પીએમઇન્ડિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને બહરીન વચ્ચેના સહમતિ પત્ર પર હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે. બંને દેશોએ મહિલાઓ અને બાળકો સહિત માનવ તસ્કરી રોકવામાં સહયોગ કરવા અંગે સંમતિ આપી છે. જેમાં બચાવ, પાછા મોકલવા, તપાસ કરવી અને ભોગ બનેલા લોકોનું પરિવાર સાથે મિલન કરાવવાનો સમાવેશ થાય છે.
આ સહમતિથી બંને દેશોએ દોસ્તીનો સંબંધ મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. બંને દેશોએ માનવની ગેરકાયદે તસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તસ્કરી ઝડપથી રોકવા, બચાવવા તેમજ પ્રત્યાર્પણના મુદ્દે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે.
એપ્રિલ 2016ના પહેલા સપ્તાહમાં ગૃહમંત્રીની દુબઈ મુલાકાત દરમિયાન સહમતિ પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી સંભાવના છે.
ભારત અને બહરીન રાજાશાહી વચ્ચેના સહમતિ પત્રના મહત્વના અંશો આ મુજબ છેઃ
1. બધા જ પ્રકારની માનવ તસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તસ્કરી રોકવા અંગે સહયોગ મજબૂત કરવામાં આવશે અને તસ્કરો સામે કાનૂની કાર્યવાહી કરવા અને ઝડપથી તપાસ સહિત બંને દેશોમાં સંગઠિત ગુનાખોરી આચરતા તત્વો સામે કાર્યવાહી થશે.
2. કડક પગલાં લઇને મહિલાઓ અને બાળકોની તસ્કરી ખતમ કરવામાં આવશે અને પીડિત લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.
3. માનવ તસ્કરીને રોકવા માટે બંને પક્ષ તસ્કરી વિરોધી સેલ અને કાર્યબળની રચના કરશે.
4. માનવ તસ્કરોને ઓળખી કાઢવા માટે પોલીસ અને બીજી સંબંધિત એજન્સીઓ વચ્ચે કામ અને માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવશે.
5. પીડિત પક્ષની ઘરવાપસી માટે યથાસંભવ પ્રયાસ કરતા પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવશે અને મૂળ દેશ તેના સલામત અને અસરકારક પુનઃમિલનનો ઉપાય કરશે.
6. બંને દેશોના સંયુક્ત કાર્યબળના પ્રતિનિધિઓની રચના કરવામાં આવશે, જેનાથી સહમતિપત્રના કામકાજ પર નજર રાખી શકાય.
પૃ્ષ્ઠભૂમિ
માનવ તસ્કરીના મામલે દક્ષિણ એશિયાના દેશ ખાસ અસરગ્રસ્ત છે. જેમાં સ્થાનિક તસ્કરી અથવા પાડોશી દેશો સાથેની તસ્કરીની ઘટનાઓ સામાન્ય છે. જો કે દક્ષિણ એશિયાઇ પીડિતોની ઓળખ મધ્યપૂર્વમાં ઝડપથી વધી રહી છે.
જ્યાં સુધી બહેરીનની વાત છે, માનવ તસ્કરીનો ભારત એક મુખ્ય સ્રોત છે. એટલું જ નહીં, પુરુષો અને મહિલાઓને તસ્કરી દ્વારા બહરીન મોકલવામાં આવે છે. અહીં બળજબરીથી મજૂરી અને વેશ્યાવૃત્તિ માટે તેમને લાવવામાં આવે છે. દક્ષિણ એશિયાથી પુરુષ અને મહિલાઓ ઘરનોકર અથવા અસંગઠિત શ્રમ ક્ષેત્રમાં બાંધકામ અને બીજી સેવાઓ માટે સ્વેચ્છાએ બહરીન આવે છે. જો કે તેમની પાસે ગેરકાયદે પાસપોર્ટ હોય છે. કેટલાયે અકૂશળ શ્રમિક પણ બહરીન મોકલી દેવામાં આવે છે, જ્યાં તેમને કોઇ વેતન વિના ધમકી, શારીરિક યાતના અથવા લૈંગિક દુષ્કર્મ માટે પહોંચાડવામાં આવે છે.
બહરીન રાજાશાહી અને ભારત વચ્ચે દરેકસ્તરે માનવ તસ્કરી વિરોધી પ્રયાસોને સખત રીતે લાગુ કરવામાં આવ્યા છે. જેનાથી પીડિતોની સુરક્ષા અને તેના પર પ્રતિબંધ મુકી શકાય. બંને દેશો વચ્ચે ગુપ્ત માહિતીના આદાનપ્રદાનની પણ જરૂરિયાત છે. આ ઉપરાંત સંયુક્ત તપાસ અને બીજી પહેલ પણ જરૂરી છે. આ ઉદ્દેશ માટે બહરીન રાજાશાહી સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર પ્રસ્તાવિત છે. ભારતે બાંગ્લાદેશની સાથે માનવ તસ્કરી રોકવા માટે પહેલેથી જ સહમતિપત્ર પર હસ્તાક્ષર કરેલા છે.
J.Khunt