પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે ભારત અને બ્રિકસના વિવિધ દેશો વચ્ચે બ્રિકસ એગ્રીકલ્ચર રિસર્ચ પ્લેટફોર્મ (BRICS-ARP) સ્થાપવા થયેલા સમજૂતિના કરારને પાછલી અસરથી મંજૂરી આપી છે.
તા.9 જુલાઈ, 2015ના રોજ રશિયામાં ઉફા ખાતે મળેલી 7મી બ્રિકસ સમીટ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદીએ સમગ્ર વિશ્વ માટે ઉપહાર બની શકે તેવા બ્રિકસ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર સ્થાપવા માટે દરખાસ્ત કરી હતી. આ સેન્ટર પર્યાવરણલક્ષી, કૃષિ વિકાસ અને કૃષિમાં વ્યૂહાત્મક સહયોગ દ્વારા ગરીબી નિવારણ અને આહાર સુરક્ષા પૂરી પાડવા માટે બ્રિકસના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરશે.
કૃષિ સંશોધન નીતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઈનોવેશન અને ક્ષમતા નિર્માણ તથા બ્રિકસ દેશોમાં નાના ખેડૂતો માટેની ખેતી અંગેની ટેકનોલોજી સહિત આ દેશો વચ્ચેના સહયોગને વધુ સઘન બનાવવાના ઉદ્દેશથી બ્રિકસ દેશોના વિદેશ મંત્રીઓએ સમજૂતિ કરાર પર તા.16 ઓક્ટોબર, 2016ના રોજ ગોવા ખાતે હસ્તાક્ષર કર્યા હતા.
BRICS-ARP દુનિયામાં ભૂખમરો, કુપોષણ, ગરીબી, અસમાનતા અને ખાસ કરીને ખેડૂતો અને બિનખેડૂતો વચ્ચે આવકની અસમાનતાના નિવારણ તથા ખેતી લક્ષી વેપારમાં વૃધ્ધિ, બાયો-સિક્યોરિટી અને વિપરીત હવામાન વચ્ચે ટકી શકે તેવી ખેતી માટે વિજ્ઞાન આધારિત કૃષિલક્ષી પર્યાવરણ વિકાસની સમસ્યાઓ હલ કરવા માટે કુદરતી ગ્લોબલ પ્લેટફોર્મ બની રહેશે.
J.Khunt