Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને જર્મનને વધારાની વિદેશી ભાષા તથા જર્મનીમાં આધુનિક ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને જર્મનીના સંઘીય વિદેશ કાર્યાલય વચ્ચે સંયુક્ત આશયની ઘોષણા પર હસ્તાક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતની રાષ્ટ્રીય શિક્ષા નીતિના અનુરૂપ કેન્દ્રીય વિદ્યાલયોમાં જર્મનને વધારાની વિદેશી ભાષાના રૂપમાં પ્રોત્સાહિત કરવા તથા જર્મનીમાં આધુનિક ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને જર્મનીના સંઘીય વિદેશ કાર્યાલય વચ્ચે સંયુક્ત આશયના ઘોષણા પર થયેલા હસ્તાક્ષરને સ્વીકૃતિ આપી દીધી છે.

સંયુક્ત આશયની ઘોષણથી ભારત અને જર્મની વચ્ચે વર્તમાન દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે મદદ મળશે અને આ બંને દેશોના કાયદાઓ, નીતિઓ અને નિયમો અનુસાર શિક્ષાના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત બનાવવામાં સહાયતા મળશે.

UM/J.Khunt/GP