પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત સરકારના અવકાશ વિભાગના રાષ્ટ્રીય પર્યાવરણીય સંશોધન પ્રયોગશાળા (NARL) અને જાપાનના ક્યોટો ખાતે આવેલી ક્યોટો યુનિવર્સિટીની સસ્ટેઇનેબલ હ્યુમનસ્ફિયર સંશોધન સંસ્થા (RISH) વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહકાર તેમજ વિનિમય માટે, 4 નવેમ્બર 2020 અને 11 નવેમ્બર 2020ના રોજ સંબંધિત સંસ્થાઓ દ્વારા સમજૂતી કરાર (MoU) પર કરવામાં આવેલા હસ્તાક્ષર અને જે–તે હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલા વિનિમય વિશે માહિતી આપવામાં આવી હતી.
ઉદ્દેશો
પૃષ્ઠભૂમિ
NARL અને RISH પર્યાવરણીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે તેમજ વૈજ્ઞાનિકોના આદાનપ્રદાન માટે પારસ્પરિક સહયોગ આપી રહ્યાં છે. આ કરારને MoU દ્વારા 2008માં ઔપચારિક રૂપ આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત MoUને 2013માં રિન્યૂ કરવામાં આવ્યો હતો. સહયોગપૂર્ણ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા અનુસાર, નવા MoU પર નવેમ્બર 2020માં બંને પક્ષોએ હસ્તાક્ષર કરીને વિનિમય કર્યો હતો.
NARLના વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય શાળામાં પર્યાવરણીય રડાર પર સંસાધન વ્યક્તિઓ તરીકે કામ કર્યું છે જેનું આયોજન RISH દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસરો અને સંશોધકોની એક ટીમે NARLની મુલાકાત લીધી હતી અને બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સહકારપૂર્ણ સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે એક કેન્દ્રિત વર્કશોપનુ આયોજન પણ કર્યું હતું.
SD/GP/JD