Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને અમેરિકાના સાઇબર સંબંધની રૂપરેખા પર તથ્ય પત્ર (7 જૂન, 2016)


ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધમાં સાઇબર મુદ્દા પર સહયોગ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. બંને દેશોની વચ્ચે સામરિક સાઇબર સંબંધ છે જેમાં બંને દેશો સાથેના મૂલ્ય, સમાન દ્રષ્ટિકોણ અને સાઇબર સ્પેસ માટે ભાગીદારીના સિદ્ધાંત પ્રતિબિંબિત થાય છે. બંને પક્ષ વ્યાપક સ્તર પર સહયોગને સાઇબર ક્ષેત્રમાં વધારવા તથા તેને સાંસ્થનિક બનાવવાના મૂલ્યોને માને છે. આ સંદર્ભમાં બંને પક્ષ નીચેના સંયુક્ત સિદ્ધાંતોના આધાર પર એક માળખાને પૂરો કરવાનો ઇરાદો રાખે છે.

ભારત – અમેરિકાના સાઇબર સંબંધની ભાગીદારીના સિદ્ધાંતોમાં નીચેના મુદ્દા સામેલ છે. :-

• સ્પષ્ટ, અંત: પ્રચાલનીય, સુરક્ષિત તથા વિશ્વસનીય સાઇબરસ્પેસનો માહોલ બનાવવા માટે વચનબદ્ધતા

• વેપાર, વાણિજ્ય અને આર્થિક વિકાસ તથા નવાચાર માટે ઇન્ટરનેટને એન્જિનના રૂપમાં પ્રોત્સાહન આપવાની વચનબદ્ધતા

• સ્વતંત્ર સૂચના પ્રવાહને પ્રોત્સાહન આપવાની વચનબદ્ધતા

• સાઇબર સુરક્ષા તથા સાઇબર ગુનાના મામલામાં ખાનગી તથા સરકારી અધિકારીઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાની વચનબદ્ધતા

• સાઇબર ખતરા સામે મુકાબલો કરવા તથા સાઇબર સુરક્ષાને પ્રોત્સાહન આપવાના મહત્વ તથા દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય સહયોગને માન્યતા પ્રદાન કરવી

• સાંસ્કૃતિક તથા ભાષાની વિવિધતાનો આદર કરવો

• એક એવી રુપરેખાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સુરક્ષા તથા સ્થિરતાને પ્રોત્સાહન આપવાની વચનબદ્ધતા જે સાઇબરસ્પેસના ક્ષેત્રમાં કોઇ રાષ્ટ્રના આચરણ તથા સાઇબર સ્પેસના ક્ષેત્રમાં તેના જવાબદારીભર્યા વ્યવહારના સ્વૈચ્છિત માપદંડોને પ્રોત્સાહન આપવા પર આંતરરાષ્ટ્રીય કાયદા ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના અમલને માન્યતા આપતી હોય.

• ઇન્ટરનેટ સંચાલનના ઘણા હિતધારકોના મોડલ પ્રત્યે વચનબદ્ધતા જે પોતાના હિતધારકો તથા સરકાર સહિત, સિવિલ સોસાયટી તથા ખાનગી ક્ષેત્ર પ્રત્યે પારદર્શક તથા જવાબદાર હોય તથા તેમની વચ્ચેના સહયોગને પ્રોત્સાહિત કરે.

રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત સાઇબર સુરક્ષા મામલામાં સરકારની પ્રમુખ ભૂમિકાને માન્યતા

• સાઇબર સુરક્ષાના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ સહયોગ તથા શોધ અને વિકાસના મહત્વને માન્યતા આપવા તથા મહત્વ પ્રત્યે ભાગીદારી હેઠળની વચનબદ્ધતા

• બંને દેશોની વચ્ચે સાઇબર અપરાધ સામે મુકાબલા માટે કાયદો લાગૂ કરનારી એજન્સીઓની વચ્ચે મજબૂત સહયોગને પ્રોત્સાહન આપવાની વચનબદ્ધતા

• ઓનલાઇન મૌલિક સ્વતંત્રતા, માનવાધિકારો પ્રત્યે આદર તથા તેમને પ્રોત્સાહન આપવા માટેની વચનબદ્ધતા

• મહત્વપૂર્ણ સૂચના તંત્રની સુરક્ષા તથા તેમની સુગમ્તાને વધારે મજબૂત કરવામાં સહયોગનો ઇરાદો. આ ભાગીદારીને સિદ્ધાંતોને આગળ વધારવામાં બંને પક્ષોની વચ્ચે સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં નિચેના મુદ્દા અપેક્ષિત છે :- સાઇબર સુરક્ષાની સર્વશ્રેષ્ઠ કાર્યકુશળતાની ઓળખ, સહયોગ, ભાગીદારી કરવી તથા તેમનું ક્રિયાન્વયન.

