ્યવસ્થાઓ હતી. જેમાં કુલાની અથવા ગ્રામિણ સ્થાનિક સભા, શ્રેણી અથવા નિગમ તેમજ પુગા અથવા ધારાસભાનો સમાવેશ થાય છે. જેમ કે વ્યાપારિક કેસનો નિકાલ મહાજન તેમજ ચેમ્બર દ્વારા કરવામાં આવતો.
આજે કંપનીઓ તેમજ નાણાંકિય સંસ્થાઓ કાયદા નિષ્ણાંતોની જરૂરિયાત રહે છે જેથી તેમના દરેક સોદાઓ તેમજ વ્યવહારો કોઈપણ વિવાદ વિના પૂર્ણ થઈ શકે. જો વિવાદ થાય તો કંપનીઓ દ્વારા લવાદના માધ્યમથી ન્યાયાલયમાં ગયા વગર તેનો ઝડપથી ઉકેલ લાવવાની કોશિશ કરવામાં આવે છે. જેને માટે તેમને ખાસ આર્બિટ્રેશન વકિલની જરૂરિયાત રહે છે.
હાલનું વલણ દર્શાવે છે કે એશિયાઈ દેશો જેવા કે હોંગકોંગ, અને સિંગાપુર પસંદગીના લવાદ માટેના સ્થળ બની ગયા છે. લોકપ્રિય ધંધાકીય કેન્દ્ર તરીકે તેઓ ધંધો કરવા અંગેની સરળતામાં ઘણાં ઉપરના સ્થાને છે. તેથી ગુણવત્તાવાળું આર્બિટ્રેશન વ્યવસ્થાની ઉપલબ્ધી એ સરળતાથી ધંધો કરવાનું એક અભિન્ન અંગ છે કે જેને માટે આપણી સરકાર કાર્યરત્ છે.
મિત્રો..
સંસ્થાકિય આર્બિટ્રેશન માટેની ઈકોસિસ્ટમનું સર્જન કરવું એ આપણી સરકારની સૌપ્રથમ અગ્રતા રહેશે. હાલમાં જ આર્બિટ્રેશન અને કન્સીલીએશન એક્ટમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. જેની મદદથી લવાદની પ્રક્રિયા સરળ, ટાઈમસર તેમજ મુશ્કેલી વગરની બનશે. આપણા કાયદાઓ UNCITRAL મોડલ કાયદા પર આધારીત છે.
સામાન્ય સંજોગોમાં લવાદ અંગેનું ન્યાયલય 12 મહિનાની અંદર કોઈપણ ઉકેલ લાવે તે સુરક્ષિત કરવાનો મુખ્ય હેતુ છે. ફાસ્ટ ટ્રેક પ્રક્રિયામાં આ ઉકેલ માત્ર 6 મહિનામાં પણ આપી શકાય. કોર્ટ દ્વારા લવાદની નિમણૂંક માત્ર 60 દિવસના ગાળામાં કરવાનું નક્કી કરાયું છે. અગાઉ આ ઉકેલ લાવવામાં આવતી અડચણોને પણ દૂર કરવામાં આવી છે.
નવા કાયદા અનુસાર કોઈપણ ઉકેલ માટેની અરજીનો માત્ર એક વર્ષની અંદર નિકાલ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અનુસાર ઉકેલ માટેના દબાણને ન્યાયાલય દ્વારા અસંમતિ દર્શાવી શકાય છે. આ સુધારા દ્વારા લવાદની પદ્ધતિને વૈશ્વિક પદ્ધતિ સાથે સુમેળ સાધી શકાય તેમ છે. એક અગ્ર લવાદ ન્યાયક્ષેત્ર તરીકે ઉભરી આવવાની એક તક આપણને પૂરી પાડે છે. પરંતુ સારી તક મોટા પડકારો લાવે છે. આ પડકારો જેવા કે સારી અને વૈશ્વિક કક્ષાના લવાદની ઉપસ્થિતી, નિષ્પક્ષતાની ખાતરી, સમયસર કામકાજને પૂર્ણ કરવું તેમજ પોસાય તેવું અસરકારક લવાદનું કામકાજ.
મિત્રો..
