Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતીય કોમ્પ્યુટર આપાતકાલિન પ્રતિક્રિયા દળની સાથે સાયબર સુરક્ષામાં સહયોગ માટે (1) સાયબર સુરક્ષા, મલેશિયા (2) સિંગાપુરની સાયબર સુરક્ષા એજન્સી (3) જાપાન કોમ્પ્યુટર આપાતકાલિન પ્રતિક્રિયા દળ સમન્વય કેન્દ્રની વચ્ચે સમજૂતિ કરાર પત્ર પર હસ્તાક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળને ભારતીય કોમ્પ્યુટર આપાતકાલિન પ્રતિક્રિયા દળ (સીઈઆરટી – ઈન)ની સાથે તેની સમકક્ષ મલેશિયા, સિંગાપુર અને જાપાનની એજન્સીઓની વચ્ચે એક સમજૂતિ કરાર પત્ર પર હસ્તાક્ષર અંગેની માહિતી આપવામાં આવી હતી.

સાયબર સુરક્ષા અંગે ત્રણ સમજૂતિ કરાર પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેની માહિતી આ પ્રકારથી છેઃ

(1) ભારતની સીઈઆરટી – ઈન અને મલેશિયાની સાયબર સુરક્ષાની વચ્ચે, પ્રધાનમંત્રીની મલેશિયા યાત્રા દરમ્યાન મલેશિયાના કુઆલાલમ્પુરમાં 23 નવેમ્બર 2015ના રોજ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતિ કરાર પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

(2) ભારતની સીઈઆરટી-ઈન અને સિંગાપુર કોમ્પ્યુટર આપાતકાલિન પ્રતિક્રિયા દળ (એસઆઈએનજી- સીઈઆરટી), સિંગાપુરની સાયબર સુરક્ષા એજન્સી (સીએસએ) વચ્ચે પ્રધાનમંત્રીની સિંગાપુર યાત્રા દરમ્યાન મલેશિયાના કુઆલાલ્મ્પુરમાં 24 નવેમ્બર 2015ના રોજ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતિ કરાર પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

(3) ભારતની સીઈઆરટી – ઈન અને જાપાન કોમ્પ્યુટર આપાતકાલિન પ્રતિક્રિયા દળ સમન્વય કેન્દ્ર (જેપીસીઈઆરટી/ સીસી) વચ્ચે 7 ડિસેમ્બર 2015ના રોજ રાજકિય આદાન-પ્રધાનના માધ્યમથી સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ અંગે હસ્તાક્ષર થયા અને બન્ને એજન્સીઓ વચ્ચે હસ્તાક્ષરવાળા સમજૂતિ કરાર પત્રના આદાન – પ્રદાનની પ્રક્રિયાને 22 ડિસેમ્બર 2015 સુધી પૂર્ણ કરી લેવામાં આવી હતી.

સાયબર સુરક્ષાથી સંબંધિત સમજૂતિ કરાર પત્રોથી ભારત અને સંબંધિત દેશોની વચ્ચે સુરક્ષા સાથે સંકળાયેલી ઘટનાઓની રોકથામ અને સમાધાન, તેમની જાણકારી મેળવવી અને જ્ઞાન તથા અનુભવના આદાન – પ્રદાન હેતુ સહયોગને પ્રોત્સાહન મળશે.

AP/J.Khunt