Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતમાં વેપારના સરળીકરણને ટેકો આપવા કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને યુનાઈટેડ કિંગડમ (યુકે) વચ્ચેના કરારોને મંજૂરી આપી


ભારતમાં વ્યાપાર કરવાની સુવિધાને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચેના કરારોને પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે. કરારો ઉપર આ મહિને અગાઉ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરારો વડે ઉત્તમ કાર્યો, તકનીકી મદદની પરિપૂર્તિ અને વધુ સારા પરિવર્તનોના અમલીકરણ માટે બન્ને દેશોના અધિકારીઓના આદાનપ્રદાન કરી શકાશે. આ જોડાણ તેની પરિધિમાં રાજ્ય સરકારોને પણ આવરી લેશે. યુકે સરકારે નીચેના ક્ષેત્રોમાં પોતાની કુશળતાને રજુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અ) નાના ઉદ્યોગો અને શરૂ થઇ રહેલાને સહાય

બ) વ્યાપારની શરૂઆત અને તેમની નોંધણી

ક) કર ચુકવણી અને કર વહીવટ

ડ) નાદારી

ઈ) બાંધકામની મંજૂરી

ફ) વીજળી મેળવવી

ગ) તપાસ અને નિયામક પ્રથા માટે સાહસ આધારિત માળખું

હ) સરહદ પાર વ્યાપાર

ઈ) સ્પર્ધાત્મક અર્થવ્યવસ્થા

જ) ક્રેડીટ મેળવવી

ક) કાયદાઓ અને નિયંત્રણો તૈયાર કરવા

લ) નિયંત્રણના પ્રવાહ અને સ્ટોકને ઓછો કરવો

મ) નિયંત્રણની અસરનું મૂલ્યાંકન

વર્તમાન સમયમાં, ભારત (ડુઈંગ બીઝનેસ રિપોર્ટ, 2017 અનુસાર) 190 અર્થતંત્રોમાંથી 130મા સ્થાને છે. યુકે સરકારે તાજેતરના વર્ષોમાં ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ રેન્કિંગમાં અસાધારણ સુધારો પ્રાપ્ત કર્યો છે. લાભકર્તાઓમાં ઉત્તમ કાર્યો, સક્ષમતા નિર્માણ વગેરેનું આદાનપ્રદાન કરી કેન્દ્ર સરકારના મંત્રાલયો/ વિભાગો અને રાજ્ય સરકારના અધિકારીઓનો સમાવેશ થાય છે. પ્રત્યેક પક્ષ પોતાના અધિકારીઓ માટેના વાહનવ્યવહાર તથા અન્ય વહીવટી ખર્ચ તેમજ તાલીમ/ સેમીનાર/ કોન્ફરન્સ આયોજનના તમામ ખર્ચ ભોગવશે.

આ કરારો અધિકારીઓ માટે વધુ સારા નિયમનો, આગળ પડતા ઇન્સ્પેકટરો માટે સક્ષમતા નિર્માણ, ઉત્તમ કાર્યો વગેરે ઉપર વ્યવસાયિક અભ્યાસક્રમો રજુ કરવા માટે યુકે સરકારની વિવિધ એજન્સીઓને સુવિધા પૂરી પાડે છે. આ જોડાણથી ભારત સરકાર, રાજ્ય સરકારો અને તેને સંલગ્ન એજન્સીઓ દ્વારા રચનાત્મક પ્રક્રિયાઓના ઝડપી અમલ થવાની શક્યતા છે, જેનાથી ભારતમાં સુવિધાપૂર્ણ વ્યાવસાયિક વાતાવરણનું નિર્માણ થશે અને દેશમાં નિયામક વાતાવરણ વધુ સરળતાથી રચાશે.

J.Khunt/GP