પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળને આજે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સપ્ટેમ્બર, 2011માં મત્સ્ય પાલન તેમજ મત્સ્ય તથા સહાયક ગતિવિધિઓના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ પર સમજૂતી કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષરની બાબતમાં જાણકારી આપવામાં આવી.
આ સમજૂતી કરારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત કર્યા છે, તથા પરસ્પર સહમતિ પ્રાપ્ત ગતિવિધિઓ તેમજ પ્રક્રિયાઓ દ્વારા મત્સ્ય તેમજ મત્સ્ય પાલન તથા સહાયક ક્ષેત્રોમાં સહયોગના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
આ સમજૂતી કરાર 5 વર્ષોના સમયગાળા સુધી અમલમાં રહેશે, શરત એટલી છે કે બંનેમાંથી કોઈ પણ એક પક્ષ આ સમજૂતી કરારને સમાપ્ત કરવા પોતાની ઈચ્છાની બાબતમાં બીજા પક્ષને છ મહિના પહેલા લેખિત નોટિસ આપે. આ સમજૂતી કરારને પરસ્પર સહમતિના આધાર પર અને વધુ સમય માટે વધારી શકાય છે.
AP/J.Khunt/GP