પીએમઇન્ડિયા
ભારત અને બ્રૂનેઈ દારેસલામ વચ્ચે યુવા અને રમતગમત બાબતોના ક્ષેત્રે સમજૂતિ કરાર બાબતે મંત્રીમંડળને જાણકારી આપવામાં આવી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળને ભારત અને બ્રૂનેઈ દારેસલામ વચ્ચે યુવા અને રમતગમત બાબતોના ક્ષેત્રે સમજૂતિ કરાર બાબતે જાણકારી આપવામાં આવી હતી. બંને દેશો વચ્ચે સમજૂતિ નોંધ પર તા.02-02-2016ના રોજ બંદર સેરી બેગાવાન, બ્રૂનેઈમાં હસ્તાક્ષર થયા હતાં. બંને દેશો વચ્ચે સહયોગના ક્ષેત્રે યુવા અને રમત ગમત બાબતોના ક્ષેત્રે કાર્યક્રમોનું આદાનપ્રદાન, અધિકારીઓ અને પ્રશિક્ષકોના તાલીમ કાર્યક્રમોનું આદાનપ્રદાન, રમતગમત સુવિધાઓ, રમતગમત સાધનો, રમતગમત તાલીમ અને શારીરિક તૈયારીના સંદર્ભે ભાગ લેનારાઓ વચ્ચે રમતગમતનો પ્રચાર સામેલ છે. આ ઉપરાંત આમાં તાલીમ, રમત પ્રતિભાઓની ઓળખ, રમતગમત સંચાલન અને વહીવટ, યુવાઓ અને રમતગમત સંબંધે માહિતીની સિસ્ટમ, રમતગમતમાં વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિકાસ, રમતગમતમાં માહિતીનો વિકાસ અને વૃદ્ધિ જેવા ક્ષેત્રો સામેલ છે.
AP/J.Khunt/GP