Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને જોર્ડન વચ્ચે માહિતી અને ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રે સહયોગ વધારવા માટે સમજૂતિ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઓક્ટોબર 2015માં ભારત અને જોર્ડન વચ્ચે પરસ્પર માહિતી અને ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં સહયોગ વધારવા તથા પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતિ કરાર (એમઓયુ) અંગેની માહિતી મંત્રીમંડળને પૂરી પાડવામાં આવી.

આ એમઓયુ, બન્ને દેશ વચ્ચે માહિતી અને ટેકનીકલ તથા ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં ઔદ્યોગિક, ટેકનોલોજી અને વાણિજ્યિક સહયોગમાં વધારો કરશે તથા તેને મજબૂતિ પૂરી પાડશે. સાથે સાથે આના માધ્યમથી બન્ને દેશો વચ્ચેની ભાગીદારીને કાયમ રાખવા માટે સંસ્થાનિક અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં સહયોગ કાર્યક્રમોનો અમલ કરવામાં આવશે.

બન્ને દેશો વચ્ચેના સહયોગના મુખ્ય ક્ષેત્ર આ પ્રકારે છેઃ

1 ક્ષમતા નિર્માણના ક્ષેત્રોની ઓળખ કરવી, ખાસ કરીને જોર્ડનના આઈટી સેક્ટર, ડિઝાઈન, યોજનાને ધ્યાનમાં રાખવું. જોર્ડનના લાભને ધ્યાનમાં રાખીને આઈટી ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનો અમલ કરવો.

2 રોકાણ તથા વેપાર પ્રોત્સાહન ક્ષેત્રમાં બન્ને દેશોની જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે સહયોગ

3 ઈ-એજ્યુકેશન, ઈ-ગવર્નન્સ, એમ-ગવર્નનન્સ, આરોગ્ય, ટેલિમેડિસિનના ક્ષેત્રમાં સહકાર વધારવો

4 આંતરરાષ્ટ્રીય પ્રતિયોગી આઈટી એન્ડ ઈ મેન્યુફેકચરિંગ અને સેવા ઉદ્યોગના વિકાસ પર ખાસ ભાર આપીને નિયામક નીતિ અને સંસ્થાનિક માળખા માટે સર્વાધિક ઉપયોગી પદ્ધતિઓને પરસ્પર વહેંચવા

5 બન્ને દેશો દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવો, તજજ્ઞોનું આદાન-પ્રદાન વગેરે અને

6 બન્ને પક્ષો દ્વારા નિર્ધારિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ

બન્ને પક્ષ, માહિતી અને તકનીકી તથા ઇલેક્ટ્રોનિક્સ પ્રતિનિધિઓને લઇને કાર્યજૂથની રચના કરશે અને તેના દ્વારા ઉપર્યુક્ત ક્ષેત્રોમાં સહયોગ કાર્યોને પૂરા કરવામાં આવશે.

AP/GP