Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને અમેરિકા નવેમ્બર, 2017માં હૈદરાબાદમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટનું સહ-આયોજન કરશે


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જીઇએસ ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ અપ્સને વૈશ્વિક આગોવાનો સાથે મળવાની વિશિષ્ટ તક પ્રદાન કરશે

ભારત અને અમેરિકા 28થી 30 નવેમ્બર, 2017 સુધી હૈદરાબાદમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ (જીઇએસ)નું સહઆયોજન કરશે.

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમનાં એકાઉન્ટમાંથી એક પછી એક ટ્વીટ કરીને કહ્યું હતું કેઃ “ભારત અને અમેરિકા 28થી 30 નવેમ્બર, 2017 સુધી હૈદરાબાદમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ (જીઇએસ)નું સહઆયોજન કરશે. આ સમિટ ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ અપ્સને વૈશ્વિક આગેવાનોને મળવાની વિશિષ્ટ તક પૂરી પાડશે. ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ 2017 – હૈદરાબાદમાં અમેરિકાનાં પ્રતિનિધિમંડળનાં આગેવાન તરીકે સુશ્રી ઇવાન્કા ટ્રમ્પની હાજરીને લઈને આતુર છીએ.”

 

J.Khunt/TR