Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને જર્મની વચ્ચે ભારત – જર્મની વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર (આઈજીએસટીસી)ની અવધિને 2017થી વધારીને 2022 સુધી લંબાવવા માટે સંયુક્ત ઘોષણા પત્ર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને જર્મની વચ્ચે ભારત – જર્મની વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર (આઈજીએસટીસી)ની અવધિને લંબાવવા માટે સંયુક્ત ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવા અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ ઘોષણા પત્ર દ્વિપક્ષીય આઈજીએસટીસીની અવધિને 2017થી પાંચ વર્ષ અને વધુ લંબાવીને 2022 સુધી કરવા અંગે છે. તેમાં પ્રત્યેક પક્ષ દ્વારા નાણાંકિય ફાળવણીને બે મિલિયન યુરો પ્રતિવર્ષથી વધારીને વધારેમાં વધારે ચાર મિલિયન યુરો પ્રતિ વર્ષ કરવા અંગેની જોગવાઈનો સમાવેશ છે. પ્રતિબદ્ધ આર્થિક સહાય ઔદ્યોગિક મહત્વની સહયોગાત્મક અનુસંધાન ભાગીદારીઓના સમર્થન માટે ગતિવિધિ અનુરુપ આર્થિક સહાયના સિદ્ધાંત પર આધારિત હશે.

બન્ને દેશોના શિક્ષા ક્ષેત્ર અને ઉદ્યોગો સાથે સંકળાયેલ અનુસંધાન પરિયોજનાનું લક્ષ્ય નવા વૈજ્ઞાનિક જ્ઞાન આધારનું સર્જન કરવું તથા ટેકનોલોજી વિકાસ અને તેને અમલમાં મુકવા માટે અનુસંધાન પરિણામોનો ઉપયોગ કરવાનો રહેશે. આ નવા ઘોષણા પત્ર આઈજીએસટીસીના બન્ને દેશોની પ્રયોગશાળાઓ, શિક્ષા ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે સહયોગ દ્વારા ઔદ્યોગિક મહત્વના અનુસંધાન અને ટેકનોલોજી સહયોગને વધારવા માટે, તેને મજબૂત કરવા માટે તથા શ્રેષ્ઠ બનાવવામાં સક્ષમ હશે. આઈજીએસટીસી ભારત અને જર્મનીની અનુસંધાન પ્રયોગશાળાઓ તથા ઉદ્યોગ (2+2 યોજના) સાથે સંકળાયેલી પસંદગી પામેલ આર એન્ડ ડી પરિયોજનાઓનું સમર્થન અને આર્થિક સહાય કરશે તથા સહયોગાત્મક ઔદ્યોગિક આર એન્ડ ડી પરિયોજનાઓને આગળ વધારવા માટે સંશાધનો એકત્ર કરવામાં મદદ કરશે.

પાશ્વભૂમિકાઃ

આઈજીએસટીસીની સ્થાપના ઓક્ટોબર 2007માં બન્ને દેશોની સરકારોની વચ્ચે એક સમજૂતિ હેઠળ કરવામાં આવી હતી. અને તેનું સંચાલન 2011થી શરુ કરી દેવામાં આવ્યું હતું. વર્તમાન સમયે આઈજીએસટીસી (1) ઉન્નત વિનિર્માણ (2) જૈવ ચિકિત્સકીય ઉપકરણ અને સ્વાસ્થ્ય દેખભાળ (3) નેનો ટેકનોલોજી (4) ઓટોમોબાઇલ એન્જીનિયરીંગ (5) જળ સ્રોતો (6) ક્લિન એનર્જી ટેકનોલોજી અને (7)સૂચના તથા કોમ્યુટર ટેકનોલોજી.

AP/J.Khunt