Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને બ્રિટનના પ્રધાનમંત્રીઓએ સીઈઓ ફોરમની બેઠકમાં હાજરી આપી

ભારત અને બ્રિટનના પ્રધાનમંત્રીઓએ સીઈઓ ફોરમની બેઠકમાં હાજરી આપી

ભારત અને બ્રિટનના પ્રધાનમંત્રીઓએ સીઈઓ ફોરમની બેઠકમાં હાજરી આપી

ભારત અને બ્રિટનના પ્રધાનમંત્રીઓએ સીઈઓ ફોરમની બેઠકમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરુને આજે બ્રિટન – ભારત સીઈઓ ફોરમની બેઠકમાં ભાગ લીધો હતો.

પોતાના પ્રારંભિક વક્તવ્યમાં પ્રધાનમંત્રી કેમરુને ભારતમાં વ્યાપક બદલાવ લાવવા સાથે જોડાયેલા પ્રધાનમંત્રી મોદીના વિઝન અને હેતુનો ઉલ્લેખ કર્યો હતો.

શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં બન્ને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને પૂરકતાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વિભિન્ન રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં નિશ્ચિતપણે આર્થિક સંબંધોનું ખાસ મહત્વ રહેલું હોય છે. તેમણે કેન્દ્ર સરકારના અનેક પગલાંઓ જેવા કે મેક ઈન ઇન્ડિયા, પાયાના માળખાકીય ક્ષેત્ર (ઇન્ફ્રાસ્ટ્રકચર) પર ખાસ ભાર, વિભિન્ન ક્ષેત્રોમાં એફડીઆઈ (સીધા વિદેશી રોકાણ)ને ખુલ્લું મુકવું, વર્ષ 2022 સુધી 50 મિલિયન નવા ઘર બનાવવા માટેની પ્રતિબદ્ધતા અને 175 ગીગાવૉટ નવીકરણીય ઉર્જા માટે પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં બ્રિટિશ કંપનીનું મૂડીરોકાણ બન્ને જ દેશો માટે લાભદાયી સોદો બની રહેશે.

બન્ને દેશોના સીઈઓ (મુખ્ય કાર્યકારી અધિકારી)ઓએ સંક્ષિપ્ત અવલોકન કર્યું હતું. એ નિષ્કર્ષ પણ આવ્યા કે વર્તમાન સમય રોકાણકારો માટે ભારતમાં અવસરના જ્વારીય તરંગનો સમય છે.

J.Khunt/PIB Ahmedabad