Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને જાપાન વચ્ચે “ટેકનિકલ ઈન્ટર્ન ટ્રેઈનીંગ પ્રોગ્રામ (TITP)” અંગે થયેલા સહયોગ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને જાપાન વચ્ચે “ટેકનિકલ ઈન્ટર્ન ટ્રેઈનીંગ પ્રોગ્રામ (TITP)” અંગે થયેલા સહયોગન કરારને કેબિનેટની મંજૂરી આપી છે.

સહયોગના આ કરાર પર માનનીય મંત્રી શ્રી કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતાની તા.16 થી 18 ઓક્ટોબર, 2017 દરમિયાનટોકિયોમાં યોજાનાર આગામી મુલાકાત દરમિયાનહસ્તાક્ષર થાય તેવી અપેક્ષા છે. “ટેકનિકલ ઈન્ટર્ન ટ્રેઈનીંગ પ્રોગ્રામ (TITP)” એ ભારતના ટેકનિકલ ઈન્ટર્ન્સને જાપાનમાં 3 થી 5 વર્ષના ગાળા માટે તાલિમ અર્થે મોકલવાનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સહયોગના આ કરારથી બંને દેશો વચ્ચે કૌશલ્ય વિકાસના ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગનો માર્ગ મોકળો થશે.

J.Khunt