પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે (1) 23.10.2010ના રોજ બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે બંને દેશોની સીમા પર હાટ સ્થાપિત કરવા તથા તેની સંચાલન પ્રણાલી માટે હસ્તાક્ષરિત સમજૂતી જ્ઞાપન (એમઓયૂ) (2) 15.5.2012ના રોજ હસ્તાક્ષરિત જ્ઞાપન (એમઓયૂ)માં કંઈક વધુ જોડવાને (3) બાંગ્લાદેશ સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોથી સલાહ કરવા નવી સીમા હાટ સ્થાપિત કરવા માટે જગ્યાની ઓળખ કરવા (4) ઉપરોક્ત સમજૂતી જ્ઞાપન/અનુશેષમાં સંબંધિ રાજ્ય સરકારો/કેન્દ્ર સરકારની એજન્સીઓ અને બાંગ્લાદેશની એજન્સીઓની સલાહથી સંશોધન/બદલાવ કરવાના સમજૂતી જ્ઞાપન (એમઓયુ)ને પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.
સીમા હાટની સ્થાપનાનો ઉદ્દેશ બંને દેશોની સીમા અને દૂર-સુદૂર રહેનારા લોકોને બજારની પારંપરિક વ્યવસ્થા, સ્થાનીય મુદ્રામાં સ્થાનીય ઉત્પાદોની ખરીદી-વેચાણ અને વસ્તુ વિનિમય દ્વારા કલ્યાણ કરવાનો છે. જો કે આ દ્વિપક્ષીય વ્યાપારમાં ટકાવારીના હિસાબથી મહત્વ નથી પરંતુ આ રીતના ઉપાય સમાજના વંચિત લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવામાં મદદ કરવાનો છે.
UM/AP/J.KHUNT/GP