પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લિસ્બનની મુલાકાત દરમિયાન બંને દેશોએ ઇન્ડિયા પોર્ટુગલ સ્પેસ એલાયન્સની રચના કરવા અને સંયુક્તપણે આધુનિક સંશોધન કરવા સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતીઓ પોર્ટુગલ સાથે ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભાગીદારીને પ્રોત્સાહન આપશે, જે અંતર્ગત વિશિષ્ટ એઝોરસ આર્કિપેલાગો – ધ એટલાન્ટિક ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
આ સેન્ટર ટ્રાન્સ-એટલાન્ટિક અને ઉત્તર-દક્ષિણ સહકાર માટે સંશોધન, નવીનતા અને નોલેજ કેન્દ્ર તરીકે કામ કરશે. સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઊભું કરવામાં આવશે. તેનો ઉદ્દેશ સંશોધનને ટેકો આપવા પ્રોત્સાહક વાતાવરણ પ્રદાન કરવાનો તથા નવા વાતાવરણ, પૃથ્વી, અંતરિક્ષ અને દરિયાઈ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
અંતરિક્ષના સંબંધમાં સહકારની અપેક્ષા છે, જેમાં અત્યાધુનિક નેનો અને માઇક્રો સેટેલાઇટનો વિકાસ અને સહકાર સામેલ છે. દરિયાઈ વિજ્ઞાન પર પ્રોજેક્ટ ભારતને એટલાન્ટિકના વાતાવરણ અને દરિયાઈ વર્તણૂંકનો અભ્યાસ કરવા સક્ષમ બનાવશે તથા ચોમાસા સહિત હવામાનની પેટર્ન સાથે જોડાણ કરશે.
TR