Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્ષેત્રોની આપ-લેના આધારે પશ્ચિમ બંગાળમાં મતદાર વિભાગોના સીમાંકન બાબતે સીમાંકન કાયદો, 2002 તેમજ લોકોના પ્રતિનિધિત્વનો કાયદો, 1950માં સુધારા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે સીમાંકન કાયદો, 2002ની કલમ 11 તેમજ લોક પ્રતિનિધિત્વનો કાયદો, 1950ની કલમ 9માં સુધારાને મંજૂરી આપી છે. આને પગલે ચૂંટણી આયોગ પશ્ચિમ બંગાળના કૂચ બેહર જિલ્લામાં વિધાનસભા અને સંસદીય મતવિસ્તારોનું મર્યાદિત સીમાંકન હાથ ધરી શકશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 31મી જુલાઈ, 2015ના રોજની અસરથી 51 બાંગ્લાદેશી એન્ક્લેવ્ઝ અને 111 ભારતીય એન્ક્લેવ્ઝની આપ-લે થઈ હતી, જેના પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે. આ બંધારણના (એકસોમો સુધારો) કાયદા, 2015ને અનુરૂપ છે તેમજ સંસદમાં ચૂંટણીના કાયદા (સુધારા)નો ખરડો, 2016 નામનો ખરડો દાખલ કરવાની મંજૂરી પણ મળી છે.

પશ્ચાદભૂમિકાઃ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી ઐતિહાસિક સમજૂતી મુજબ ભારતીય સરહદમાં આવેલા 51 બાંગ્લાદેશી થાણાં (એન્ક્લેવ્ઝ – છિટમહલ)ની અને બાંગ્લાદેશની સરહદમાં આવેલા 111 ભારતીય થાણાંની 31મી જુલાઈ, 2015ના રોજની અસરથી હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આને પગલે, પશ્ચિમ બંગાળના કૂચ બેહર જિલ્લામાં ભૌગોલિક તેમજ વસતીને લગતો બદલાવ આવ્યો. આને પગલે આવેલા ભૌગોલિક તેમજ વસતીને લગતા ફેરફારો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂંટણીને લગતા બદલાયેલા ચિત્રને ફરી મઠારવા માટે ચૂંટણી પંચે સીમાંકન કાયદો, 2002ની 11મી કલમ તેમજ લોક પ્રતિનિધિત્વનો કાયદો, 1950ની 9મી કલમમાં સુધારો કરવાની વિનંતી કરી હતી, જેથી અસરગ્રસ્ત વિસ્તારોના મતવિસ્તારોનું મર્યાદિત સીમાંકન હાથ ધરી શકાય. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્ષેત્રોનાં હસ્તાંતરણને પરિણામે નવો મેળવેલો વિસ્તાર ભારતીય સરહદની અંદર આવતો હોવાથી પશ્ચિમ બંગાળમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તે પહેલાં અમુક મતવિસ્તાર માટે ફરી સીમાંકન કરવું જરૂરી છે. આ મુજબ, ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2016 પણ અધિનિયમ માટે સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે.

UM/J.Khunt