– દુર્ભાવનાપૂર્ણ સાઇબર સુરક્ષાના ખતરા, આક્રમણની ગતિવિધિઓના સમયે જ્યારે ઉપસ્થિત દ્વિપક્ષિય વ્યવસ્થાને દ્રઢતા સાથે લાગૂ કરવી હોય તો વાસ્તવિક સમય કે તેની આસપાસની સૂચનાને વહેંચવી તથા સૂચનાના આદાન – પ્રદાનમાં સુધારા માટે યોગ્ય તંત્રની સ્થાપના કરવી.

– આઇસીટી સંરચનાઓ તથા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદા અંતર્ગત આ સંરચનાઓની સૂચનાઓ પ્રત્યે દ્રઢતાની સુરક્ષા અને સાઇબરના ખતરાને ઓછું કરવા તથા વ્યવહારિક સહયોગ માટે સંયુક્ત તંત્રનો વિકાસ કરવો.

– સાઇબર સુરક્ષા સાથે સંબંધિત શોધ અને વિકાસ , સાઇબર સુરક્ષા માનક અને માન્યતા આપવાની પ્રક્રિયા સહિત સુરક્ષા તપાસ સંબંધિત એવા વિષયો પર આગળની સલાહ – ચર્ચા કરવા સહિત સાઇબર સુરક્ષા ઉત્પાદનોના વિકાસના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવામાં સહયોગ કરવો.

– પારસ્પરિક અને સ્વૈસ્છિક આધાર પર આઇસીટી સંરચનાઓની સુરક્ષામાં યોગદાન આપનારા વ્યવહારિક ઉપાયોનું ક્રિયાન્વયન તથા તેમની વિસ્તૃત ચર્ચા

• સાઇબર અપરાધોને રોકવા માટે કાયદા પ્રવર્તન એજન્સીઓની વચ્ચે સહયોગને નિરંતર વધારવો. એના માટે પ્રશિક્ષણ કાર્યશાળાઓ,વાર્તાલાપ, કાર્યવિધિ અને કાર્યપ્રણાલીમાં વધારો કરવો અને જરૂરી હોય તો ચર્ચા કરવી સામેલ છે.

• સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા કાયદા પ્રવર્તન એજન્સીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી. તેમાં અમેરિકા અને ભારતના સંબંધિત કાયદા અને નિયમોને અનુરૂપ ઇલેક્ટ્રોનિક સબૂતો હેતૂ યોગ્ય અનુરોધ માટે નોંધ તૈયાર કરવી પણ સામેલ છે.

• સાઇબર સુરક્ષા, સાઇબર અપરાધ રોકવા સંબંધિત પ્રયાસો, ડિઝિટલ ન્યાયિક તથા કાયદાકિય રુપરેખાના ક્ષેત્રમાં સંયુક્ત રુપથી કૌશલ્ય વિકાસ તથા ક્ષમતા વિકાસ કાર્યક્રમોની શરૂઆત કરવી.

• સાઇબરસ્પેસમાં રાષ્ટ્રોના માર્ગદર્શન માટે આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રાસંગિકતાને પ્રોત્સાહન પ્રદાન કરવું અને સાઇબરસ્પેસમાં રાષ્ટ્રો પર તેના લાગૂ કરવાની દિશામાં શોધ કરવી.

• શાંતિકાળમાં રાષ્ટ્રોના જવાબદારીભર્યા વ્યવહાર માટે સ્વૈચ્છિક માપદંડોને પ્રોત્સાહન પ્રદાન કરવું. તેમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં સૂચના તથા દૂરસંચારના ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્રના સરકારી વિશેષજ્ઞ દળ દ્વારા ચિન્હિત કરવામાં આવેલા માપદંડો પણ સામેલ છે.

સ્વૈચ્છિત નિયમો પ્રત્યે પ્રતિબદ્ધતા જેના અંતર્ગત

• બંને રાષ્ટ્ર કોઇ પણ એવી ઓનલાઇન ગતિવિધિઓનું સંચાલન કે જાણીજોઇને સમર્થન નહીં કરે જેનાથી જાણીજોઇને મહત્વપૂર્ણ આધારભૂત માળખાને નુકસાન પહોંચે કે અન્ય કોઇ રુપમાં નાગરિકોને સેવા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ આધારભૂત માળખાના ઉપયોગમાં નુકસાન પહોંચે.

