પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે રાજનયિક/અધિકારી/સેવા તથા સાધારણ પાસપોર્ટ ધારકો માટે વીઝા સુવિધા આપવા પર ભારત અને ઈરાનની વચ્ચે હસ્તાક્ષર કરાયેલી સહમતિ પરની સમજૂતીને મંજૂરી આપી દીધી છે.
સમજૂતીની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છેઃ
1. આના પરિણામસ્વરૂપ વીઝા આવેદનની સાથે સ્થાનીય વિદેશ મંત્રાલયના અધિકારીની નોટ પ્રસ્તુત કરવા પર મેજબાન દેશ સ્થાનીય રાજનયિક મિશન વૈધ રાજનયિક/અધિકારી/સેવાપાસપોર્ટ ધારકોને 20 કાર્ય દિવસની અંદર 90 દિવસોની વૈધતાવાળા નિઃશુલ્ક વીઝા જારી કરાશે. આગંતુક પરિવારના નજીકના સભ્યો (લોહીનો સંબંધ અથવા માતા-પિતા, ભાઈ-બહેન, વયસ્ક બાળકો અને સાસુ-સસરા) માટે ત્રણ મહિનાની અવધીવાળા નિઃશુલ્ક વિઝા તથા કાર્ય પર ગયેલા વ્યક્તિઓના નજીકના સંબંધિઓ માટે વીઝા શુલ્કની ચૂકવણી પર વીઝા જારી કરવામાં આવશે.
2. ખાસ દ્વિપક્ષીય ઉદ્દેશ માટે યાત્રા પર રાજનીતિજ્ઞ, અધિકારીઓ તથા સંમેલન અને સેમીનાર માટે લેવાયેલા લોકો દ્વારા યાત્રાનો હેતુ બતાવનારા વિદેશ મંત્રાલયના અધિકારીની નોટ રજૂ કરવા પર ત્રણ કાર્ય દિવસોની અંદર વિસ્તારિત ન થનારા નિઃશુલ્ક પ્રવેશ વીઝા જારી કરવામાં આવશે. જેની અવધિ 15 દિવસની હશે.
3. પોતાના રાજનયિક મશીનો અને કોન્સ્યુલેટ જનરલમાં બતાવાયેલ અધિકારિક વ્યાપાર માટે યાત્રા પર ગયેલા ઓડિટ/નાણા તથા આઈટી/કોમ્પ્યુટર અધિકારીઓ પ્રત્યે યાત્રા દરમિયાન 20 દિવસના રોકાણ માટે ત્રણ મહિનાની અવધિ વાળા વિવિધ પ્રવેશ નિઃશુલ્ક વીઝા 15 કાર્ય દિવસોની અંદર જારી કરવામાં આવશે.
4. ખાસ પ્રશાસનિક અનિવાર્યતા અંતર્ગત મેજબાન દેશના રાજનયિક મિશનો, કોન્સ્ય્લુલેટ જનરલમાં અસ્થાઈ રોકાયેલા વ્યક્તિઓને ત્રણ મહિનાની અવધિવાળા વિઝા 15 કાર્ય દિવસમાં જારી કરવામાં આવશે.
5. શિક્ષકો અને તેમના પર આશ્રિત પત્ની તથા બાળકોના વિઝા આવેદન વિદેશ મંત્રાલયના અધિકારીઓની નોટની સાથે પ્રસ્તુત કરવા પર 20 કાર્ય દિવસોની અંદર ત્રણ મહિનાની અવધિવાળા એકલ પ્રવેશ સેવા/અધિકારી નિઃશુલ્ક વિઝા જારી કરવામાં આવશે.
UM/AP/J.Khunt/GP