પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય વિમાન પતન પ્રાધિકરણ (એએઆઈ) દ્વારા પારિત સંકલ્પ અનુસાર એએઆઈની 1500 વર્ગમીટર ભૂમિ ઈન્દોર હવાઈ મથકે ખરાબ થનારા કાર્ગો માટેના કેન્દ્ર (સીપીસી)ની સ્થાપના માટે મેસર્સ એમ.પી.વેરહાઉસિંગ લોજીસ્ટીક કોર્પોરેશન (એમપીડબલ્યુએલસી)ને ભાડે આપવાને પોતાની મંજૂરી આપી દીધી છે.
આ કેન્દ્ર પરિવહન હવાઈ મથકોના રાજ્યથી ખરાબ થનારી વસ્તુઓ માટે અત્યાધુનિક સુવિધા વાળું નિકાસ બિંદુ હશે. આ વેપારીઓની દરેક આવશ્યકતાઓને એક છત નીચે પુરૂ કરનારૂં અને ઉત્પાદનની ગુણવત્તાના રખરખાવ માટે વિશ્વ સ્તરની સુવિધા ઉપલબ્ધ કરાવનારૂં કેન્દ્ર બનશે. આ સુવિધા પીપીપી મોડ હેઠળ એમપીડબલ્યુએલસી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
જલદી ખરાબ થનારી કાર્ગો માટેના કેન્દ્રના નિર્માણથી સ્થાનિક આબાદીની રોજગારની જરૂરિયાત પૂરી થવાની આશા છે, કેમ કે આનાથી રોજગાર વધવાની મહત્વપૂર્ણ સંભાવના છે. આ સીપીસીના પ્રબંધન માટે કુળ મળીને 113 વ્યકિતઓની આવશ્યકતા પડશે.
પૃષ્ઠભૂમિઃ-
મધ્યપ્રદેશ સરકારે દેવી અહિલ્યા બાઈ હવાઈ મથક, ઈન્દોરમાં સીપીસીની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકયો હતો. આ પગલાની પાછળ મધ્યપ્રદેશના માળવા ક્ષેત્રમાં દવાઓ,પોલ્ટ્રી ઉત્પાદનો અને બાગાયતી ઉત્પાદનોની નિકાસની ભારે માંગ જવાબદાર છે.
આ ભૂમિ ભાડે પટ્ટે મળવાથી મધ્યપ્રદેશ રાજ્ય સરકાર ઈન્દોર હવાઈ મથકે ખરાબ થનારા કાર્ગો માટે કેન્દ્રની સ્થાપના દ્વારા કૃષિ અને બાગાયતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં સક્ષમ બનશે.
AP/J.Khunt/DK