• બંને રાષ્ટ્રો સાઇબર ઘટનાઓની પ્રતિક્રિયામાં રાષ્ટ્રીય સીએસઆઇઆરટીને રોકવા સંબંધિત કોઇ પણ ગતિવિધિનું સંચાલન કે જાણીજોઇને સહયોગ નહીં કરે. બંને રાષ્ટ્ર હાનિકારક ઓનલાઇન ગતિવિધિ માટે સીએસઆઇઆરટીનો ઉપયોગ પણ નહીં કરે.

• બંને રાષ્ટ્ર એકબીજાના ક્ષેત્રમાં સાઇબર અપરાધોની તપાસ, ઇલેક્ટ્રોનિક સબૂતોને ભેગા કરવા તથા એકબીજાના ક્ષેત્રથી થનારી દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિની ગંભીરતાને ઓછી કરવામાં સહયોગના અનુરોધ પર એકબીજાની સાથે પોતાના સ્થાનિક અધિનિયમો તથા આંતરરાષ્ટ્રીય અનુગ્રહોને અનુરૂપ આપસમાં સહયોગ કરશે.
• બંને રાષ્ટ્રો બૌદ્ધિક સંપદાની આઇસીટી આધારિત ચોરીનું સંચાલન કે જાણીજોઇને સહયોગ નહીં કરે. તેમાં કંપનીઓ કે વ્યવસાયિક ક્ષેત્રને પ્રતિસ્પર્ધાત્મક લાભ આપવાના ઉદ્દેશ્યથી વ્યાપારિક રાજ તથા અન્ય છૂપી વ્યાપારિક સૂચના સામેલ છે.

• કંપનીઓની સત્તાવાર માન્યતા સહિત દૂરસંચાર સુરક્ષા સંબંધિત મુદ્દા જેવા દૂરસંચારના સાધનો સુરક્ષા માપદંડો તથા પરીક્ષણમાં પરસ્પર સહયોગ કરવો.

• આંતરરાષ્ટ્રીય સાઇબર સ્થિરતા તથા સાઇબર ગતિવિધિને અસ્થિર કરવામાં ભાગીદારીથી તાલમેલનો વિકાસ કરવો.

• આઇસીટી ઉત્પાદનો તથા સેવાઓની સુરક્ષામાં પ્રયોગકર્તાના વિશ્વાસમાં વૃદ્ધિ માટે આપૂર્તિ શ્રેણીના એકીકરણને સમર્થન આપવા માટે રાજકિય સ્તર પર વિચાર વિમર્શ કરવો.

• ઘટના પર પ્રતિક્રિયા સંબંધિત સર્વશ્રેષ્ઠ અભ્યાસ પર વાર્તાને પ્રોત્સાહન અપાવાનો ક્રમ ચાલૂ રાખવો

• વિશિષ્ટ સહયોગને આગળ વધારવા માટે સાઇબર સુરક્ષાના પરિદેશ્યની પ્રાથમિકતાને સામેલ કરતા સંયુક્ત ટેબલટોપ અભ્યાસની સુવિધા આપવી.

• ઇન્ટરનેટ સંચાલન પ્રણાલીના ઘણા હિતધારકોવાળા મોડલને સમર્થન આપવું.

• આઇસીએએનએન, આઇજીએફ તથા અન્ય સંસ્થાઓ સહિત ઇન્ટરનેટ સંચાલન પ્રણાલી મંચથી આપણી વાર્તા તથા તેમની સહભાગિતા તથા બંને દેશોના આ મંચોની સક્રિય ભાગીદારીને સમર્થન આપવું.

• આંતરરાષ્ટ્રીય સાઇબર ગૂનાના ક્ષેત્રમાં પ્રભાવશાળી સહયોગ માટે વિચારણા કરવી તથા યોગ્ય પગલાં લેવા.
• ભારતમાં મહત્વપૂર્ણ ઇન્ટરનેટ સંરચનાઓને મજબૂત કરવી.

• બંને દેશો દ્વારા નિયંત્રણની ઇચ્છાવાળી ટેકનિકના બેવડા ઉપયોગ સહિત ટેકનિક પહોંચ નિતિની એકસાથેની સમજ સુનિશ્ચિત કરવા માટે દ્વીપક્ષિય ઉચ્ચ ટેકનિક સહયોગ સમૂહના માધ્યમથી કામ કરવું.

• ભારત – અમેરિકા સાઇબરની પૂર્ણ રુપરેખા પર 60 દિવસોની અંદર હસ્તાક્ષર થવાની આશા છે.

J.Khunt/GP