ભારતમાં સારા તેમજ હોંશિયાર વકિલો તેમજ ન્યાયમૂર્તિઓની જરાપણ ઉણપ નથી. ભારતમાં મોટી સંખ્યામાં નિવૃત્ત ન્યાયાધિશો, એન્જિનિયરો તેમજ વૈજ્ઞાનિકો છે જેઓ વિવિધ જગ્યાએ સારા લવાદ તરીકે ભૂમિકા નિભાવી શકે. વધુ સંખ્યામાં સારા લવાદ તેમજ વકિલો દ્વારા ભારતનો આર્થિક ફાયદો થઈ શકે છે. ભારતમાં કાયદાના અભ્યાસનો વધુ વિકાસ કરવો જોઈએ. સાથે જ વિશિષ્ટ લવાદ બાર એસોસિએશનના વિકાસની જરૂરિયાત છે. આપણે એવી લવાદ સંસ્થાની જરૂર છે જેઓ દેશમાં વૈશ્વિક સ્તરની પરંતુ સસ્તી સેવા પૂરી પાડે. આપણે વૈશ્વિક સ્તરે માન્ય સંસ્થાઓને આવકારીએ છીએ.
આપણે ન્યાયપાલિકા તેમજ લવાદની વ્યવસ્થા અંગેના પ્રયાસોના વિવિધ માર્ગો મુદ્દે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. મધ્યસ્થી એ એક વ્યવસ્થા છે કે જેની સંભાવનાઓનો દેશમાં સારી રીતે ઉપયોગ થયો જ નથી.
મિત્રો..
ભારત માટે સમર્થનકારી વૈકલ્પિક વિવાદ ઉકેલ ઈકોસિસ્ટમ એ રાષ્ટ્રીય અગ્રતા છે. આપણે ભારતને વૈશ્વિક સ્તરે લવાદના કેન્દ્ર તરીકે પ્રોત્સાહીત કરવાની જરૂર છે. રોસ્કો પાઉન્ડના જણાવ્યા અનુસાર, “કાયદો સ્થિર હોવો જોઈએ પરંતુ તે નિર્જીવ ન હોવો જોઈએ.” આપણે સારી પ્રેરણા લેવી જોઈએ. અત્યંત મહત્વના નિયમો, કાર્યપદ્ધતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવા માટે આ પરિષદે એક મંચ પૂરું પાડ્યું. મને ખાતરી છે કે અહીં થયેલી ચર્ચા-વિચારણા ભવિષ્યમાં દેશમાં લવાદની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેમજ કાયદાકીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે ભારત એક લવાદના કેન્દ્ર તરીકે દિશાસૂચક બનશે. આપની ભલામણોના અમલની દિશા તરફ ચોક્કસ આપણે નજર કરીશું.
આભાર.
J. Khunt/GP
India is experiencing a digital revolution. This is bridging the digital and economic divide in Indian society: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2016
From cause-lists to case-laws, the lawyer’s library is now just a click away on your mobile phone: PM Modi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) October 23, 2016
Over a 1000 archaic laws have been scrapped. We have
— PMO India (@PMOIndia) October 23, 2016
enacted a comprehensive Insolvency and Bankruptcy Code, 2016: PM Modi
We have implemented the National Company Law Tribunals &
— PMO India (@PMOIndia) October 23, 2016
established a statutory Monetary Policy Committee: PM Modi
We have enacted Commercial Courts, Commercial Division & Commercial Appellate Division of High Courts Act 2015 for speedy resolution:PM Modi
— PMO India (@PMOIndia) October 23, 2016
A National Judicial Data Grid has been set up to provide data on cases pending in district courts across the country: PM Modi
— PMO India (@PMOIndia) October 23, 2016
We need to facilitate a vibrant ecosystem for alternate dispute resolution, including arbitration, mediation and conciliation: PM Modi
— PMO India (@PMOIndia) October 23, 2016
Major amendments have been made to Arbitration and Conciliation Act. This has made arbitration process easy, timely & hassle-free: PM Modi
— PMO India (@PMOIndia) October 23, 2016
India has no dearth of brilliant lawyers and judges. We have a large no of retired judges,engineers &scientists who can serve as arbitrators
— PMO India (@PMOIndia) October 23, 2016
An alternate dispute resolution ecosystem is a national priority for India. We need to promote India globally as an arbitration hub: PM Modi
— PMO India (@PMOIndia) October 23, 2016
Am sure deliberations shall help in strengthening Arbitration & set a milestone in positioning India as a global hub for arbitration:PM Modi
— PMO India (@PMOIndia) October 23, 2016