પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત અને ઈજીપ્ત વચ્ચે સમુદ્રી પરિવહનથી સંબંધિત એક સમજૂતિ પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે.
શિપિંગના ક્ષેત્રમાં બંને દેશોના પરસ્પર સહયોગથી મળનારા લાભ અને મહત્વને ધ્યાનમાં રાખીને આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લેવાયો છે. સમજૂતી દ્વારા બંને દેશો વચ્ચે મર્ચન્ટ શિપિંગ અને અન્ય સમુદ્ર સંબંધી બાબતોમાં સલાહ લઈ શકાશે. સાથો સાથ આ ક્ષેત્રમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવાશે.
પારસ્પિરક સુવિધાજનક તારીખ અને સ્થાનના હિસાબથી સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
આ સમજૂતીથી સમુદ્ર સંબંધિત ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધશે અને સંબંધો મજબૂત થશે. તેનાથી સમુદ્રી પરિવહનને વધુ યોગ્ય બનાવી શકાશે, પ્રશિક્ષણ માટે વિભિન્ન સમુદ્રી પ્રતિષ્ઠાનોથી વિદ્યાર્થીઓ અને સ્ટાફનું આદાન-પ્રદાન કરી શકાશે, સમુદ્ર અને બંદરો પર વાણિજ્યિક માલના પ્રવાહને સુવિધાજનક બનાવી શકાશે, સમુદ્રી પરિવહન, જહાજ નિર્માણ અને સમારકામ, સમુદ્રી પ્રશિક્ષણ, સિમ્યુલેટર્સના વિકાસ સહિત સૂચના પ્રોદ્યૌગિકી, બંદરોના વિકાસ અને અન્ય સમુદ્રી ગતિવિધિઓ વગેરેના ક્ષેત્રમાં સંયુકત ઉપક્રમોની સ્થાપના કરી શકાશે.
AP/J.Khunt/DK