પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટે ભારત અને આર્મેનિયા વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે થયેલા સમજૂતિના કરારને મંજૂરી આપી છે.
આ સમજૂતિના કરારને પરિણામે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રે સહયોગ વધશે અને ડિઝાસ્ટરની ઘટના બને ત્યારે બંને દેશોના લોકોના કલ્યાણ અને સલામતિ પ્રદાન થઈ શકે તેવા પગલાં લઈ શકાશે. આ કરારને પરિણામે પરસ્પરના હિતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સુસંગત માહિતીની આપ-લે પણ થઈ શકશે.
વધુમાં, આ સમજૂતિના કરારથી એક એવી પધ્ધતિ અમલમાં આવશે કે જેનાથી ભારત અને આર્મેનિયા બંનેને અન્ય દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તંત્ર વ્યવસ્થા ગોઠવવાનો લાભ મળશે તેમજ ડિઝાસ્ટર સામે સજ્જતા, પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણ પેદા કરી શકાશે.
NP/J.Khunt/TR/GP